________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૫૬
પ્રધાન અર્થ પોતાથી બોધિત ન'તો થતો તેનો બોધ કરાવે છે, માટે તે ‘અજહસ્વાર્થ’ ઉપસર્જન પદ કહેવાય. અહીં બન્ને પક્ષ પૈકી પ્રથમ પક્ષમાં શંકા થશે કે રાનપુરુષઃ સ્થળે જો રાનન્ પદ પોતાના ‘રાજા’ અર્થનો ત્યાગ કરશે તો ‘રાજા સંબંધી પુરૂષ' અર્થ શી રીતે જણાશે ? અને બીજા પક્ષમાં શંકા થશે કે રાનપુરુષઃ સ્થળે જો રાનન્ પદ પોતાના ‘રાજા’ અર્થનો ત્યાગ નહીં કરે તો પોતાના અર્થના પ્રતિપાદનમાં તત્પર રાનન્ પદ ‘પુરૂષ’રૂપ પર (પ્રધાન) અર્થનું પ્રતિપાદન શી રીતે કરી શકશે ? બન્ને પક્ષને લઈને હજુ પણ એક શંકા થશે કે રાનપુરુષઃ સ્થળે પુરુષઃ પદથી જ ‘પુરૂષ’ અર્થનો બોધ થઇ જાય છે, તો રાનન્ પદ દ્વારા ‘પુરૂષ’ અર્થનો બોધ શા માટે કરાવવો પડે ? આ બધી શંકાઓના જવાબ અતિ વિસ્તારપૂર્ણ હોવાથી તેને માટે ‘પાણિ. રૂ. ૨.૧.૧ મહાભાષ્યપ્રદીપોોત, વાક્યપદીય વૃત્તિસમુદ્દેશ અને ન્યાયસમુચ્ચય તરંગ-૨૯’ વિગેરે ગ્રંથો અવલોકનીય છે.
(શંકા :- સર્વાદિ ગણપઠિત પૂર્વ વિગેરે સાત શબ્દો ‘દિશા-દેશ-કાળ અને સ્વભાવ’ અર્થના વાચક હોય ત્યારે જ સર્વાદિ ગણાય છે, જે આગળ વિવરણમાં જોઇ ગયા. આમ પૂર્વ વિગેરે શબ્દો સર્વપદાર્થોના વાચક ન બનવાથી તેઓ સર્વાદિ શી રીતે ગણાશે ?
સમાધાન ઃ - સર્વાદિ સંજ્ઞાના લાભાર્થે અમે જે સર્વપદાર્થોનું વાચકત્વ હોવું આવશ્યક ગણાવ્યું છે, તે સ્વ વિષયની અપેક્ષાએ સમજવું. અર્થાત્ ‘ગોત્વ’ જાતિ સર્વગત ગણાવા છતાં તે ગવેતર અશ્વાદિ પદાર્થોમાં વર્તતી ન હોવાથી તેનું સર્વગતત્વ જેમ સ્વાશ્રય ‘ગો’ વૃત્તિતાની અપેક્ષાએ ગ્રહણ કરાય છે, તેમ પૂર્વ આદિ શબ્દસ્થળે પણ સર્વાદિ સંજ્ઞાનું પ્રાપક સર્વપદાર્થવાચકત્વ સ્વવિષય (= પૂર્વ વિગેરે સાત શબ્દના વિષય) દિશા-દેશ-કાળ અને સ્વભાવ પદાર્થની અપેક્ષાએ ગ્રહણ કરવું. આમ સ્વવાસ્થ્ય દિશાદિ પદાર્થોની અપેક્ષાએ પૂર્વ આદિ શબ્દો સર્વપદાર્થોના વાચક બનતા તેઓ સર્વાદિ ગણાશે.
શંકા :- ઘટ શબ્દ પણ સ્વવિષય ‘ઘટ’ પદાર્થની અપેક્ષાએ સર્વપદાર્થનો વાચક બને છે. તો શું તેને સર્વાદ ગણશો ?
સમાધાન :- ના ભાઇ, જે શબ્દ પોતાની એક શક્તિને આધારે જ પરસ્પર વિરુદ્ધ અનેક પ્રકારના પદાર્થોનો બોધક(A) બનતો હોય તે શબ્દ જ સ્વવિષયની અપેક્ષાએ સર્વપદાર્થનો વાચક ગણાશે. ઘટ શબ્દ પોતાની એક
(A) सकृद्गृहीतशक्त्यैव स्वप्रवृत्तिनिमित्ताश्रयविरुद्धानेकजातीयार्थबोधकानामेव सर्वनामपदेन ग्रहणात् । (व्या.म. भाष्य १.१.२७ वा. ६ उद्द्योत) सकृत्पदोपादानाद् असकृद्गृहीतशक्त्यैव स्वप्रवृत्तिनिमित्ताश्रयविरुद्ध-वानरत्वभेकत्वाद्यनेकजातीयार्थबोधक - हरिशब्दस्य, विरुद्धपदोपादानाद् द्रव्यत्वघटत्वाद्यनेकजातीयार्थबोधकघटादिशब्दस्य, जातिपदोपादानाच्च तद्व्यक्तित्वैतद्व्यक्तित्वाद्यनेकधर्मवदर्थबोधकपटादिशब्दस्य न सर्वनामपदेन ग्रहणमित्याशयः । (तत्रत्य एव उद्योततत्त्वालोकः)