________________
૧૭૦
મૂળગાથા - શબ્દાર્થ
અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્યક્ષેત્ર છે. તે લંબાઈપહોળાઈથી ૪૫ લાખ યોજન કહ્યું છે. (૮૧) જંબુદ્દીવો ધાયઈ, પુક્બરદીવો ય વારુણિવરો ય । ખીરવરો વિ ય દીવો, ઘયવરદીવો ય ખોયવરો ૮૨ નંદીસરો ય અરુણો, અરુણોવાઓ અ કુંડલવરો ય । તહ સંખરુયગભુયગવર - કુસકુંચવરો તઓ દીવો ૮૩॥
જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપ, વારુણિવર, ક્ષીરવરદ્વીપ, મૃતવરદ્વીપ, ઈક્ષુવર, નન્દીશ્વર, અરુણ, અરુણોપપાત, (અરુણવર, અરુણવરાવભાસ) કુંડલવર, શંખ, રુચક, ભુજગવર, કુશ, ક્રૌંચવર દ્વીપ - આ દ્વીપો છે. (૮૨, ૮૩)
જંબુદ્દીવે લવણો, ધાયઈસંડે અ હોઈ કાલોઓ । સેસાણં દીવાણું, હવંતિ સરિસનામયા ઉદહી ૫૮૪
જંબૂદ્રીપને ફરતો લવણસમુદ્ર છે, ધાતકીખંડને ફરતો કાલોધિ છે, શેષ દ્વીપોને ફરતા સરખા નામવાળા સમુદ્રો છે. (૮૪) એવં દીવસમુદ્દા, દુગુણા દુગુણા ભવે અસંખેા । ભણિઓ ય તિરિયલોએ, સયંભુરમણોદહી જાવ ॥૮॥
આમ તિńલોકમાં બમણા બમણા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે, યાવત્ છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર કહ્યો છે. (૮૫) પણયાલીસં લક્ખા, સીમંતય માણુસં ઉડુ સિવં ચ । અપઈઢ્ઢાણો સવ્વન્રુસિદ્ધિ, દીવો ઈમો લખ્ખું ૮૬॥
સીમન્તક નરકાવાસ, મનુષ્યક્ષેત્ર, ઉડુ વિમાનેન્દ્રક, સિદ્ધશિલા૪૫ લાખ યોજનના છે. અપ્રતિષ્ઠાન નરકાવાસ, સર્વાર્થસિદ્ધ વિમાન, જંબુદ્રીપ - ૧ લાખ યોજનના છે. (૮૬)