________________
૧૬.૪.૬૮
૩૦૧
અથવા તો પ્રર્ વચન કરવાની કોઇ જરૂર નથી. કારણ ‘જ્યાં વર્ગોની સંખ્યા કરતા વધારે અધિકાર ચલાવવો હોય ત્યાં શું કરવું ?’' આ કેવળ સંશય માત્ર છે. બાકી તો જેવો સંશય ઊભો થાય કે તરત જ ‘વ્યાવાનતો વિશેષપ્રતિપત્તિનું ત્તિ સંવેદ્ઘાવત્તક્ષળમ્' ન્યાયાનુસારે સંશયનું નિરાકરણ કરી શકાય છે. કારણ આ ન્યાય કહે છે કે ‘જ્યાં સૂત્રથી વિશેષ અર્થની સ્પષ્ટતા ન થતી હોય ત્યાં ટીકાથી અર્થની વિશેષે કરીને સ્પષ્ટતા કરી લેવી, કારણ સૂત્રથી અર્થની સ્પષ્ટતા ન થતી હોય (અર્થ સંદિગ્ધ રહેતો હોય) તેથી સૂત્ર કાંઇ અસૂત્ર નથી બની જતું.’ તેથી જ્યાં વર્ણોની સંખ્યા કરતા વધારે સૂત્રોમાં અધિકાર ચલાવવો હોય ત્યાં સૂત્રથી ભલે ખબર ન પડે કે કેટલા સૂત્ર સુધી અધિકાર ચલાવવાનો છે પણ અમે ટીકામાં સ્પષ્ટતા કરી દેશું કે “અમુક સૂત્ર કરતા પૂર્વના સૂત્ર સુધી અધિકાર ચલાવવો.''
શંકા :- જો આમ કહેતા હો તો અધિકારાર્થક આ (તેમજ અન્ય પણ) સૂત્ર રચવાની કોઇ જરૂર નથી. સમાધાન :- • જો અધિકારાર્થંક સૂત્રો નહીં રચીએ તો ટિ વિગેરે પદોનો અધિકાર શી રીતે ચાલશે ?
શંકા ઃ- આ લૌકિક અધિકાર છે તેથી ચાલશે. અર્થાત્ આગળ ‘ટેવવત્તાય ગૌર્વીયતામ્, યજ્ઞવત્તાય, વિષ્ણુમિત્રાય' સ્થળે કહ્યું તે પ્રમાણે જેમ લોકમાં પૂર્વના વાક્યમાં રહેલા શબ્દની પછીના વાક્યમાં સહજ રીતે ઉપસ્થિતિ થઇ શકે છે તેમ વ્યાકરણશાસ્ત્રમાં પણ વિધિસૂત્રસ્થ તે તે શબ્દોની ઉપસ્થિતિ આગળના દરેક સૂત્રોમાં થઇ જશે.
સમાધાન :- પણ હમણાં જ અમે આગળ ‘વેવવત્તાય શૌર્વીયતામ્, વિષ્ણુમિત્રાય મ્વત્તઃ' સ્થળે કહી તો ગયા કે પછીના વાક્યમાં પૂર્વવાક્યસ્થ શબ્દને સદશ શબ્દનો નિર્દેશ કરવામાં આવે તો પછીના વાક્યમાં પૂર્વવાક્યસ્થ શબ્દની ઉપસ્થિતિ ન થઇ શકે. તેની જેમ વ્યાકરણશાસ્ત્રમાં પણ વિધિસૂત્રસ્થ તે તે શબ્દની અનુવૃત્તિ ચાલે તો ખરી, પણ જ્યાં આગળનાં કોઇ સૂત્રમાં અનુવર્તમાન શબ્દને સદશ એવા કોક શબ્દનો નિર્દેશ કરવામાં આવે કે તરત જ પૂર્વસૂત્રોથી અનુવર્તમાન શબ્દની અનુવૃત્તિ અટકી જાય. તેથી આગળના સૂત્રોમાં તેની અનુવૃત્તિ ચલાવવી હોય તો પણ ન ચલાવી શકાય. માટે અધિકારાર્થક સૂત્ર રચવું જોઇએ.
શંકા ઃ- અન્યશબ્દનો નિર્દેશ પૂર્વસૂત્રોથી અનુવર્તમાન શબ્દનો નિવર્તક બને. અર્થાત્ પ્રસ્તુતમાં ‘મનડુહ: સૌ ૧.૪.૭૨' સૂત્રસ્થ સૌ પદનો નિર્દેશ વિધ્યર્થક ‘અો દ્યુટિ ૧.૪.૬૧'સૂત્રથી અનુવર્તમાન યુટિ શબ્દનો નિવર્તક બને. તેથી ‘પુંસો: પુનર્ ૧.૪.૭૩' વિગેરે સૂત્રોમાં ઘુષ્ટિ પદની અનુવૃત્તિ પ્રાપ્ત ન થવાની આપત્તિ આવે. આ કેવળ સંશય ઊભો થાય છે એટલું જ છે. બાકી જેવો સંશય ઊભો થાય કે તરત જ આગળ તમે કહ્યું તે પ્રમાણે ‘વ્યાઘ્યાનતો વિશેષપ્રતિપત્તિ ત્તિ સંવેદાવનક્ષળમ્'ન્યાયાનુસારે સંશયનું નિરાકરણ થઇ શકે છે. અર્થાત્ આવો સંશય ઊભો થતા જ અમે ‘પુંસો: પુનર્ ૨.૪.૭રૂ' સૂત્રની ટીકામાં ખુલાસો કરી દેશું કે