________________
૧૩૨
પ્રમાણાંગુલ
૨ વેત
=
૧ હાથ
૪ હાથ
=
૧ ધનુષ્ય
૨,૦૦૦ ધનુષ્ય
=
૧ ગાઉ
૪ ગાઉ
=
૧ યોજના
ઉત્સધાંગુલથી દેવો વગેરેના શરીર મપાય છે.
(૩) પ્રમાણાંગુલ- ૪૦૦ ગુણા ઉત્સધાંગુલરૂપ પ્રમાણથી થયેલ અંગુલ તે પ્રમાણાંગુલ. અથવા પરમપ્રકર્ષરૂપ પ્રમાણને પામેલ અંગુલ તે પ્રમાણાંગુલ. અથવા સર્વલોકસ્થિતિનું નિર્માણ કરનાર હોવાથી ઋષભદેવપ્રભુ કે ભરતચક્રી પ્રમાણભૂત છે, તેમનું અંગુલ તે પ્રમાણાંગુલ.
૨ ઉત્સધાંગુલ = વીરપ્રભુનું ૧ આત્માંગુલ ૧ પ્રમાણાંગુલ = ભરતચક્રીનું ૧ આત્માંગુલ
પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાન, ભવન, નરકાવાસ વગેરે મપાય છે.
૧ અંગુલ પહોળા ૧OOO ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ ૨ અંગુલ પહોળા ૪00 ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ ભરતચક્રી આત્માંગુલથી ૧૨૦ અંગુલ પ્રમાણ હતા. ભરતચક્રી પ્રમાણાંગુલથી ૧૨૦ અંગુલ પ્રમાણ હતા.