________________
૩૦૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - પ્રત્યય સંજ્ઞા મોટી હોવાના કારણે પ્રત્યય શબ્દની આવૃત્તિનું અનુમાન કરવામાં આવે છે. તેથી એક પ્રત્યય શબ્દ વ્યુત્પત્તિમાં તત્પર છે અને બીજો પ્રત્યય શબ્દ સંજ્ઞામાં તત્પર છે. તેથી જે પ્રત્યાયક (અર્થ બોધક) હોય તે પ્રત્યય આવો અર્થ સિદ્ધ થશે.
શંકા - જો અર્થ બોધકને પ્રત્યયસંજ્ઞા કરશો તો વાર્તા વિગેરે સ્થળે જ વિગેરેને પ્રત્યયસંજ્ઞા નહીં થઈ શકે. કેમકે તેઓ કોઇ અર્થને જણાવતા નથી. જો તેમનો કોઈ અર્થ હોત તો હોય ત્યારે અમુક અર્થનું હોવું” અને “ ચાલ્યો જાય ત્યારે અમુક અર્થનું ચાલ્યા જવું આમ અન્વય-વ્યતિરેક દ્વારા નો કોઇ ચોક્કસ અર્થ જણાઇ આવત, પરંતુ વાત શબ્દનો પ્રયોગ કરો કે વાનવ શબ્દનો પ્રયોગ કરો, સરખો જ અર્થ જણાતો હોવાથી વનો કોઈ અર્થ પ્રાપ્ત નથી થતો. પાછું તર વિગેરે પ્રત્યયો જેમ પ્રકર્ષ” અર્થને પ્રકૃત્યર્થના વિશેષણ રૂપે ધોતિત કરે છે, તેમ આ જ વિગેરે પ્રત્યયો કોઇ અર્થનું ઘોતન પણ નથી કરતા કે જેને લઈને તેમને અર્થના બોધક ગણાવી શકાય. માટે તેમને પ્રત્યયસંજ્ઞા નહીં થઇ શકે.
સમાધાનઃ- “નિર્દિષ્ટાથ પ્રત્ય: વર્ષે ભવન્તિ ન્યાય મુજબ જે પ્રત્યયોનો કોઈ અર્થ બતાવ્યો ન હોય તેઓ સ્વાર્થમાં પ્રકૃતિના અર્થમાં) થાય છે. તેથી જે પ્રકૃતિનો અર્થ, તે જ સ્વાર્થિક વિગેરે પ્રત્યયોનો અર્થ આમ તેઓ અર્થના બોધક હોવાથી તેમને પ્રત્યયસંજ્ઞા થશે.
શંકા - આતો કેવળ કલ્પના છે. “અર્થવત્તા હોય તો પ્રત્યયસંજ્ઞા થઈ શકે આ પ્રમાણે કહેવાતા (અન્વયવ્યતિરેકને લઈને) વિગેરેને વિશે અર્થવત્તાનો અભાવ હોવા છતાં પણ સ્વાર્થને લઈને વિગેરેમાં અર્થવત્તા ઘટી શકે નહીં. તેથી સ્વાર્થવાળો તમારો જવાબ ખોટો છે. (‘અનિર્દિષ્ટાથ પ્રચય: સ્વાર્થે ભવત્તિ' ન્યાયના સ્વાર્થે પદનું તાત્પર્ય અર્થરાદિત્યે સમજવું.)
સમાધાનઃ - સારું, તો પછી પ્રત્યય શબ્દની વ્યુત્પત્તિ પ્રત્યાધ્યતે : સંપ્રત્યયઃ' (પ્રકૃતિ દ્વારા જેનો બોધ થાય તે પ્રત્યય) આમ બતાવશું.
શંકા - પ્રકૃતિ દ્વારા તો અર્થનો બોધ થાય, વિગેરેનો નહીં. તેથી આવ્યુત્પત્તિ મુજબ પણ વિગેરેને શી રીતે પ્રત્યયસંજ્ઞા થશે?
સમાધાન - બરાબર છે. પરંતુ પ્રકૃતિ દ્વારા જે અર્થ જણાય છે તે અર્થના ધર્મનો # વિગેરે પ્રત્યયોમાં ઉપચાર કરવાથી આ વ્યુત્પત્તિ વિગેરેમાં ઘટી શકે છે. ઉપચાર કરવાથી આવો અર્થ થશે - જેનો અર્થ પ્રકૃતિ દ્વારા જણાય તે પ્રકૃતિ દ્વારા જણાતા અર્થવાળો હોવાથી પ્રકૃતિ દ્વારા જણાતો કહેવાય. આમ તે સ્વાર્થિક પ્રત્યયસંશક થાય. ટૂંકમાં જેના અર્થનો પ્રકૃતિ દ્વારા બોધ થાય, ઉપચારથી તેનો બોધ પણ પ્રકૃતિ દ્વારા થતો ગણાય. માટે સ્વાર્થિક જ