________________
૭૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નાતિપ્રદA)' ન્યાયનો આશ્રય કરવામાં આવે તો ભલે આ સૂત્રમાં વર્ણને હસ્વાદિ સંજ્ઞાઓનું વિધાન કર્યું હોય, છતાં તે સંજ્ઞાઓ વર્ણસમુદાયને પણ લાગુ પડી શકે છે, માટે જ પ્રતસ્ય સ્થળે વ્યંજનસમુદાયને લઇને તું આગમની આપત્તિ આપેલી, તે ‘મોન્તા' ની અનુવૃત્તિ લઇ ટાળી દેવામાં આવી હતી. પરંતુ તિતડછત્રમ્ સ્થળે મ + ૩વર્ણસમુદાયને આ સૂત્રથી દીર્થસંજ્ઞા થવા પૂર્વક રૃના દ્ધિત્વવિકલ્પની આપત્તિ તો ઊભી જ રહેશે.
સમાધાન - જાતિની જેમ વ્યક્તિ પણ શબ્દથી વાચ્ય પદાર્થ છે. તેથી વ્યકિતનો આશ્રય કરીએ તો વપ્રદ તિહUાન'ન્યાયને અવકાશ નથી. તેથી આ + ૩ વર્ણસમુદાયને આ સૂત્રથી દીર્ધસંજ્ઞા ન થવાથી ધિત્વના વિકલ્પની આપત્તિ ન આવતા રેગ્ય:' સૂત્રથી નિત્ય ધિત્વ થશે.
શંકા - પરંતુ તમે આ રીતે જાતિપક્ષને ટાળી વ્યકિત પક્ષનું ગ્રહણ શેના આધારે કરી શકો?
સમાધાન આ સૂત્રમાં વર્ષ શબ્દનું રજ-દ્વિ-ત્રિમાત્ર એવું જે વિશેષણ વાપર્યું છે તેના આધારે અમે જાતિપક્ષને ટાળી વ્યકિતપક્ષનો આશ્રય કરી શકીએ છીએ. તે આ રીતે – જાતિને સ્વરૂપથી પરિમાણ (= એક, બે કે ત્રણ માત્રાત્મક કાળ) સંભવતો નથી, જ્યારે વર્ણવ્યક્તિને તે સંભવી શકે છે. આમ એક, બે, ત્રણ માત્રાત્મક કાળનો વર્ણ પદ વાચ્ય વર્ણત્વજાતિની સાથે અન્વયે સંભવતો ન હોવાથી સમજી શકાય એવું છે કે વર્ષ શબ્દથી વ્યક્તિપક્ષને આશ્રયી વર્ણવ્યકિતને જ લેવાની રહે.
શંકા - વર્ણત્વ જાતિ વર્ણવ્યક્તિને આશ્રયીને રહેનારી છે. તેથી જે વર્ણની સાથે જેટલી માત્રાનો અન્વય થશે તેટલી માત્રાનો વર્ણ દ્વારા સદાશ્રિત જાતિ સાથે પણ અન્વય થઇ જશે. આમ જાતિને પરિમાણ સંભવી શકે છે.
સમાધાન - જો આમ માનશો તો એક માત્રાવાળા વર્ણ, બે માત્રાવાળા વર્ણ અને ત્રણ માત્રાવાળા વર્ણ આમ એક એક પ્રકારના વર્ણવ્યક્તિઓથી જણાતી વર્ણવજાતિ પણ એક, બે અને ત્રણ માત્રાવાળી આમ જુદી જુદી થશે. તેથી એક, બે ને ત્રણ માત્રાવાળા સમસ્ત વર્ણસમુદાયથી વ્યંગ્ય (ઓળખાય એવી) એક વર્ણવ જાતિ નહીં માની શકાય. વળી મુળે સમવતિ જોત્પના ચાય” (મુખ્યની સાથે અન્વય સંભવતો હોય તો ગૌણની સાથે અન્વયની કલ્પના ગૌરવાસ્પદ બને) આવો નિયમ છે. જેની સાથે સાક્ષાત્ અન્વયે થતો હોય તે મુખ્ય કહેવાય અને જેની સાથે પરંપરાએ અન્વય થતો હોય તે ગૌણ કહેવાય. માત્રાનો સાક્ષાત્ અન્વયે વર્ગની સાથે છે, તેથી તેને મુખ્ય ગણાય અને વર્ણાશ્રિત વર્ણત્વજાતિ સાથે માત્રાનો અન્વય વર્ણ દ્વારા પરંપરાએ છે માટે તેને ગૌણ ગણાય. આમ જાતિપક્ષનો આશ્રય કરવા પરંપરાએ વર્ણત્વજાતિની સાથે ગૌણપણે માત્રાનો અન્વય કરી ગૌરવ કરવું, તેના કરતા વ્યક્તિપક્ષને સ્વીકારી માત્રાનો મુખ્યપણે વર્ણની સાથે અન્વય કરવો વ્યાજબી ગણાય. (A) સૂત્રમાં વર્ણના ગ્રહણની વાત હોય તો તેનાથી વર્ણવજાતિનું ગ્રહણ કરવું. જેથી તેને અવિનાભાવી સકલવર્ણનું
અર્થાત્ વર્ણસમુદાયનું ગ્રહણ થઇ શકે.