________________
૩૨૩
શંકાઃ- જો બોધકતારૂપ શક્તિને લઇને બધા શબ્દો બધા અર્થના વાચક બનતા હોય તો તમારા મતે બધું કામ શક્તિથી જ પતી જતું હોવાથી શક્તિના ભ્રમથી કે લક્ષણાથી બોધ થાય છે વિગેરે વાત ઘટી નહીં શકે ?
૬.૨.૨૧
સમાધાનઃ- એવી જ વાત છે. અમે (વ્યાકરણકારોએ) શક્તિભ્રમથી કે લક્ષણાથી બોધ થતો સ્વીકાર્યો જ નથી. આ તો બીજાઓના મતે શક્તિભ્રમ અને લક્ષણાથી બોધનો વ્યવહાર છે. આમ શબ્દમાં વર્તતી બોધકતારૂપ શક્તિથી જ અર્થ જણાતા હોવાથી ‘સર્વે સર્વાર્થવાવા: 'આવો પૂર્વાચાર્યોનો વ્યવહાર છે.
જ
હવે આ પ્રમાણે હોતે છતે ‘વૃદ્ધિ’સંજ્ઞા વિગેરે પદોને વિશે જેમ આ-આર્-પે-ઓ આદિને જણાવવાની શક્તિ છે, તેમ તેમનામાં ઽતિ અને અતુ પ્રત્યયાન્ત શબ્દોને જણાવવાની શક્તિ હોવાથી દરેક પદ દ્વારા દરેક પદાર્થનો બોધ લૌકિકશક્તિથી જ સિદ્ધ હોવાથી ‘વૃદ્ધિ રેવોત્ રૂ.રૂ.૨' વિગેરે સંજ્ઞાસૂત્રો નકામા થવાથી તેઓ નિયમ કરે છે કે ‘મારા શાસ્ત્રમાં ‘સર્વે સર્વાર્થવાયાઃ ’નિયમ મુજબ ‘વૃદ્ધિ’ આદિ શબ્દોથી બધા અર્થનો બોધ નહીં થાય, પરંતુ તેમનાથી - આર્-પે-ઓ વિગેરેનો જ બોધ થશે.’ આમ સ્વાભાવિક લૌકિકશક્તિથી બધા અકૃત્રિમ પદાર્થોનો બોધ ન થતાં નિયમને આશ્રયી ચોક્કસ પ્રકારના કેટલાક કૃત્રિમ પદાર્થોનો જ બોધ થતો હોવાથી જણાય છે કે ‘ત્રિમાઽત્રિમો: કૃત્રિમ વ્હાર્યસમ્પ્રત્યયઃ' આવો ન્યાય છે.
ΟΥ
બીજા કેટલાક વૈયાકરણો આ વાતને સહન કરતા નથી. તેમનું કહેવું એમ છે કે સંજ્ઞાસૂત્રો જેમને વિશે શક્તિ નો ગ્રહ નથી થયો તેવી વસ્તુને વિશે શક્તિગ્રાહક રૂપે બનવાથી વિધિસૂત્ર રૂપે ગણાતા તેઓ નિયમ કરી શકતા નથી. વાત એવી છે કે વૃદ્ધિ વિગેરે શબ્દોમાં આ-આર્-પે-વિગેરેને જણાવવાની શક્તિ હોવા છતાં પણ લોકમાં વૃદ્ધિ આદિ શબ્દથી આ-આર્-પે-મો વિગેરેનો બોધ થતો ન હોવાથી વ્યવહાર વિગેરેને આશ્રયીને તેમનામાં વૃદ્ધિ આદિ શબ્દની શક્તિનો ગ્રહ નથી સંભવતો. તથા વૃદ્ધિ વિગેરે શબ્દોમાં આ-આર્-છે- વિગેરેને જણાવવાની પડેલી અજ્ઞાતશક્તિને લઇને પણ તેમનો બોધ નથી થઇ શકતો. માટે વૃદ્ધિ આદિને લગતા સંશાસૂત્રો ‘-આર્-પે- વિગેરેમાં વૃદ્ધિ આદિ શબ્દોની શક્તિ છે” આવું શક્તિનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં વિધાયક બનવાથી તેઓ નિયમ ન કરી શકે. માટે ઉપરોક્ત રીતે નિયમને આશ્રયીને ‘ત્રિમાઽકૃત્રિમો:૦'ન્યાયની સિદ્ધિ ન થઇ શકે.
.
શંકાઃ- જો તમે આમ કહેશો તો ‘સર્વે સર્વાર્થવારા: 'આ વાતની ઘટમાનતા શી રીતે થશે ?
સમાધાનઃ- ‘સર્વે સર્વાર્થ ’નિયમ તો યોગીજનની અપેક્ષાએ છે. કેમકે યોગીઓમાં એવી તાકાત હોય છે કે તેઓ કોઇપણ શબ્દને લઇને તે તે ધર્મને આગળ કરી દરેક પદાર્થને જાણી શકે છે અને આપણે સામાન્યજનો તે તે દરેક ધર્મના જ્ઞાનમાં અધૂરા હોવાથી કોઇ પણ શબ્દને લઇને તે તે ધર્મને આગળ કરી દરેક પદાર્થને જાણવાને સમર્થ બનતા નથી. આથી આપણી દષ્ટિએ ‘સર્વે સર્વાર્થ' નિયમ આંધળા માણસની હથેળીમાં મૂકેલા તીવ્ર પ્રકાશવાળા દીવા સમાન સમજવો.