________________
‘સૂરિામ’દીક્ષાશતાબ્દી વર્ષ
૧૦૦ વર્ષ પૂર્વે દીક્ષા અત્યંત દુર્લભ હતી, તેવા કાળમાં આપે આકરા સંઘર્ષો વેઠીને દીક્ષા લીધી. કોઇ પણ ભોગે દીક્ષામાર્ગને લોકહૈયામાં સ્થાપિત કરવાનો આપે નિર્ધાર કર્યો. પ્રવચનના માધ્યમે દીક્ષા ધર્મને એવો રૂચિકર બનાવ્યો કે જ્યાં વૃદ્ધોને ય સંસાર છોડવાનું મન નહોતું થતું, ત્યાં નાના બાળકો, કુમારો અને નવપરિણીત યુવાનો પણ સંસારનો ત્યાગ કરવા લાગ્યા. આંગળીના વેઢે ગણી શકાય એટલા ય સાધુ નહોતા, ત્યાં આજે આપશ્રીના પુરૂષાર્થ બળે હજારો સાધુઓના ‘ધર્મલાભ’ થી જૈનજગત ગુંજી રહ્યું છે.
એવા દીક્ષાની દુંદુભિનો નાદ વગાડનાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં તેઓશ્રીની દીક્ષાશતાબ્દી વર્ષ નિમિત્તે
આ ગ્રંથનું સાદર – સબહુમાન સમર્પણ ......