________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને
અહીં એવી શંકા થશે કે ‘‘આ સૂત્રસ્થ અનતઃ પદનાં કારણે જ ત્ય + ત્તિ કે અમ્ અને સ + ત્તિ કે તેં + અમ્ અવસ્થામાં આ સૂત્ર પ્રવર્તી ન શકે. તેથી આ સૂત્ર નિત્યસૂત્ર ન બની શકે. તો શા માટે ઉપર સમાધાનમાં તેને નિત્યસૂત્ર બનતું દર્શાવી ‘અતઃ સ્યમો૦ ૬.૪.૬૭’સૂત્ર દ્વારા તેની નિત્યતાનો વ્યાઘાત કરવો પડે ?’' પણ આનું સમાધાન આમ સમજવું કે આ સૂત્રસ્થ અનતઃ પદ માત્ર અનુવાદક જ છે. અર્થાત્ તે ‘ઞ કારાન્ત નપુંસકલિંગ નામ સંબંધી સિ–અમ્ પ્રત્યયોનો લુપ્ નથી થતો' આ વસ્તુસ્થિતિનું માત્ર કથન જ કરે છે. પણ તે લુપ્નો પ્રતિષેધ નથી કરતું. બાકી તાદશ સિ-અમ્ પ્રત્યયના લુપ્નો પ્રતિષેધ તો આ સૂત્રની પ્રવૃત્તિના બાધક 'અત: સ્યમો૦ ૧.૪.૧૭' વિશેષસૂત્રના કારણે થાય છે. આમ આ સૂત્ર 5 કારાન્ત નપુંસકલિંગ નામ સંબંધી સિ–ગમ્ પ્રત્યયના લુપ્નું પ્રતિષેધક નહીં પણ પ્રાપક હોવાથી ઉપર સમાધાનમાં તેને નિત્યસૂત્ર રૂપે દર્શાવ્યું હતું અને પછી અત: સ્યો૦ ૧.૪.૧૭' સૂત્ર દ્વારા આ સૂત્રની પ્રવૃત્તિનો બાધ થવાથી અહીં તેની અનિત્યતાની શંકા ઉઠાવી છે.
૨૩૪
સમાધાન :- ‘વસ્ત્ર તુ નક્ષળાન્તરેખ નિમિત્ત વિહન્યતે ન તનિત્વમ્ (પરિ. શે.– ૪૭) (B) ન્યાયનાં કારણે આ સૂત્ર નિત્યસૂત્ર ગણાતા તેમાં ચવિષ્યશ્ચ પદ મૂકવાની કોઇ જરૂર નથી. આશય એ છે કે વાલિC) અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને તેમાં શ્રીરામ વાલિનો વધ કરે તો પણ પરાક્રમી પુરૂષો જેમ સુગ્રીવની અપેક્ષાએ વાલિની દુર્બળતા નથી ગણતા તેમ ‘વસ્વ તુ ક્ષિળાન્તરેળ' ન્યાય પણ એમ જણાવે છે કે જે બે સૂત્રો વચ્ચે બળાબળની વિચારણા ચાલતી હોય તે પૈકીના પ્રથમસૂત્રની પ્રવૃત્તિ થવા દ્વારા જે બીજા સૂત્રની પ્રવૃત્તિનો ઘાત ન થતો હોય અને કોઇ ત્રીજું જ સૂત્ર બીજા સૂત્રની પ્રવૃત્તિનો ઘાત કરતું હોય તો બીજું સૂત્ર પ્રથમસૂત્રની અપેક્ષાએ દુર્બળ અર્થાત્ અનિત્ય નથી ગણાતું. તો પ્રસ્તુતમાં એક પક્ષે ‘આ દેર: ૨.૨.૪’ અને ‘તઃ સૌ સઃ ૨.૨.૪૨’સૂત્ર તેમજ બીજા પક્ષે આ સૂત્ર; આ બન્ને વચ્ચે બળાબળની વિચારણા ચાલતા ‘આ દેરઃ ૨.૨.૪' અને 'તઃ સૌ સઃ ૨.૧.૪૨' સૂત્રોની પ્રવૃત્તિ થવા દ્વારા આ સૂત્રની પ્રવૃત્તિનો ઘાત ન થતા ત્રીજા ‘અતઃ સ્યમો૦ ૬.૪.૧૭' સૂત્રથી આ સૂત્રની પ્રવૃત્તિનો ઘાત થતો હોવાથી આ સૂત્ર પણ ‘આ ઘેરઃ ૨.૨.૪૬’ અને ‘તઃ સૌ સઃ ૨.૨.૪૨' સૂત્રોની અપેક્ષાએ દુર્બળ એટલે કે અનિત્ય ન ગણાય. આમ આ સૂત્ર નિત્યસૂત્ર ગણાવાથી તેની પ્રવૃત્તિ પૂર્વે થતા મૃત્ તમ્ અને તત્ નમ્ પ્રયોગો સિદ્ધ થઇ જતા હોવાથી તેમની સિદ્ધયર્થે સૂત્રમાં ત્યવિમ્યજ્ઞ' પદ મૂકવાની કોઇ જરૂર નથી.
(A) લઘુન્યાસમાં અનતઃ પદને પૂર્વસૂત્રથી આવતી અન્યાયેઃ પદની અનુવૃત્તિ અટકાવવામાં ઉપયોગી દર્શાવ્યું છે. બાકી મૈં કારાન્ત નપુંસકલિંગ નામ સંબંધી સિ-અમ્ પ્રત્યયના લુનો પ્રતિષેધ તો ‘અતઃ સ્વમોઽમ્ ૨.૪.૧૭’ સૂત્રના કારણે જ થાય છે.
(B) કોક ત્રીજું જ સૂત્ર નિત્ય બનતા અમુક સૂત્રનાં નિમિત્તનો ઘાત કરે ત્યારે નિત્ય બનતું તે સૂત્ર અનિત્ય ન ગણાય. (C) આ લોકવ્યવહારને લઇને ‘યસ્ય તુ નક્ષળાન્તરેખ॰' ન્યાયની પુષ્ટી કરી છે.