________________
xxi માત્રાકૃત લાઘવ-ગૌરવમાં સૌ પ્રથમ તો માત્રા એ કાળ વિશેષ છે. એક આંખના પલકારા જેટલો કાળ તે એક માત્રા તેમ બે પલકારા જેટલો કાળ તે બે માત્રા. આમ આગળ-આગળ સમજવું. પાણિનિ ઋષિએ માત્રાના માપદંડ તરીકે જુદા જુદા પશુ-પક્ષીઓના સૂરોને ગ્રહણ કર્યા છે. તે આ પ્રમાણે છે – चाषस्तु वदते मात्रां द्विमात्रं चैव वायसः। शिखी रौति त्रिमात्रं तु नकुलस्त्वर्धमात्रकम्।।
(પાણિનીય શિક્ષા) તેમાં હસ્વસ્વરોની એક માત્રા હોય છે. દીર્ધસ્વરોની બે માત્રા, પ્લત સ્વરોની ત્રણ માત્રા અને વ્યંજનોની અર્ધ(A)માત્રા ગણવામાં આવે છે. વ્યાકરણના સૂત્રોમાં એક વ્યંજન પણ જો નકામો સાબિત થાય તો તે વ્યાકરણમાં અર્ધમાત્રા જેટલું ગૌરવ થયું કહેવાય. માટે ગૌરવ દોષને ટાળવા વ્યાકરણકારો પોતાના વ્યાકરણમાં બિનજરૂરી અક્ષર કે શબ્દનો વપરાશ વર્જે છે, અને વ્યાકરણને ટૂંકું બનાવવા અનુવૃત્તિ, અધિકાર, ન્યાય, પરિભાષાસૂત્ર, સૌત્રનિર્દેશક સંજ્ઞા વિગેરેનો સહારો લે છે. જેમ કે -
(a)‘મ સોડવ ૨.૪.૩' સૂત્રમાં જો ‘?.૪?' સૂત્રથી ત: પદની અને .૪.૨.' સૂત્રથી ખિસ: શેર પદોની અનવૃત્તિ ન લેવામાં આવે તો ‘મસોડવાતો મિસ છે' આવું માત્રા ગૌરવવાનું સૂત્ર બનાવવું પડે. તેથી લાઘવ માટે અનુવૃત્તિનો સહારો લેવામાં આવે છે. (A) યદ્યપિ વ્યંજનોની અર્ધ માત્રા ભલે ગણાવી હોય, છતાં તેઓ પોતાના ઉચ્ચારણમાં કાળની અપેક્ષા રાખતા
નથી. આથી જ વ્યાકરણશાસ્ત્રમાં આવો ન્યાય પણ જોવા મળે છે કે “સ્વરતિતિરે વ્યઅનાનિ શાના નક્ષત્તિ અર્થાત્ ઉચ્ચારણમાં સ્વરો જેટલો કાળ લે છે તેના સિવાય વ્યંજનો નવા કોઇ કાળની અપેક્ષા રાખતા નથી.” સમજી શકાય તેવી વાત છે કે સ્વરની સહાય વિના કેવળ , વિગેરે વ્યંજનોનું ઉચ્ચારણ જ શક્ય નથી. આથી જ કહેવાય છે કે –
एकाकिनोऽपि राजन्ते सत्वसाराः स्वरा इव। व्यंजनानीव निःसत्त्वा परेषामनुयायिनः।।
તમે કેવળ બોલવાનો પ્રયત્ન કરી જુઓ, તો તેમાં કોરો નહીં હોય પણ કાળની અપેક્ષા રાખતો » ભળેલો જ હશે અને મા વિગેરે સ્થળે માસ્વરના ટેકાપૂર્વકના નું ઉચ્ચારણ કરવા જશો તો કેવળ આને બોલવામાં જેટલો સમય લાગશે તેટલો જ સમય મા ને બોલવામાં લાગશે, અધિક નહીં. આમ વ્યંજનોની કાળ વિશેષ રૂપ અર્ધમાત્રા ભલે ગણાવી હોય, છતાં તેઓ પોતાના ઉચ્ચારણમાં કાળની અપેક્ષા રાખતા નથી. અહીં પ્રશ્ન થાય કે “જો વ્યંજનોના ઉચ્ચારણમાં નવા કાળની અપેક્ષા જ ન હોય તો પછી વ્યાકરણના સૂત્રોમાં વ્યંજનોની અર્ધમાત્રા ગણીને માત્રાકૃત લાઘવ-ગૌરવની ચર્ચા શા માટે કરતા હશે?” પણ આનું સમાધાન એમ સમજવું કે “ભલે વ્યંજનોના ઉચ્ચારણમાં નવા કાળની અપેક્ષા ન હોય, છતાં જેટલાં વ્યંજન વધારે હોય એટલો ઉચ્ચારણમાં પ્રયત્ન તો વધુ કરવો જ પડે છે. આથી પ્રયત્નને આશ્રયીને ગૌરવ આવી પડે છે. આમ ભલે વ્યંજનોને આશ્રયીને માત્રાકૃત = કાળાશ્રિત ગૌરવ બતાવ્યું હોય, પરંતુ તેને ઉપચરિત = કલ્પિત સમજવું અને વાસ્તવિકતાએ તેને પ્રયત્નાશ્રિત ગૌરવરૂપે ગ્રહણ કરવું. કેટલાક વ્યાકરણકારો ‘વ્યંજનોના ઉચ્ચારણમાં વધુ કાળ અપેક્ષિત છે' તેવું માને છે. (જુઓ ૧.૪.૬૬ બૃહન્યાસ)