________________
૮૮
નરકમાં પરમાધામીકૃત વેદના પૂર્વભવમાં ક્રૂર કાર્ય કરનારા, પાપમાં રક્ત જીવો પંચાગ્નિ વગેરે મિથ્યા કષ્ટરૂપ તપ કરીને ભવનપતિના અસુરનિકામાં પરમાધામી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તેઓ માત્ર પોતાની કુતુહલવૃત્તિથી નારકીઓને દુઃખ આપી આનંદ પામે છે. તેઓ આ રીતે દુઃખ આપે છે - (૧) ક્યારેક તપેલા સીસાનો રસ પિવડાવે. (૨) ક્યારેક તપેલા લોઢાના થાંભલા સાથે આલિંગન કરાવે. (૩) શાલ્મલીવૃક્ષના અગ્ર ભાગ ઉપર ચઢાવે. (૪) લોઢાના ઘનથી ઘાત કરે. (૫) રંધો, અસ્ત્રો વગેરેથી છોલી તેની ઉપર તપેલા ખારા તેલનો
અભિષેક કરે. (૬) લોઢાના ભાલામાં પરોવે. (૭) ભઠ્ઠીમાં ભેજે. (૮) તલની જેમ યંત્રમાં પીલે. (૯) કરવતથી કાપે. (૧૦) વૈક્રિય સિંહ, વાઘ, ચિત્તા, સિયાળ, ગીધ, કાગડા, ઘુવડ,
બાજ વગેરેને વિમુર્તીને તેનાથી અનેક રીતે હેરાન કરે. (૧૧) તપેલી રેતીમાં ઉભા રાખે. (૧૨) અસિપત્રવનમાં પ્રવેશ કરાવે. (૧૩) વૈતરણી નદીમાં ઉતારે. (૧૪) પરસ્પર યુદ્ધ કરાવે.