________________
ઉપરોકત સ્થળે પાણિનિ વ્યાકરણમાં સર્વાદિ નામોને સર્વનામ સંજ્ઞા કરનારું અલગ ‘૧.૧.૨૭’ સૂત્ર રચ્યું છે, xvii અને ત્યારબાદ સ્પ્રે, સ્માત્ વિગેરે આદેશ કરવા અલગ ‘૭.૧.૧૪, ૭.૧.૧૫’ આદિ સૂત્રો બનાવ્યા છે. જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં આવું કોઇ સર્વનામ સંજ્ઞાને બતાવતું સૂત્ર નથી બનાવ્યું અને સીધા જ ‘૧.૪.૭’ વિગેરે સૂત્રોથી સ્મે, સ્નાત્ આદિ આદેશો કર્યા છે. આમાં થયું છે એવું કે પાણિનિ ઋષિએ સર્વાદિ નામોને સર્વનામ સંજ્ઞા આપ્યા પછી સર્વાદિ નામોના પ્રયોજનવાળા હરકોઇ સૂત્રમાં સર્વનામ શબ્દનો વપરાશ કર્યો છે(A). જ્યારે કલિકાલસર્વજ્ઞશ્રીએ સર્વત્ર સર્વાતિ શબ્દ જ વાપર્યો છે(B). કેમ કે આ રીતે વધારાનું સંજ્ઞા સૂત્ર બનાવવું, તે ઉપરાંત બધે સર્વાતિ શબ્દને બદલે સર્વનામ શબ્દ વાપરી માત્રામૃત ગૌરવ કરવું તે તેમને ઉચિત ન લાગ્યું. અહીં કોઇ એમ કહે કે “પાણિનિ ઋષિએ સર્વાદિ નામોને જે સર્વનામ સંજ્ઞા આપી છે તે નકામી નથી આપી. કેમ કે તેઓશ્રી सर्वेषां नामानि = સર્વનામાનિ વ્યુત્પત્યનુસાર સર્વનામ સંજ્ઞા પામેલાં દરેક સર્વાદિ શબ્દો દુનિયાના અખિલ પદાર્થોના વાચક બનવાના સામર્થ્યવાળા છે તેમ સૂચવવા માંગે છે અને આથી જ હરકોઇ નામના બદલામાં સર્વનામ શબ્દોનો વપરાશ થઇ શકે છે. સિદ્ધહેમ વ્યાકરણમાં આ આવશ્યક સંજ્ઞા નથી આપી માટે એટલી અધુરપ કહેવાય.’’ તો આ વાત બરાબર નથી. કેમ કે મૂળ તો સર્વાદિ શબ્દોને દુનિયાના હરકોઇ પદાર્થોના વાચક તરીકે અર્થાત્ તેઓ દરેક પદાર્થોના વિશેષ નામના બદલામાં વાપરી શકાય છે તેમ બતાવવું છે, તો આ અર્થ તો સર્વાદિ શબ્દના સર્વમ્ આવીયતે = વૃદ્ઘતે અભિધેયત્વેન યેન = સર્વાવિ:C) (જેના દ્વારા વિશ્વની સમગ્ર વસ્તુઓ અભિધેય રૂપે = વાચ્ય રૂપે ગ્રહણ કરાય છે તે સર્વાદિ) વ્યુત્પત્તિ પરથી પણ પ્રાપ્ત થઇ શકે છે. માટે સ્પષ્ટ છે કે પાણિનિ વ્યાકરણનું ‘૧.૧.૨૭’ સંજ્ઞા સૂત્ર નકામું છે, તથા સૂત્રોમાં બધે સર્વનામ શબ્દ વાપરવામાં માત્રાકૃત ગૌરવ પણ આવે છે.
બીજું કહીએ તો સર્વાદિ નામો અમુક અર્થમાં સર્વાદિ (પાણિનિના હિસાબે સર્વનામ) ગણાય છે અને બહુવ્રીહિ આદિ અન્યાર્થપ્રધાન - અત્યર્થપ્રધાન સમાસોમાં તેઓ સર્વાદિ ગણાતા નથી તે જણાવવા પાણિનિ વ્યાકરણમાં ઉપર દર્શાવેલાં ‘૧.૪.૨૮’ વિગેરે અનેક સૂત્રો બનાવ્યાં છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં આ રીતે જુદા સૂત્રો બનાવવા આવશ્યક નથી ગણ્યા. કેમ કે વ્યક્તિ જ્યારે સૌ પ્રથમ ‘સર્વાવેઃ સ્મ-સ્માતો ૧.૪.૭’સૂત્રમાં સર્વાદિ શબ્દ જોશે એટલે તરત જ તે સર્વાદ ગણપાઠમાં કયા કયા નામો સમાયેલા છે તે જાણવા વૃત્તિમાં નજર કરવાનો જ છે. ત્યાં તે નામો કયા અર્થમાં સર્વાદિ ગણાય છે અને બહુવ્રીહિ) આદિ કયા સમાસોમાં સર્વાદિ ગણાતા નથી તે જણાવી જ દીધું હોવાથી તે જણાવવા જુદા સૂત્રો બનાવવાની કોઇ આવશ્યકતા રહેતી નથી.
(A) સર્વનામ્નસ્તૃતીયા ૨ (પા.મૂ. ૨.રૂ.૨૭), અવ્યયસર્વનામ્નામo (પા.ટૂ. ૧.રૂ.૭૨), સર્વનામ્નઃ સ્પ્રે (પા.ટૂ. ૭.૨.૨૪), આમિ સર્વનામ્ન: સુટ્ (પ.પૂ. ૭.૧.૧૨), સર્વનાનઃ સ્યા (પ.મૂ. ૭.રૂ.૨૪) વિગેરે. (B) સર્વાવે: સ્મ-સ્માતો ૧.૪.૭, સર્વોવેર્ડસ્ફૂર્વા: ૧.૪.૨૮, સર્વાયોઽસ્યાનો રૂ.૨.૬, સર્વાવિવિ રૂ.૨.૨૨૨, સર્વા: સર્વા: ૨.૨.૨૬, સર્વાવે: પથ્થા૦ ૭.૧.૧૪, સર્વાવેરિન ૭.૨.૧૧.
(C) ૧.૪.૭ બૃહન્યાસ જુઓ.
(D) सर्वादेरिति षष्ठीनिर्देशेन तत्सम्बन्धिविज्ञानादिह न भवति प्रियाः सर्वे यस्य तस्मै प्रियसर्वाय, सर्वानतिાન્તય અતિસર્જાય, દૌ અન્યો અસ્ય તમે ધન્યાય, અન્યાય, પ્રિયપૂર્વાય। (૧.૪.૭ બૃહત્કૃત્તિ)