________________
*
:: ઉપકારમૂિ
દીક્ષામાર્ગ જ્યારે સુના વગડા જેવો વેરાંન બની ગયેલો ત્યારે પોતાનો પ્રચંડ પુરૂષાર્થ ફોરવી તેને નંદનવન સમો બનાવનારા તથા દીક્ષા એ જ સાચા સુખનો માર્ગ છે x આવું લોકમાનસમાં બરાબર ઠસાવનારા ગીતાર્થશિરોમણી – સંઘસન્માર્ગદર્શક X - સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી
મહારાજા.
X
::
નમસ્કાર મહામંત્ર જેમનો પ્રાણ હતો, જેઓનું અંતઃકરણ મૈત્ર્યાદિભાવોથી પાવન હતું, જેઓને ધ્યાન અને સમાધિ સહજ હતી એવા અધ્યાત્મયોગી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજા.
જેઓમાં પરોપકારવૃત્તિ પરાકાષ્ઠાએ હતી, ત્યાગ-વૈરાગ્ય અને ક્ષમા વિગેરે ગુણોથી જેઓ સમૃદ્ધ હતા, અમારા કુટુંબમાં પહેલવહેલી દીક્ષા લેવા દ્વારા જેઓએ અમારા માટે દીક્ષામાર્ગ ખૂલ્લો કર્યો એવા (સંસારીપક્ષે કાકા) પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા.
જેમનું જીવન જીવતું જાગતું ચારિત્ર હતું, સંસ્કારનો વારસો આપવા દ્વારા જેઓ અમને ચારિત્રમાર્ગ સુધી ખેંચી લાવ્યા એવા (સંસારીપક્ષે દાદા) પ.પૂ. મુનિરાજશ્રી વારિષેણ વિજયજી મહારાજા.
જેમની છત્રછાયામાં અમે સુંદર આરાધના કરવા ભાગ્યશાળી બન્યા છીએ, જેમની સરળતા, આત્મલક્ષિતા અને હિતબુદ્ધિ હૃદયને સ્પર્શે એવી છે એવા (સંસારીપક્ષે મોટાભાઇ) ગુરુદેવ પ.પૂ. પંન્યાસશ્રી યુગપ્રભવિજયજી મ.સા.