________________
૧.૪.૬૮
૨૯૯
જે શબ્દો સાંભળવામાં ન આવતા હોય તેમની કલ્પના કરવી એના કરતા સાંભળવામાં આવતા શબ્દોની અપેક્ષા રાખવી એ યોગ્ય કહેવાય. પ્રસ્તુતમાં વકતા દ્વારા ઉચ્ચરિત ‘(A)દેવદત્તને ગાય આપવી. યજ્ઞદત્ત અને વિષ્ણુમિત્રને પણ.’ આ વાક્યો સાંભળવામાં આવતા અશ્રુત ‘ભેંસ આપવી' આ શબ્દોની કલ્પના કરવી તેના કરતા પૂર્વે સાંભળેલા ‘ગાય આપવી’ આ શબ્દોની જ અપેક્ષા રાખવી યોગ્ય કહેવાય. તેથી ‘યજ્ઞદત્તને અને વિષ્ણુમિત્રને ભેંસ આપવી’ આવો અર્થ ન જણાય. આ જ રીતે બીજું દૃષ્ટાંત આપીએ તો લોકમાં જેમ ‘‘આ વિદ્યાલયમાં દેવેન્દ્ર ભણે છે.’’ આમ કહીને આગળ જતા ‘‘મહેન્દ્ર ભણાવે છે અને સુરેન્દ્ર વંચાવે છે’’ આવું કહેવામાં આવે તો ત્યાં જેમ પૂર્વવાક્યસ્થ ‘આ વિદ્યાલયમાં' આ શબ્દો આકાંક્ષાદિવશે પાછળના વાક્યોમાં સહજ જોડાઇ જાય છે તેમ વ્યાકરણશાસ્ત્રમાં પણ પ્રસ્તુતમાં ‘ઘુટિ ૧.૪.૬૮’ આ પ્રમાણે પૃથક્ અધિકારાર્થક સૂત્ર બનાવવામાં ન આવતા ‘અષો ટિ ૨.૪.૬૧’ આમ સામાન્યપણે વિધિસૂત્ર જ બનાવવામાં આવે તો પણ તે પછીના ‘ૠતુતિઃ ૬.૪.૭૦’ વિગેરે સૂત્રોમાં ૠ અને ૩ ઇત્ વાળા ત્ વર્ણાન્ત નામોને સ્વરથી પરમાં અને ટ્ વર્ણની પૂર્વે – આગમનું વિધાન કરાતા ત્યાં આકાંક્ષા ઊભી થાય કે ‘‘આગમ તો થાય, પણ કયાં પ્રત્યયો પરમાં વર્તતા થાય ?’’ અને આકાંક્ષાનુસારે ‘ઞો ઘુટિ ૧.૪.૬૧’આ પૂર્વસૂત્રમાં સાંભળવામાં આવતા ઘુટિ પદની જ ઋત્તુતિઃ ૧.૪.૭૦' સૂત્રમાં સહજ ઉપસ્થિતિ થઇ જાય કે જેથી ‘દુર્ પ્રત્યયો પરમાં વર્તતા ન્ આગમ થાય છે' આ અર્થ જણાઇ આવે. આ જ રીતે ‘યુગ્રોડસમાસે ૨.૪.૭૨’ વિગેરે આગળના સૂત્રોમાં પણ આકાંક્ષાદિ વશે વ્રુટિ પદની સહજ ઉપસ્થિતિ થઇ શકે છે. તેથી અધિકારાર્થક આ સૂત્રની રચના નિરર્થક છે.
સમાધાન :- એક સૂત્રમાં નિર્દિષ્ટ વિવક્ષિતશબ્દ આગળના દરેક સૂત્રોમાં આકાંક્ષા વશ ઉપસ્થિત થાય આ તમારી વાત સાચી. પણ પછી આગળના જે સૂત્રમાં પૂર્વનિર્દિષ્ટ શબ્દને સદશ બીજા શબ્દનો નિર્દેશ કરવામાં આવે ત્યારથી પૂર્વનિર્દિષ્ટ શબ્દની અનુવૃત્તિ અટકી જાય. માટે અધિકારાર્થક આ સૂત્રની રચના કરવી જરૂરી છે. લોકવ્યવહારમાં પણ બીજાનો નિર્દેશ કરવામાં આવે એટલે પહેલાનો નિર્દેશ અટકી જાય છે. તે આ પ્રમાણે – જેમ ‘‘દેવદત્તને ગાય આપવી’’ આમ કહીને પાછળથી ‘‘વિષ્ણુમિત્રને કામળી આપવી’' આમ કહેવામાં આવે તો પાછળના વાકયમાં રહેલા ‘કામળી આપવી’ આ શબ્દો પૂર્વના વાક્યમાં રહેલા ‘ગાય આપવી’ આ શબ્દોને પાછળના વાક્યમાં ઉપસ્થિત થવામાં અટકાયત કરે છે (નિવર્તક બને છે.) અર્થાત્
(A) વેવવત્તાય ીયતામ્, યજ્ઞવત્તાય, વિષ્ણુમિત્રાય' વાક્યસ્થ યજ્ઞવત્તાય અને વિષ્ણુમિત્રાય પદોને ચતુર્થી વિભકિત સંપ્રદાન (= આપવું) અર્થમાં થઇ છે. હવે અહીં યજ્ઞદત્તને અને વિષ્ણુમિત્રને શું આપવું ? એ આકાંક્ષા ઊભી થતા યજ્ઞવત્તાય અને વિષ્ણુમિત્રાય પદોત્તરવર્તી સંપ્રદાનાર્થક ચતુર્થી વિભક્તિ દ્વારા ‘અશ્રુતત્ત્વનાવા: શ્રુતાપેક્ષળસ્ય નાપવમ્'નિયમાનુસારે પૂર્વવર્તીનો કર્મિકા તિક્રિયા અર્થાત્ જે ક્રિયાની અપેક્ષાએ ગાય કર્મ છે, તાદશ સ્વાતિ ક્રિયા એટલે કે નોર્નીયતામ્ ઇત્યાકારક ગાય આપવાની ક્રિયા અપેક્ષાય છે. તેથી ‘યજ્ઞદત્ત અને વિષ્ણુમિત્રને ગાય આપવી’ આવો અર્થ જણાય છે.