________________
૩૩૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું ત્રિત્વ ધર્મનો જ વાચક હોવાથી ત્રિ શબ્દમાં નિયત વિષયના બોધની હેતુતા છે એમ સમજવું. ચતુર્ આદિ શબ્દો માટે પણ આ રીતે સમજવું. જ્યારે વહુ આદિ શબ્દોમાં આ રીતે નિયત વિષયના બોધની હેતુતા પ્રાપ્ત નહીં થાય. જેમકે ‘વહવો ઘટાઃ’ સ્થળે ઘટમાં વત્તુત્વ પ્રકારક નિશ્ચય હોવા છતાં ‘પાંચ, દશ કે વીસ, કેટલા ઘડા ?’ વિગેરે સંશયો જાગૃત થતા હોવાથી નિયત સંખ્યાત્મક વિષયના બોધની હેતુતા અહીં સંભવતી નથી. આથી યોગવિભાગ (સૂત્ર વિભાગ) પક્ષ બતાવ્યો છે. આ પક્ષે ઉપરોક્ત પક્ષે બતાવેલી નિયમાર્થતાની વાત ઘટતી નથી. કેમકે સંખ્યાકાર્યમાં વહુ અને ગળ શબ્દો સ્વયં સફળ થઇ જતા હોવાથી નિયમ થઇ શકતો નથી.
શંકાઃ- આ બન્ને પક્ષનું કથન ઉન્મત્તપ્રલાપરૂપ છે. પ્રથમાપક્ષ ઉપર બતાવ્યું તેમ ‘સફ્ળ્યા’ અને ‘વહુગળપ્’ આમ યોગવિભાગ કરી ‘સફ્ળ્યા’ અંશને અન્વર્થ ગણાવી પછીના ‘વહુ-ળમ્' અંશથી નિયમ કરે છે. બીજો પક્ષ ‘વધુ અને ગળ શબ્દોમાં નિયત સંખ્યાત્મક વિષયના બોધની હેતુતાનો અભાવ હોવાથી અર્થાત્ વહુ અને ળ શબ્દો કોઇ ચોક્કસ સંખ્યાના વાચક ન બનતા હોવાથી નિયમ કરનારો પ્રથમ પક્ષ વ્યાજબી નથી’ એમ કહે છે. કેમકે અહીં વહુ અને નળ શબ્દોનું પરસ્પર સાહચર્ય ‘સંઘ’ અને ‘વિપુલતા’ અર્થના વાચક વહુ અને ળ શબ્દોનું ગ્રહણ નથી થવા દેતું. પરંતુ આ બન્ને પક્ષ શી રીતે વ્યાજબી કહેવાય ? કેમકે સૂત્રમાં સ્વયં ગ્રંથકારે મેવ (નાનાત્વ = અનેકત્વ) શબ્દનું ગ્રહણ કર્યું છે. એથી સંખ્યાવાચક વહુ અને જળ શબ્દોનું જ ગ્રહણ થાય. ‘વિપુલતા’ અને ‘સંઘ’ અર્થના વાચક વહુ અને જળ શબ્દોનું નહીં. આમ ઇષ્ટ એવું ફળ સૂત્રમાં પેવ શબ્દના ગ્રહણથી જ સિદ્ધ હોવાથી ફળ મેળવવા નિયમનું કથન કે બહુTળ શબ્દોના પરસ્પર સાહચર્યનું કથન અનુચિત ગણાય.
સમાધાનઃ- ઉપરોક્ત બન્ને પક્ષો પૈકી કોઇપણ પક્ષે સૂત્રમાં મેવ શબ્દનું ગ્રહણ ન કરીએ તો પણ ઇષ્ટ ફળ મેળવી શકાય છે. તેથી સૂત્રમાં મેલ શબ્દનું ગ્રહણ ન કરવું જોઇએ. આ તાત્પર્યથી બન્ને પક્ષો કહેવાયા છે. માટે તેમનું કથન અનુચિત નથી.
શંકાઃ- જો સૂત્રમાં મેવ શબ્દનું ગ્રહણ ન કરવાનું હોય તો પૂર્વનું સૂત્ર અને આ સૂત્ર બન્ને મળી ‘વહુ-ળઉત્પતું સક્ક્લ્યા' આવું બનાવવું જોઇએ. અલગ સૂત્રો બનાવવા નકામા છે.
સમાધાનઃ- સાચી વાત છે. એક જ સૂત્ર બનાવવું જોઇએ એવું અમે પણ સ્વીકારીએ છીએ. આખું સૂત્ર જ અન્યર્થતા પક્ષમાં નિયામક બનશે, એમાં શું વાંધો આવે ?
શંકાઃ- છતાં સજ્જા શબ્દનાં અન્યર્થતા પક્ષે ‘ગણતરી કરનાર ' રૂપે ઃ આદિ શબ્દોનું ગ્રહણ ભલે થાય, પરંતુ અઠ્ઠુ આદિ શબ્દોનું ગ્રહણ શી રીતે થશે ? કેમકે વત્તુ વિગેરે શબ્દો દ્વારા આદિ શબ્દોની જેમ ગણતરી થઇ શકતી નથી.