________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને
આમ તો કમળ પણ પોતાના સંબંધી વિવક્ષિત નીલવર્ણને ભમરા વિગેરે અનેક દ્રવ્યોમાં રહેતા બીજા નીલવર્ણોથી જુદું તારવે છે, માટે કમળને પણ નીલવર્ણના વિશેષણરૂપે માનવાનો પ્રસંગ આવે. તેથી વિશેષણ અને વિશેષ્ય કોણ બને ? એ વ્યવસ્થા ખોરવાતા ‘પ્રધાનાડનુવાયિનોઽપ્રયાના ભવન્તિ’ ન્યાય મુજબ બેમાંથી જે પ્રધાન હોય તેને વિશેષ્ય બનાવવાની વાત છે. દ્રવ્ય એ ગુણનો આધાર હોવાથી પ્રધાન ગણાય, માટે તે વિશેષ્ય ગણાય. જ્યારે ગુણ દ્રવ્યના આધારે ટકેલાં હોવાથી આધેય બનવાથી અપ્રધાન ગણાય, માટે તેઓ વિશેષણ કહેવાય. આમ નીલગુણ વિશેષણ અને કમળદ્રવ્ય વિશેષ્ય બનશે. આ વાતને ધ્યાનમાં રાખી વિશેષાં મુળ:' વ્યાખ્યા કરી હોય એમ જણાય છે. (આગળ આવનાર ‘વિશેષં દ્રવ્યમ્’ વ્યાખ્યા પણ આના પરથી સમજી લેવી.) (b) 'सत्त्वे निविशतेऽपैति पृथग्जातिषु दृश्यते । (A) आधेयश्चाक्रियाजश्च सोऽसत्त्वप्रकृतिर्गुणः ।।' અર્થ :- સત્ત્વ એટલે દ્રવ્ય. જે વસ્તુ દ્રવ્યમાં જ રહે છે. વળી દ્રવ્યમાંથી ચાલી પણ જાય છે. “ભિન્ન જાતિવાળા પદાર્થોમાં પ્રાપ્ત થાય છે. ક્યાંક આધેય(B) એટલે કે ઉત્પાઘ (અનિત્ય) હોય છે, તો વળી ક્યાંક ક્રિયાને આશ્રયી ઉત્પન્ન ન થનારી એટલે કે અનુત્પાઘ (નિત્ય) હોય છે, તે દ્રવ્યના સ્વભાવથી રહિત વસ્તુને ગુણ કહેવાય.
(5)
(6)
૩૮
ભાવાર્થ : – અહીં ગુણને ઓળખાવવા તેના છ સ્વરૂપ બતાવ્યા છે. (1) ‘ગુણ’ દ્રવ્યના આધારે જ રહે છે. ગુણ, ક્રિયા કે જાતિ વિગેરેના આધારે નહીં. (2) ગુણ ક્યાંક દ્રવ્યમાંથી ચાલ્યા જતા પણ જોવા મળે છે. જેમ કે લીલી કેરી પાકીને પીળી થતા તેમાંથી લીલા વર્ણ રૂપ ગુણ ચાલ્યો જાય છે. (3) ગુણ જુદી-જુદી જાતિવાળા જુદા જુદા પદાર્થોમાં પણ પ્રાપ્ત થાય છે. જેમ કે લીલો વર્ણ આમ્રત્વજાતિવાળી કાચી કેરીમાં જોવા મળે છે, તેમ
તૃણત્વ જાતિવાળા લીલા ઘાસમાં પણ પ્રાપ્ત થાય છે. (4) ગુણો ઉત્પન્ન થતા જોવામાં આવે છે. જેમકે અગ્નિના સંયોગથી કાળા ઘડામાં રક્તરૂપની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે અર્થાત્ તેઓ અનિત્યરૂપે મળે છે. (5) તો વળી કયાંક ગુણો અનુત્પન્ન (નિત્ય) સ્વરૂપે પણ જોવામાં આવે છે. જેમકે આકાશમાં રહેલું પરમમહત્ પરિમાણ. (6) વળી જે દ્રવ્યના સ્વભાવવાળા નથી હોતા અર્થાત્ દ્રવ્યથી ભિન્ન હોય છે, તેમને ગુણ કહેવાય છે.
ઉપરોકત પ્રથમ ત્રણ સ્વરૂપ બતાવવાથી ગુણ જાતિથી ભિન્નરૂપે સિદ્ધ થાય છે, કેમકે જાતિ કેવળ દ્રવ્યમાં ન રહેતા ગુણ, ક્રિયામાં પણ રહે છે; જેમકે સત્તા જાતિ. વળી જાતિ યાવદ્રવ્યભાવી હોય છે. અર્થાત્ તે દ્રવ્યની (A) લા. સૂ. સંપાદિત ન્યાસમાં આપેયજી યિાનશ્ચ એવો પાઠ છપાયો છે. .સૂ. ૪.૬.૪૪ વ્યા. મ. ભાષ્ય પ્રદી૫માં ઉપર મુજબનો પાઠ છે, જે શુદ્ધ જણાય છે.
(B) આપેય તિ = ઉત્પાદ્ય: – યથા ઘટાડે: વાળનો રૂપતિ:। યિાનઃ = અનુત્પાદ્ય: યથાડવા વેÉહત્ત્વવિ:। (પ.પૂ.
=
૪.૨.૪૪, વ્યા. મ. ભાષ્ય પ્રવીq)