________________
૩૩૭
१.१.४१
સમાધાનઃ- હા. પરંતુ સમાધ્ય. એવા નિર્દેશથી એકમાત્રાનું લાઘવ થાય છે. શંકા- માત્રાલાઘવ કરવા રચનાક્રમનોં કંઇ ભંગ ન કરાય.
સમાધાનઃ- ખરેખર તો નિમિત્તપદનો નિયમા પહેલાં જ પ્રયોગ કરવો જોઈએ.” એ ભ્રમ છે. ઘર કરી ગયેલાં એ ભ્રમનું ઉમ્મુલન કરવા માટે જ અહીં વ્યુત્કમથી નિર્દેશ કર્યો છે. જો કે પ્રચુર માત્રામાં તો પ્રયોગનો પ્રવાહ નિમિત્તિ-નિમિત્ત-કાર્ય એવો જોવા મળે છે, છતાં કો'ક સ્થળે વ્યત્યમથી પ્રયોગ જોવા મળે તો તે ગેરવ્યાજબી નથી, તેવો ખ્યાલ આપવા અહીંરચનાકમફેરવ્યો છે. છતાં સૂત્રનો અર્થ જ્યારે કરવાનો હોય ત્યારે અર્થને જણાવતાં વાક્યમાં નિમિત્તિનો પૂર્વમાં કરેલો પ્રયોગ જ સરળતાથી બોધ માટે થાય છે. આથી બુ. વૃત્તિમાં નિમિત્તિવાચક પદનો અર્ધ્વર્યશબ્દઃ આમ પૂર્વમાં પ્રયોગ કર્યો છે.
(2) મધ્યર્ધ શબ્દને સંખ્યાવત્ ગણાવવાના ફળરૂપે # પ્રત્યય સિવાય બીજો કોઇ પ્રત્યય સંભવતો નથી. માટે બુ. વૃત્તિમાં પ્રત્યયે આમ લખ્યું છે. જેમાં સંક્ષેપ કરવામાં આવે તેને સમાસ કહેવાય. અર્થાત્ વિવક્ષિત અર્થને જણાવતા સવિભકિતક પદો એના એ જ અર્થને જણાવતા હોવા છતાં જેમાં અદશ્ય વિભકિતવાળા કરી ટૂંકાવવામાં આવે છે, તેને સમાસ કહેવાય છે. અથવા બે કે બેથી અધિક પદોનું જેમાં એકીકરણ કરવામાં આવે છે, તેને સમાસ કહેવાય છે. અથવા આખાઅખંડ નામને આશ્રયીને જેમાં વિભક્તિનોલોપનથી થયો એવો મધ્યમાં વર્તતાવિભક્તિશૂન્ય નામોનો સમુદાય, તેને સમાસ કહેવાય. આમ 5 પ્રત્યય અને સમાસ કરવાનો પ્રસંગ હોય ત્યારે મધ્ય શબ્દ સંગાવત્ થાય છે.
(3) સૂત્રમાં -સમારે પદ છે. તેનો અર્થ " પ્રત્યય કે સમાસ કરે છતે' એવોન કરવો. કારણ કે પ્રત્યય કે સમાસ જો થઈ જ ગયો હોય તો કથ્થઈ શબ્દને સંખ્યાવત્ કરવાનું પ્રયોજન રહેતું ન હોવાથી પ્રસ્તુતસૂત્ર નિરર્થક ઠરવાની આપત્તિ આવશે.
હવે જો સૂત્રને સાર્થક માનશો તો સૂત્રનું તાત્પર્ય તો એ છે કે 'અય્યર્ધ શબ્દને સંખ્યાવત્ કરવા દ્વારા તેને ૪ પ્રત્યય કે સમાસ થાય.’ તેનો મતલબ એ થયો કે વ પ્રત્યય કે સમાસ હજા થયો નથી. જો વ પ્રત્યય કે સમાસ ન થયો હોય તો -સમારે નો અર્થ " પ્રત્યય કે સમાસ કરે છતે” એવો શી રીતે થઈ શકે?
માટે સમારે નો અર્થ ' પ્રત્યય કે સમાસની ભાવિમાં પ્રાપ્તિ હોતે છતે’ એવો કરવો. એ અર્થ સૂચવવા ખૂ. વૃત્તિમાં વિહિતે શબ્દને બદલે વિધાતળે નો પ્રયોગ કર્યો છે. જે તરતમાં થનાર હોય તેને વિધાતવ્ય કહેવાય. આશય એ છે કે કોઇપણ વિધાન પ્રયોક્તા દ્વારા કરાતા પહેલા તે તેની ઇચ્છાનો વિષય બને છે. જો વિધાન ઇચ્છાનો વિષય બને તો પાછળથી તે કૃતિનો વિષય બને. તેથી વિધાર્ચ એટલે હાલ વિધાન કરવાની ઇચ્છાનો વિષય અને પાછળથી અવશ્ય વિધાન કરાનાર.