SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૧૯૩ બધા તિર્યંચ અને બધા મનુષ્યનો સચિત્ત, અચિત્ત, ઉભયરૂપ આહાર છે. દેવ-નારકીને અચિત્ત આહાર છે. (૨૦૩) આભોગાણાભોગા, સવ્વસિં હોઈ લોમ આહારો । નેરઈયાણડમણુન્નો, પરિણમઈ સુરાણ સુમણુન્નો ૨૦૪ લોમાહાર બધાને આભોગથી-અનાભોગથી હોય છે, તે નારકીઓને અશુભરૂપે પરિણમે છે અને દેવોને શુભરૂપે પરિણમે છે. (૨૦૪) ઈગવિગલિંદિયનારય - જીવાણુંતોમુહુત્તમુક્કોસો । પંચિંદિયતિરિયાણં, છટ્ઠઉ મણુઆણ અટ્ટમઓ ૨૦૫ા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકજીવોને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તે, પંચેન્દ્રિય તિર્યંચોને છઠે, મનુષ્યોને અમે આહાર હોય છે. (૨૦૫) આહારો દેવાણં, સાયરમઝમ્મિ દિણપુહુાંતો । સાયરસંખાએ પુણ, વાસસહસ્સેહિ ભણિઓ અ I૨૦૬॥ સાગરોપમની અંદરના આયુષ્યવાળા દેવોને દિવસપૃથની અંદર આહાર હોય. સાગરોપમની સંખ્યા પ્રમાણે હજાર વર્ષે આહાર કહ્યો છે. (૨૦૬) હટ્ટસ્સ અણવગલ્લમ્સ, નિરુવકિટ્ટસ્સ જંતુણો । એગે ઊસાસનીસાસે, એસ પાણુત્તિ વુચ્ચઈ I૨૦૭॥ હૃષ્ટ, નીરોગી, ક્લેશરહિત જીવનો ૧ શ્વાસોચ્છ્વાસ એ પ્રાણ કહેવાય છે. (૨૦૭) સત્ત પાણિ સે થોવે, સત્ત થોવાણિ સે લવે । લવાણ સત્તહત્તરીએ, એસ મુહુત્તે વિઆહિએ ૨૦૮॥ ૭ પ્રાણ તે ૧ સ્તોક છે, ૭ સ્ટોક તે લવ છે, ૭૭ લવ એ મુહૂર્ત કહ્યું છે. (૨૦૮)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy