________________
૩૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું (વ્યુત્પત્યર્થ પ્રમાણેના) ગોવાળ આદિ પદાર્થનો તો તે તેની મર્યાદાક્ષેત્રમાં જ ન આવવાથી કેમ બોધ ન કરાવે ? કેમકે નિયમ (સંકોચ) હંમેશા સજાતીય (સરખી) વસ્તુને લઇને થાય. આમ આપણે આપણી મૂળ વાત સાથે અનુસંધાન કરીએ તો લોકમાં કૃત્રિમના ગ્રહણમાં તેની કૃત્રિમતા કારણ ન બનતી હોવાથી પૂર્વોત શંકામાં કહ્યું તે પ્રમાણે ત્વ આદિના ગ્રહણાર્થે આ સૂત્રમાં સંક્ષી રૂપે એક વધુ સજ્જા શબ્દને મૂકવાની જરૂર નથી. કેમકે હ્ર આદિ શબ્દોને । સંજ્ઞા કર્યા વિના પણ ‘સડ્યા-તે ૬.૪.૨૩૦' આદિ સૂત્રોમાં તેમનું ગ્રહણ થઇ શકે છે.
सङ्ख्या
સમાધાન ઃ – ભલે કૃત્રિમના ગ્રહણમાં કૃત્રિમતા કારણ ન બને. પણ અર્થ કે પ્રકરણ આદિ લોકમાં અમુક અર્થને બાકાત કરી ચોક્કસ અર્થનો બોધ કરાવનાર રૂપે તો તમારા દ્વારા પણ સાદર સ્વીકારાય છે અને શાસ્ત્રમાં પણ પ્રકરણ વિદ્યમાન હોય તો ભલે અર્થવિશેષનો સ્વીકાર થાય. ઽતિ અને ઋતુ પ્રત્યયાન્તને સંખ્યા સંજ્ઞા કરાઇ છે, તેથી બુદ્ધિના સાંનિધ્યરૂપ પ્રકરણ પ્રસ્તુતમાં પણ જાગૃત છે. આશય એ છે કે જે શબ્દમાં અલગ અલગ અર્થને જણાવવાની અનેક શક્તિઓ હોય, ત્યાં કેવા પ્રકારની શક્તિના જ્ઞાનને આશ્રયી કયા અર્થને જણાવવાની ઇચ્છાથી વક્તા દ્વારા વિવક્ષિત શબ્દ બોલાયો છે, એનો શ્રોતાને નિશ્ચય નથી હોતો. શાબ્દબોધ (શબ્દોને લઇને થતા વાક્યાર્થબોધ)માં સમાન વિષયક તાત્પર્યનો નિશ્ચય કારણ હોવાથી ‘વક્તાનું કયા અર્થમાં તાત્પર્ય છે’ તેના નિશ્ચયના અભાવમાં શાબ્દબોધ થઇ ન શકતા પ્રકરણાદિને આશ્રયી વક્તાના તાત્પર્યનો નિર્ણય કરાય છે અને તાત્પર્યનો નિર્ણય થતા શાબ્દબોધ થઇ શકે છે. હવે આ પ્રમાણેની વ્યવસ્થા હોતે છતે પ્રસ્તુતમાં સા શબ્દમાં હ્ત્વ આદિ પદાર્થને જણાવવાની લૌકિકશક્તિ છે, જ્યારે ઽતિ અને ઋતુ પ્રત્યયાન્ત શબ્દોને જણાવવાની શાસ્ત્રીય શક્તિ છે. આથી કયા અર્થને જણાવવાની ઇચ્છાથી ‘સદ્ ા-ડતે૦ ૬.૪.રૂ૦’વિગેરે સૂત્રોમાં આચાર્યશ્રી દ્વારા ‘સા’ શબ્દ ઉચ્ચારાયો હશે, તેની જિજ્ઞાસા વર્તતા શાસ્ત્રકારે પોતે જ ‘ઉત્પતુ સન્યા' સૂત્ર બનાવી તિ અને ઋતુ પ્રત્યયાન્ત શબ્દોમાં સજ્જ્ઞા શબ્દની શક્તિ જણાવવાથી તે શી રીતે ત્ત્ત આદિ અન્ય અર્થને જણાવવાની ઇચ્છાથી ઉચ્ચારાય ? આથી જ્ઞાનરૂપ પ્રકરણની સહાયથી તિ અને ઋતુ પ્રત્યયાન્ત શબ્દોમાં જ સડા શબ્દને લગતા શાસ્ત્રકારના તાત્પર્યનો નિર્ણય થતા ‘સબ્બા-તે ૬.૪.૨૩૦’ આદિ સંખ્યાને લગતા પ્રદેશો (સ્થળો) માં સંખ્યા રૂપે ઇતિ અને અતુ પ્રત્યયાન્ત શબ્દોનો જ બોધ સંભવતા લૌકિક એવી ત્વ આદિ સંખ્યાનો ત્યાં બોધ ન થઇ શકે. આ વાતને લઇને ‘કૃત્રિમ ત્રિમયો: કૃત્રિમ જાર્યસમ્પ્રત્યયઃ' ન્યાય ફલિત થયો છે.
કેટલાક વૈયાકરણો એમ કહે છે કે “મારા વ્યાકરણશાસ્ત્રમાં આ શબ્દથી આ જ અર્થો જાણવા’ આ રીતે સંજ્ઞાસૂત્રો જે નિયમ કરે છે, તે ‘કૃત્રિમાઽકૃત્રિમયો:૦’ન્યાયમાં બીજ છે.’’ તે આ પ્રમાણે – કોઇપણ શબ્દને લઇને કોઇકને ‘આ શબ્દનો આ અર્થ થાય છે’, ‘આ શબ્દનો આ અર્થ થાય છે' આવો શક્તિનો ભ્રમ થવાથી, તો કોઇકને લક્ષણાને આશ્રયી પ્રત્યેક શબ્દ દ્વારા બધા જ અર્થના બોધની ઉત્પત્તિ થતી હોવાથી ‘બધા શબ્દો બધા અર્થના બોધક હોય છે’ આ વાત સિદ્ધ થાય છે. વૈયાકરણોના મતે ‘અર્થની બોધકતા’ એ જ શબ્દમાં વર્તતી અર્થને જણાવવાની શક્તિ છે. આથી બધા શબ્દોમાં બધા અર્થને જણાવવાની શક્તિ હોય છે આ વાત સિદ્ધ થાય છે.