________________
૨.૨.૩
૩૯ ઉત્પત્તિથી લઇને તેના અંત સુધી તેમાં જ રહે છે. ગુણની જેમ વચ્ચેથી ચાલી જતી નથી. તથા કેરીમાં રહેલ આમૃત્વ જાતિ કેરીમાં જ રહે છે, લીલા વર્ણ (ગુણ) ની જેમ ઘાસમાં પણ રહે તેવું નથી.
ચોથા અને પાંચમાં સ્વરૂપ દ્વારા ગુણને જે અનિત્ય અને નિત્ય સ્વરૂપે બતાવ્યા, તેનાથી ગુણ ક્રિયાથી ભિન્ન સ્વરૂપે સિદ્ધ થાય છે. કેમકે દરેક ક્રિયા અનિત્ય જ હોય છે, નિત્ય અને અનિત્ય નહીં.
વળી પ્રથમ પાંચેય સ્વરૂપો દ્રવ્યમાં ઘટે છે, કેમકે અવયવી દ્રવ્ય અવયવદ્રવ્યમાં રહે છે; જેમકે પટ તંતુમાં. ક્યારેક છુટ્ટા પડી ગયેલા તંતુ બચે છે અને તેમાં રહેતો પટ ચાલ્યો જાય (નાશ પામે) છે. વળી હસ્તત્વ, પાદત્વ વિગેરે ભિન્ન જાતિવાળા હાથ, પગ આદિ અવયવોમાં શરીર દ્રવ્ય રહે છે તથા ચણકાદિ દ્રવ્ય અનિત્ય છે અને પરમાણુ દ્રવ્ય નિત્ય છે. આમ ગુણના પ્રથમ પાંચ સ્વરૂપ દ્રવ્યમાં ઘટમાન થતા ગુણને દ્રવ્યથી જુદા સિદ્ધ કરવા છઠું સ્વરૂપ બતાવ્યું છે કે દ્રવ્યથી ભિન્ન હોય તે ગુણ કહેવાય. આમ ઉપરોકત કારિકા દ્વારા દ્રવ્ય, ક્રિયા અને જાતિથી ભિન્ન રૂપે ગુણનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૩) વ્ય: - (a) વિશેષ્ય વ્ય, (b) નાવો વ્યર્ (નૈયાયિક) - ગુણનો આશ્રય તે દ્રવ્ય.
(૪) જાતિ ... (a) અનુવૃત્તપ્રત્યયદેતુનારિકા – માં જે , માં .... એવી અનુગત બુદ્ધિમાં જે હેતુ છે તે ગોત્વ વિગેરે જાતિ છે.
(b) લાકૃતિપ્ર” નાિિર્તાનાં ઘર સર્વપ સકૃતાક્યાતના જોત્ર : સરો
ઉપરોકત શ્લોકમાં સાક્ષાતનિર્ણાહ્યા પદ જાતિના સ્વરૂપને બતાવનાર છે. વિવક્ષિત જાતિને કોઈ એક સ્થળે એકવાર બતાવી દેવામાં આવે પછી તે અન્ય સ્થળે પણ સ્વતઃ જણાઇ આવે છે. જેમકે કોઈ એક કાળી ગાય સ્થળે “આ ગાય છે” એમ કહી ગાય ઓળખાવવામાં આવે ત્યારે વ્યકિત તેમાં રહેલી ‘ગોત્વ' જાતિને જાણી લે છે. પછી બીજી ધોળી વિગેરે કોઇપણ ગાય જો તે વ્યકિતના જોવામાં આવે તો પણ તે તરત તેમાં રહેલી ગોત્વ જાતિને પકડી ‘આ ગાય છે એમ સ્વતઃ જાણી લે છે. અર્થાત્ ગોત્વ જાતિ દરેક ગામમાં આ ગાય છે, આ ગાય છે' આવી અનુગત બુદ્ધિ કરાવવાનું કામ કરે છે. આ રીતે અન્ય જાતિ અંગે પણ સમજી લેવું. આ સિવાય જાતિ એક, નિત્ય અને પ્રત્યેક વ્યકિતમાં રહેનાર હોય છે. અર્થાત્ ગોત્વ જાતિ આખી દુનિયામાં એક જ, નિત્ય તેમજ દરેક ગાયમાં રહે છે. જો એક ન માનવામાં આવે અર્થાત્ દરેક ગાયમાં જુદું જુદું ગોત્વ રહે છે એમ માનવામાં આવે તો એક ગાયમાં ગોત્વ પકડાયા પછી પણ બીજી ગાયમાં રહેલું ગોત્વ જુદું હોવાથી તેને ગાય તરીકે ઓળખી ન શકાય. જો જાતિને નિત્ય માનવામાં ન આવે તો ગાયનો નાશ થતા ગોત્વ જાતિનો પણ નાશ થવાથી બીજી ગાયોમાં ગોત્વ જાતિને ગ્રહણ કરવી શક્ય ન બને. પછી તેમને ગાય તરીકે શી રીતે ઓળખવી?