________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
એવી રીતે ‘વર્મોઽમ્ ૧.૨.૭૨' સૂત્રમાં બતાવેલ કર્મવાચક નામ ઉપપદ રૂપે પૂર્વાચાર્યો વડે ગ્રહણ કરાય છે. તે કર્મવાચક ઉપપદ નામનો મ્ભારઃ વિગેરે સમાસમાં પૂર્વમાં પ્રયોગ થાય છે. વાત એવી છે કે ‘પ્રથમો પ્રા રૂ.૧.૪૪૮' સૂત્ર મુજબ સમાસપ્રકરણના સૂત્રોમાં જે પદ પ્રથમા વિભક્તિમાં કહેવાયું હોય તેનાથી જણાતા પદનો સમાસમાં પૂર્વમાં પ્રયોગ થાય છે. ‘ડબ્લ્યુ હ્તા રૂ.૨.૪૧’સૂત્રમાં હસ્યુમ્ પદ પ્રથમાન્ત હોવાથી તેનાથી ‘ર્મળોડર્ .૧.૭૨’ સૂત્રમાં કહેલા કર્મવાચક ઉપપદ નામોનો સમાસમાં પૂર્વમાં પ્રયોગ પ્રાપ્ત થાય છે. તેથી મ્ભારઃ વિગેરે સમાસમાં કર્મવાચક ઠુમ્મમ્ ઉપપદનો પૂર્વમાં પ્રયોગ થાય છે અને અદ્ પ્રત્યયાન્ત વગર: પદનો પરમાં પ્રયોગ થાય છે. આમ ઉપપદને પ્રત્યય સંજ્ઞા થાય તો પણ તેનો પરમાં પ્રયોગ પ્રાપ્ત ન હોવાથી કોઇ આપત્તિ નથી.
૨૯૪
તથા લૌકિકપ્રયોગમાં કોને પૂર્વમાં મૂકવું અને કોને પરમાં મૂકવું તેનો નિયમ (ધારાધોરણ) ન હોવાથી ઉપાધિને પ્રત્યયસંજ્ઞા થવા છતાં તેનો પણ પરમાં પ્રયોગ પ્રાપ્ત નહીં થાય.
શંકા ઃ- લોકમાં ભલે ઉપાધિનો પરપ્રયોગ અનિયત હોય, છતાં વ્યાકરણશાસ્ત્ર દ્વારા તેને નિયત કરી લો ને ?
સમાધાન :- વ્યાકરણશાસ્ત્ર તો લોકમાં જે શબ્દો પરમાં પ્રયોગ કરાતા (સ્થિત) હોય તેનો જ અનુવાદ કરે છે. અર્થાત્ વ્યાકરણ જે રીતે નિયમ ઘડે, તે મુજબ લોક પ્રયોગ કરે તેવું નથી, પરંતુ લોકમાં થતા પ્રયોગોને જોઇ વ્યાકરણના નિયમો ઘડવામાં આવે છે. તેથી વ્યાકરણશાસ્ત્ર વિધાયક નથી, પણ અનુવાદક છે. માટે તેના દ્વારા ઉપાધિનો પરપ્રયોગ નિયત ન થઇ શકે.
અથવા માનો કે વ્યાકરણશાસ્ત્ર વિધાયક હોય તો ય ઉપાધિ એ શબ્દાત્મક નથી, પણ અર્થસ્વરૂપ છે. જેમકે પૂર્વે ઉપાધિ–વિશેષણનો ભેદ બતાવતા શ્લોકના અર્થમાં આપણે જોઇ ગયા કે 'વૃતિ-નાયા ૧.૨.૧૭’ સૂત્રમાં ‘પશુ’ અર્થ ઉપાધિ છે. આમ ઉપાધિ અર્થાત્મક હોવાથી તેને પ્રત્યયસંજ્ઞા થાય તો પણ તેનો પરપ્રયોગ શક્ય નથી.
શંકા :- તમારી વાત બરાબર નથી. પ્રકૃત્યાદિને જો પ્રત્યયસંજ્ઞા થાય તો તેમનો પરમાં પ્રયોગ થવાની આપત્તિ આવે જ. તમે કહો છો કે ‘તુર્ આદિ પ્રકૃતિનો અને સન્ આદિનો એકસાથે એકબીજાની અપેક્ષાએ પરમાં પ્રયોગ કરવામાં વિરોધ આવે છે’, પણ એકસાથે પ્રયોગ ન કરતા પર્યાય કરીને (ક્રમશઃ) તેમનો એકબીજાની અપેક્ષાએ પરમાં પ્રયોગ કરવામાં કોઇ વિરોધ નથી. તેથી પ્રકૃતિનો પરમાં પ્રયોગ થવાની આપત્તિ આવે જ.
સમાધાન :- 'ગુપ્તિનો પર્દા-ક્ષાન્તો સન્ રૂ.૪.' વિગેરે સૂત્રોમાં પંચમી વિભક્તિ કરી શુઆદિ પ્રકૃતિને સન્ આદિના અવધિ રૂપે બતાવી હોવાથી સન્ આદિનો પરમાં પ્રયોગ સિદ્ધ છે. પરંતુ ‘પરઃ ૭.૪.૨૧૮' પરિભાષાના બળે જો સન્આદિને અવધિ રૂપે કરી પ્રત્યયસંજ્ઞક નુ્આદિનો પરમાં પ્રયોગ કરવો હોય તો ‘ગુપ્તિનો ' વિગેરે સૂત્રમાં સન્ આદિના વાચક પદની વિભક્તિનો વિપરિણામ કરી તેમને પંચમ્યન્ત રૂપે બતાવવા જરૂરી બને કે જે અશક્ય છે. માટે પ્રકૃતિનો પરમાં પ્રયોગ અસિદ્ધ છે.