________________
મૂળગાથા - શબ્દાર્થ
૧૫૭
આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, યાવત્ સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરોપમ છે. હવે અનુક્રમે જઘન્ય સ્થિતિ કહીશ. (૧૩) પલિઅં અહિયં દો સાર, સાહિયં સત્ત દસ ય ચઉદસ ય । સત્તરસ સહસ્સારે, તદુરિ ઈક્કિક્કમારોવે ॥ ૧૪ |
૧ પલ્યોપમ, સાધિક ૧ પલ્યોપમ, ૨ સાગરોપમ, સાધિક ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ (ક્રમશઃ સૌધર્મથી) સહસ્રારમાં જઘન્ય સ્થિતિ છે. તેની ઉપર ૧-૧ સાગરોપમ ચઢાવવો. (૧૪) તિત્તીસસાગરાઈ, ઉક્કોસેણં ઠિઈ ભવે ચઉંસુ । વિજયાઈસુ વિશેયા, જહન્નયં એગતીસં તુ II ૧૫ ॥
વિજયાદિ ચાર વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ અને જધન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ છે. (૧૫) તિત્તીસસાગરાઈં, સવ્વધ્રુવિમાણઆઉયં જાણ । અજહન્નમણુક્કોસા, ઠિઈ એસા વિયાહિયા ॥ ૧૬ ॥
સર્વાર્થસિદ્ધવિમાનમાં ૩૩ સાગરોપમ આયુષ્ય જાણ. આ સ્થિતિ અજઘન્યોત્કૃષ્ટ કહી છે. (૧૬)
અપરિગ્ગહેયરાણં, સોહમ્મીસાણ પલિય સાહીયં । ઉક્કોસ સત્ત પન્ના, નવ પણપન્ના ય દેવીણું ॥ ૧૭ ||
સૌધર્મ-ઈશાનની પરિગૃહીતા - અપરિગૃહીતા દેવીનું જઘન્ય આયુષ્ય ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમશઃ ૭ પલ્યોપમ, ૫૦ પલ્યોપમ, ૯ પલ્યોપમ, ૫૫ પલ્યોપમ છે. (૧૭)
દુસુ તેરસ દુસુ બારસ, છ પ્પણ ચઉ ચઉ દુર્ગ દુર્ગ ય ચઊ I ગેવિજ્જાઈસુ દસગં, બાવટ્ટી ઉડ્ડલોગમ્મિ II ૧૮ ॥