________________
૧૯૬
મૂળગાથા - શબ્દાર્થ
આણયપાણયકષ્પ, દેવા પાસંતિ પંચમિ પુઢવિ । તં ચેવ આરણચ્ચય, ઓહીનાણેણ પાસંતિ ॥૨૨૧|| છટ્ટેિ હિટ્ટિમમઝિમગેવિજ્જા, સત્તમિં ચ ઉવરિલ્લા I સંભિન્નલોગનાહિં, પાસંતિ અણુત્તરા દેવા ॥૨૨૨૫
સૌધર્મ-ઈશાનના દેવો પહેલી પૃથ્વીને, સનત્કુમાર-માહેન્દ્ર ના દેવો બીજી પૃથ્વીને, બ્રહ્મલોક-લાંતકના દેવો ત્રીજી પૃથ્વીને, મહાશુક્ર-સહસ્રાર દેવો ચોથી પૃથ્વીને, આનત-પ્રાણતદેવો પાંચમી પૃથ્વીને, આરણ-અચ્યુતદેવો તેને જ, નીચેના અને મધ્યમ ત્રૈવેયકના દેવો છઠ્ઠી પૃથ્વીને, ઉપરના ત્રૈવેયકના દેવો સાતમી પૃથ્વીને, અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાલિને અવધિજ્ઞાનથી જુવે છે. (૨૨૦, ૨૨૧, ૨૨૨)
એએસિમસંખેજ્જા, તિરિયું દીવા ય સાગરા ચેવ । બહુયયરું ઉવિરમગા, ઉદ્રં ચ સકલ્પથુભાઈ I૨૨૩
આ દેવો તીર્જી અસંખ્ય દ્વીપ-સમુદ્રો સુધી જુવે, ઉપરના દેવો વધુ જુવે, ઉપર પોતાના દેવલોકના સ્તૂપ વગેરેને જુવે. (૨૨૩) સંખેજ્જજોયણા ખલુ, દેવાણં અદ્ધસાગરે ઉણે ।
તેણ પરમસંખેજ્જા, જહન્નયં પન્નવીસં તુ ॥૨૨૪॥
ન્યૂન અર્ધ સાગરોપમ આયુષ્યવાળા દેવો સંખ્યાતા યોજન જુવે, ત્યાર પછીના દેવો અસંખ્ય યોજન જુવે. જઘન્ય આયુષ્યવાળા ૨૫ યોજન જુવે. (૨૨૪/
નેરઈયભવણવણયર-જોઈસકપ્પાલયાણમોહિસ્સ | ગેવિજ્જણુત્તરાણ ય, હુંતાગારા જહાસંખ ॥૨૨૫॥ તપ્પાગારે પલ્લગ-પડહગ-ઝલ્લરિ-મુઈંગ-પુલ્ફ-જવે । તિરિઅમણુએસુ ઓહી, નાણાવિહસંઠિઓ ભણિઓ ।।૨૨૬