________________
૨૯૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - પૂર્વે કહ્યું તો ખરા કે વાક્યભેદ કરવાથી પ્રથમ વાક્યમાં ભલે પ્રકૃત્યાદિ સ આદિની ઉત્પત્તિમાં નિમિત્તરૂપે (પરાર્થે) જણાવાથીગૌણ પડે, પરંતુ બીજા પ્રત્યયસંજ્ઞાના વિધાયક વાક્યમાં તેઓ સ્વાર્થમાં વર્તવાથી ગૌણ નથી પડતા. માટે તેમને પ્રત્યયસંજ્ઞા લાગુ પડશે.
સમાધાનઃ- વાક્યભેદને લઇને પણ બીજા વાક્યમાં કરાતી પ્રત્યયસંજ્ઞા સન્ આદિને જ લાગુ પડશે. જેમકે પ્તિનો રૂ.૪.' સૂત્રને લઈને વિચારીએ તો ત્યાં પ્રથમ વાક્ય પ્તિન: સન્ ભવતિ' (T અને તિ ધાતુને સન્ થાય છે) આવું થાય અને બીજું વાક્ય “સ ૨ (સન્ ૬) પ્રત્યયઃ' (અને તે જ પ્રત્યયસંજ્ઞક થાય છે.) આવું જ સ્વીકારવામાં આવે છે. આ રીતે અન્યત્ર પણ સમજવું. તેથી વાક્યભેદ કરો તો પણ સઆદિ જ પ્રકૃત્યાદિ નિમિત્તની અપેક્ષાએ પ્રધાન બનવાથી) પ્રત્યયસંજ્ઞા પ્રત્યે પ્રયોજક (સાકાંક્ષ) બને. આદિ જ પ્રયોજક એટલાં માટે બને છે, કેમકે તેમનો સંજ્ઞાના સંબંધના સ્વીકારને યોગ્ય એવી પ્રથમા વિભક્તિ દ્વારા નિર્દેશ કરવામાં આવે છે.
શંકા- બીજા વાક્યમાં તો ‘અર્થવશાત્ વિમmવિપરિણામ:'ન્યાયથી પ્રકૃત્યાદિનાવાચક પદો પણ પ્રથમાન્ત થઇ જાય છે. તેથી તેઓ પણ પ્રયોજક બનવા જોઇએ ને?
સમાધાનઃ- ના, અધિકૃત પ્રત્યય સંજ્ઞાનો સન્ આદિની સાથે અન્ય થવાથી તે ચરિતાર્થ થઇ જાય છે અને આરીતે ન્યાયના સહારે અધ્યાહત વિભક્તિને લઇને પ્રકૃત્યાદિની સાથે પ્રત્યયસંજ્ઞાનો અન્વય કરવો એ પણ અપ્રમાણિક
કહેવાય.
બીજી રીતે કહીએ તો બે વસ્તુની પરસ્પર આકાંક્ષા હોય તો સંબંધ થાય. આકાંક્ષા એક તરફી હોય તો સંબંધ ન થઇ શકે. જેમકે સીતા અને રાવણની બાબતમાં રાવણને સીતાની આકાંક્ષા હતી, પરંતુ સીતાને રાવણની આકાંક્ષા નહોતી, તો તેમનો સંબંધન થયો. તેમ પ્રસ્તુતમાં પ્રત્યયસંજ્ઞાને સંજ્ઞી રૂપે સન્ આદિની જેમ પ્રકૃત્યાદિની પણ આકાંક્ષા છે, પરંતુ પ્રકૃત્યાદિ સન્ આદિને પ્રત્યયવિધિ થવામાં નિમિત્ત થવારૂપે ઉપક્ષીણ થઇ ગયા હોવાથી અર્થાત્ તેઓ સન્ આદિના વિશેષણ થઈ ગયા હોવાથી ‘સાપેક્ષમસમર્થ'ન્યાયે તેઓ પ્રત્યયસંજ્ઞા પ્રત્યે સાકાંક્ષનરહેવાથી તેમને પ્રત્યયસંજ્ઞા ન થઇ શકે (B)
શંકા - શબ્દો નિત્ય છે. નિત્ય વસ્તુ વચ્ચે નિમિત્ત-નિમિતિભાવ (કારણ-કાર્યભાવ) ન સંભવે. કેમકે વસ્તુને કાર્યરૂપે બતાવીએ એટલે તે ઉત્પન્ન થનારી મનાતા તેની નિત્યતા હણાઇ જાય. તેથી પ્રસ્તુતમાં પ્રકૃત્યાદિ
તિનો આમ પંચમ્યાદિ વિભક્તિને સન્ આદિની ઉત્પત્તિમાં નિમિત્ત અને સન્ આદિ પ્રથમ વિભક્તિને લઈને તેમના નિમિત્તિ માનવું વ્યાજબી નથી. (A) નિમિત્તવાન્ = પ્રત્યતિનિમિત્તાપક્ષ પ્રધાનત્વત્િ (પા.ફૂ. રૂ.૨.૨ મ.મધ્યપ્રદીપોદ્યોતન) (B) અન્નભટ્ટ કૃત મ.ભાષ્યપ્રદીપની ઉદ્યોતન ટીકામાં જુદી રીતે સાકાંક્ષતાનો અભાવ બતાવે છે. ત્યાં કહે છે કે
"પ્રકૃત્યાદિને ધાતુ વિગેરે બીજી સંજ્ઞાઓ તથા જુદી વિભક્તિ હોવાથી તેમને પ્રત્યયસંજ્ઞાની આકાંક્ષા નથી.'