________________
१.१.३७
૨૭૩
કર્યું છે અને બાકીના ‘શ્વાઽન્તોઽત્ત્વસ્વરાત્'આટલા અંશ દ્વારા અલગથી નિના સંનિયોગમાં મિન્ વિગેરેને અંત્ય સ્વરની પછી ૢ આગમનું વિધાન કર્યું છે. આમ તે સૂત્રમાં વાક્યભેદને લઇને આગમનું પ્રધાનપણે વિધાન કર્યું હોવાથી તે ઉપાધિ બનતો નથી. તેથી તે થઇ શકશે.
આ પ્રમાણે ‘ન છુપાવે પાધિર્મવતિ, વિશેષળસ્વ વા વિશેષળમ્' આ ન્યાય અવશ્ય આશ્રય કરેલો થાય છે. અર્થાત્ આ ન્યાયનો આશ્રય કરવામાં કોઇ દોષ નથી. તેથી જ્યાં ગૌણ અને પ્રધાન હોય ત્યાં પ્રધાન જો વિશેષણની અપેક્ષા રાખતો હોય તો તેની સાથે વિશેષણનો અન્વય વ્યાજબી છે, પરંતુ ગૌણની સાથે વિશેષણનો અન્વય વ્યાજબી નથી. તેથી પ્રસ્તુતમાં ‘વ્યન્નનાદ્ ઘન્ .રૂ.૧૩૨' સૂત્રથી વિહિત ઘ† પ્રત્યય પ્રધાન છે અને સંજ્ઞા અર્થ ગૌણ છે. તેથી વત્તુતમ્ નો અન્વય પ્રધાન થત્ ની સાથે થશે, પણ ગૌણ એવી સંજ્ઞા સાથે ન થવાથી ‘ક્યાંક સંજ્ઞા સ્થળે અને ક્યાંક અસંજ્ઞાસ્થળે ઘન્ પ્રત્યય થાય છે’ આવો અર્થ પ્રાપ્ત નહીં થાય. તેથી અસંજ્ઞા અર્થમાં ‘વ્યજ્ઞનાવું ઘન્ ૧.રૂ.રૂર' સૂત્રથી ઘક્ પ્રત્યયાન્ત પ્રયોજ્ઞ શબ્દ નહીં બની શકે.
સમાધાન :- તો પછી વહુતમ્ ના આધારે ‘રાઽઽધારે ...?૨૧' સૂત્રથી કરણ અર્થમાં ઘઞન્ત પ્રયો। શબ્દ નિષ્પન્ન થશે. કેમકે વઘુત્તમ્ ની કારિકાના ‘ચિચયેવ’ અંશને લઇને તે સૂત્રથી અનટ્ પ્રત્યયને બદલે પન્ પ્રત્યય થઇ શકે છે.
આમ પ્રમુખ્યતે જાર્યમનેન = પ્રયો શબ્દ બની શકવાથી તેનો અર્થ ‘શાસ્ત્ર’ થશે અને અયોની સ્થળે રહેલ નક્ અલ્પાર્થક છે. ‘અલ્પ’ નો અર્થ આવો થશે કે ‘જેનો શાસ્ત્રને વિશે જ પાઠ હોય અને લૌકિકપ્રયોગને વિશે જેનો પ્રયોગ ન થતો હોય, પરંતુ તેના કાર્યને દેખી ફક્ત તેનું અનુમાન થઇ શકે એમ હોય તેવા અપ્રયોગી (= અલ્પપ્રયોગી = શાસ્રપ્રયોગી) વર્ણને ‘ઇત્’ સંજ્ઞક સમજવો.’
શંકા ઃ- ઇત્ વર્ણનો લૌકિકપ્રયોગમાં લોપ (અભાવ) શા કારણે થાય ?
સમાધાન ઃ– ઇત્ વર્ણ લૌકિકપ્રયોગ થતા પૂર્વે પોતાનું કાર્ય કરી ચૂક્યો હોય છે માટે તેનો લૌકિકપ્રયોગકાળે લોપ થઇ જાય છે. આશય એ છે કે ઇત્વર્ણ ચોક્કસ કાર્ય કરવા શાસ્ત્રમાં બતાવાય છે અને લૌકિકપ્રયોગ પૂર્વે તે કાર્ય નિષ્પન્ન થઇ ચૂક્યું હોય છે. ઉપેય (કાર્ય) ની સિદ્ધિ થાય એટલે ‘ગરજ સર વૈદ્ય વૈરી' ન્યાયે ઉપાય (કારણ) નો ત્યાગ કરવામાં આવે છે. જેમકે ‘અં-ઃ * )(૫૦ ૧.૧.૬' સૂત્રમાં મૈં કાર, કાર, પકાર ફક્ત અનુસ્વાર, વિસર્ગ, જિહ્વામૂલીય અને ઉપધ્માનીયના ઉચ્ચારણ માટે છે. તે કાર્ય થયું એટલે લૌકિકપ્રયોગકાળે તેમનો ત્યાગ કરવામાં આવે છે. તેની જેમ ઇત્ વર્ણો પણ પોતાનું કાર્ય કરે એટલે તેમનો ત્યાગ (લોપ) કરવામાં આવે છે. ‘પાવાયાઽપિ યે દેયાસ્તાનુપાયાનું પ્રવક્ષતે' (વા.૧. ૨/૩૮) અર્થાત્ ‘ગ્રહણ કરીને જેમનો ત્યાગ અવશ્ય કરવાનો હોય છે, તેમને ‘ઉપાય’ કહેવામાં આવે છે.’ આવું ઉપાયનું લક્ષણ છે.