________________
१.१.२
કારણ વસ્તુગતસકલધર્મો વસ્તુત્વને વ્યાપક હોય છે. તેથી એકત્ર સમાનકાલીન હોવાથી કાલથી વસ્તુત્વ અને સકલવસ્તુધર્મોનો અભેદ છે. (૨) આત્મરૂપ - આત્મરૂપ એટલે સ્વરૂપ. જેમ વસ્તુત્વ એ વસ્તુનું સ્વરૂપ છે, તેમ સકલ વસ્તુધર્મો પણ વસ્તુનું સ્વરૂપ છે. આમ સ્વરૂપની અપેક્ષાએ બધા ધર્મો સમાન હોવાથી પરસ્પર અભિન્ન છે. (૩) સંસર્ગ - વસ્તુનો વસ્તુત્વધર્મ સાથે જેવો સંસર્ગ છે, તેવો જ અન્ય સઘળા ધર્મો સાથે છે. વસ્તુધર્મોથી સહિત વસ્તુ જ સારી રીતે જોડાણ (સમ્ + મૃન) એટલે કે સંસર્ગ પામે છે. આમ સંસર્ગની અપેક્ષાએ પણ બધા ધર્મોનો અભેદ છે. (૪) ગુણિદેશ – વસ્તુત્વ ગુણના ગુણી (= વસ્તુ)નો જે દેશ (ક્ષેત્ર) છે, તે જ દેશ વસ્તુના અન્ય ધર્મોના ગુણીનો છે. તેથી ગુણિદેશની અપેક્ષાએ પણ અભેદ છે. (૫) અર્થ - જે રીતે વસ્તુત્વનું અધિકરણ વસ્તુ અર્થ (દ્રવ્ય) છે, તે જ રીતે વસ્તુના સકલ ધર્મોનું અધિકરણ પણ એ જ અર્થ છે. આમ અર્થથી પણ વસ્તુત્વ ધર્મ અને વસ્તુગત સકલધર્મોનો અભેદ છે. (૬) સંબંધ - વસ્તુમાં વસ્તુત્વનો જે અવિષ્યભાવરૂપ સમવાય (કથંચિત્ તાદાભ્ય) સંબંધ છે, એ જ બાકીના સકલ ધર્મોનો પણ છે. આમ એક જ સંબંધથી રહેલાં હોવાના કારણે એ દરેક ધર્મો અભિન્ન છે. (૭) ઉપકાર – વસ્તુમાં અર્થક્રિયાના સામર્થ્ય રૂપ જે ઉપકાર વસ્તુત્વધર્મ દ્વારા કરાય છે, તે જ ઉપકાર સકલ ધ વડે પણ કરાતો હોવાથી ઉપકારથી પણ બધા ધર્મોમાં અભેદ છે. (૮) શબ્દ - જેમ વસ્તુ શબ્દ વસ્તુત્વધર્મનું પ્રતિપાદન કરે છે. તેમ વસ્તુગત શેષ સઘળા ધર્મોનું પણ પ્રતિપાદન કરે છે. કારણ કે શેષ ધર્મો વિના વસ્તુમાં વસ્તુત્વ અનુપપન્ન (અઘટમાન) છે. આમ દરેક ધર્મો એક શબ્દથી વાચ્ય હોવાથી પરસ્પર અભિન્ન છે.
પર્યાયાર્થિક નયની પ્રધાનતા (અને દ્રવ્યાર્થિક નયની ગૌણતા) હોય ત્યારે દરેક ધર્મો પરસ્પર ભિન્ન હોવાથી પરમાર્થથી કાલાદિ દ્વારા તે ધર્મોમાં ભેદ જ છે, પરંતુ ધર્મ-ધર્મી વચ્ચે અભેદોપચાર કરવાથી વસ્તુ શબ્દ યુગપત્ સકલધર્મથી વિશિષ્ટ વસ્તુ પદાર્થનું અભિધાન કરતો હોવાથી સકલાદેશ4) (પ્રમાણવાક્ય) માનવામાં વિરોધ નથી. તેથી ‘ાત્ વસ્તુ ઇત્યાદિ શબ્દ અનેકાંતાત્મક તત્ત્વનું પ્રતિપાદન કરે છે, માટે અનંતરૂપાત્મક વસ્તુના વાચક એવા શબ્દનો અસંભવ નથી. સકલાદેશ વાક્યથી યુગપસકલ ધર્મોનું એટલે કે સંપૂર્ણ વસ્તુનું કથન શક્ય છે.
સકલાદેશ વાક્ય સાત પ્રકારે છે. (૧) ચરિત્યેવ. વિવક્ષિત વસ્તુ કથંચિત્ છે જ. (૨) ચાત્રાધૈવ. વિવક્ષિત વસ્તુ કથંચિત્ નથી જ. (૩) ચાવંtવ્યમેવ. વસ્તુમાં વિધિ-નિષેધ ધર્મની એક સાથે કલ્પના કરાય
ત્યારે વસ્તુ કથંચિત્ અવકતવ્ય જ છે. (૪) ચાસ્તિનાન્ટેવ. ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પના કરાય તો વસ્તુ કથંચિત્ છે જ, કથંચિત્ નથીજ.અર્થાત્ વસ્તુ અસ્તિત્ત્વ અને નાસ્તિત્વ બંને ધર્મથી યુક્ત છે. (૫) ચાવસ્થવર્ગમેવ. વસ્તુમાં વિધિની અને એક સાથે વિધિ-નિષેધની કલ્પના કરાય ત્યારે વસ્તુ કથંચિત છે જ અને કથંચિત્ અવક્તવ્ય (A) તત્ર સનાદેશ પ્રભાવી વચમ્ (સાદમશ્નરી, વાચ-રરૂ)