________________
xxiv
પ્રસ્તાવના
અને મને પ્રત્યયો માટે “ઘ' સંજ્ઞા બતાવી છે. સંજ્ઞા કરવાનું પ્રયોજન પણ લાઘવ છે. કેમકે જો વ્યાકરણમાં સંજ્ઞાઓનો વપરાશ ન કરવામાં આવે તો જે સૂત્રોમાં ક થી દીર્ધ ગૌ સુધીના વર્ગો અપેક્ષિત હોય ત્યાં તે બધા વર્ગોનો નિર્દેશ કરવો આવશ્યક બને, જેથી ઘણું ગૌરવ થાય. તેના બદલે સ્વર સંજ્ઞાને કરતું ફકત એક સંજ્ઞાસૂત્ર રચી દેવામાં આવે તો મ થી મી સુધીના વર્ગોની અપેક્ષા રાખતા દરેક સૂત્રમાં ખાલી હર શબ્દનો વપરાશ કરવાથી જ કામ પતી જાય. જેમ કે ‘સ્વરાત્િ ૨.૩.૮૬', ‘સ્વરે વા .રૂ.૨૪', 'સ્વરેણ્ય: ૨.૩.૨૦' , 'વ રચ્ચે સ્વરે ૨.૨.ર' વિગેરે સૂત્રો જુઓ. આ રીતે અન્ય સંજ્ઞાઓ માટે પણ સમજી લેવું. આમ માત્રાલાઘવ માટે સંજ્ઞાઓ અતિ ઉપયોગી છે.
(g) વ્યાકરણમાં માત્રાલાઘવ માટે અનેક ગણોનો^) સહારો લેવામાં આવ્યો છે. જેમ કે સર્વાતિ ગણ (સર્વ, વિશ્વ, ૩૫, ૩મય વિગેરે શબ્દોનો સમૂહ), અન્ય ગણ, અનાદિ ગણ, શ્રેન્કવિ ગણ, તાર ગણ વિગેરે ગણો બનાવવાને કારણે ફાયદો એ થાય છે કે સૂત્રોમાં ગણાન્તર્ગત દરેક શબ્દોનો ઉલ્લેખ નથી કરવો પડતો, પરંતુ માત્ર તે ગણના આઘ અક્ષરને આદિ શબ્દ જોડી સૂત્રમાં મૂકી દેવાનો હોય છે, જેથી લાઘવ થાય એ
સ્પષ્ટ છે. જેમ કે ‘સર્વારે સ્મત ૨.૪.૭' , 'પશ્વતોડવા ૨.૪.૧૮’, ‘મનાવેઃ ૨.૪.૨૬', ‘શ્રેષ્યઃ વૃતાદેવ્યર્થે રૂ.૨.૨૦૪' , વિગેરે સૂત્રો જુઓ. ગણવર્તી શબ્દોનો ઉલ્લેખ રિદ્ધિહેમ વ્યાકરણમાં તે તે સૂત્રની બૃહત્તિમાં કરવામાં આવે છે.
આટલી વાત પરથી આપણે સમજી શકહ્યું કે માત્રાકૃત લાઘવ-ગૌરવ શું છે, અને તેને માટે વ્યાકરણમાં કેવા પ્રકારના પ્રયાસો આદરવામાં આવે છે. હવે આપણે પ્રક્રિયાકૃત લાઘવ-ગૌરવને સમજી લઈએ. એક સૂત્રની પ્રક્રિયાથી જો ઈટ પ્રયોગની સિદ્ધિ થતી હોય તો બે સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું ગૌરવ રૂપ બને છે. તેથી ઈષ્ટ પ્રયોગની સિદ્ધિ માટે બને તેટલાં ઓછાત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડે તેમ કરવું તેને પ્રક્રિયાકૃત લાઘવ’ કર્યું કહેવાય. આનાથી વિપરીત કરવું તે પ્રક્રિયાકૃત ગૌરવ કર્યું કહેવાય. જેમ કે મુનિના પ્રયોગને સિદ્ધ કરવા પાણિનિ વ્યાકરણમાં બે સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં માત્ર એક સૂત્રની પ્રક્રિયા પર્યાપ્ત બને છે. તે આ પ્રમાણે - (A) વ્યાકરણમાં ગણો બે પ્રકારના બતાવ્યા છે. એક આકૃતિ ગણ અને બીજો નિયત ગણ. તેમાં આકૃતિ ગણ એટલે
એવા પ્રકારનો શબ્દસમૂહ કે જેમાં શબ્દોની સંખ્યા નિશ્ચિત નથી હોતી. તે ગણમાં ઉદાહરણ તરીકે દર્શાવેલાં શબ્દો જેવા આકારવાળા બીજા જે કોઈ શબ્દો અન્યત્ર જોવા મળે તે બધાયનો પણ આ ગણમાં સમાવેશ કરવાનો હોય છે. જ્યારે નિયત ગણ એ એવા પ્રકારનો શબ્દસમૂહ છે જેમાં શબ્દોની સંખ્યા નિશ્ચિત હોય છે. આ ગણમાં જેટલા શબ્દો લેવાના હોય છે તે બધા બ્રહવૃત્તિસ્થ ગણપાઠમાં દર્શાવેલાં હોય છે. શ્રેષ્યતિ કૃતાર્થે રૂ.૨.૨૦૪' સૂત્રમાં દર્શાવેલ શ્રેષ્યાદિ ગણ નિયત ગણ છે, જ્યારે તાહિ ગણ આકૃતિ ગણ છે.