________________
૬.૨.૨
રૂપે અને આત્મકલ્યાણ પરંપર પ્રયોજનરૂપે જણાય છે. ગ્રંથ અને તેના અભિધેય શબ્દ વચ્ચે વ્યુત્પાઘવ્યુત્પાદકભાવ સંબંધ છે અને જિજ્ઞાસુ વ્યક્તિ આ ગ્રંથના અધ્યયનનો અધિકારી છે.
(અહીં કેટલોક બુ.ન્યાસ ત્રુટિત છે, તેથી થોડુંક વિવરણ લઘુન્યાસના આધારે કરાય છે.)
હવે ‘પ્રણમ્ય પરમાત્માનમ્...' શ્લોકના પૂર્વાર્ધનો ફરી જુદી રીતે અર્થ કરવામાં આવે છે. તે આ રીતે – અહીં પરમાત્માનમ્ પદ પરમ્ અને આત્માનમ્ આ પ્રમાણે વ્યસ્ત છે, તથા પ્રણમ્ય પદનો સાવધાનીત્ય અર્થ થાય છે. શ્રેય:ાવ્વાનુશાસનમ્ પદ પરમ્ અને આત્માનમ્ બન્ને પદનું વિશેષણ છે. તેથી શ્લોકના પૂર્વાર્ધનો અર્થ ‘“જે સમ્યક્ શબ્દોનું અનુશાસન કરાવે છે તેવા મુક્તાત્મા (= પર) ને તથા જે સમ્યક્ શબ્દોનું અનુશાસન કરે છે તેવા આત્માને ધ્યાનનો વિષય કરીને'' આવો થશે. ધ્યાનનો વિષય કરાયેલા મુક્તાત્માના પ્રભાવે જ્ઞાનાવરણીય કર્મ ખસવાથી આત્મા સમ્યક્ શબ્દોનું અનુશાસન કરી શકે છે. માટે મુક્તાત્માએ સમ્યક્ શબ્દોનું અનુશાસન કરાવ્યું એમ કહી શકાય. બન્ને ઠેકાણે અનુશાસન શબ્દ 'રમ્યાવિમ્ય:૦ ૧.રૂ.૧ર૬' સૂત્રથી અન પ્રત્યય લાગી નિષ્પન્ન થયો છે.
હવે સૌ પ્રથમ બૌદ્ધો દ્વારા કહેવાયેલા અતિશયો કહેવાય છે. પરમાત્માનમ્ પદ દ્વારા સ્વાર્થસંપત્તિ અને સ્વાર્થસંપત્તિનો ઉપાય રૂપ બે અતિશય તથા શ્રેયઃશાનુરાસનન્ પદ દ્વારા પરાર્થસંપત્તિ અને પરાર્થસંપત્તિનો ઉપાય રૂપ બે અતિશય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સર્વ દર્શન અનુસારે અતિશયો વિચારવા. અહીં શ્લોકમાં પરમાત્માને જે નમસ્કાર કર્યો છે ત્યાં ચોત્રીસ અતિશયના સંગ્રાહક જ્ઞાનાતિશય આદિ ચાર અતિશયો પૈકીનો કયો અતિશય શ્લોકના કયા પદથી વાચ્ય બને છે અથવા સૂચવાય છે તે કહે છે. (a) પરમાત્માનમ્ પદથી પૂજાતિશય જણાય છે. આથી જ પૂજા અર્થમાં ‘સન્મહત્॰ રૂ.૧.૨૦૭' સૂત્રથી પરમથાસો આત્મા = = પરમાત્મા એમ કર્મધારય સમાસ થયો છે. (b) શ્રેયઃશાનુશાસનમ્ પદથી વચનાતિશય જણાય છે. તે આ રીતે – શ્રેયાંશ્ચ શ્રેયાંશ શ્રેયાંશ્ચ = શ્રેયાંસ: આમ એકશેષવૃત્તિ, ત્યારબાદ શ્રેયાંસજ્જ તે રાન્દ્રાશ્ચ = શ્રેયઃશત્ત્વા: અને શ્રેયઃરાવ્વાન્ અનુશાસ્તિ શ્રેયઃશન્વાનુશાસન:, તમ્ = શ્રેયઃશવ્વાનુશાસનમ્ એ રીતે આ પદને પરમાત્માનમ્ પદનું વિશેષણ બનાવવાથી સમ્યક્ શબ્દોના વક્તા પરમાત્માનો વચનાતિશય જણાય છે. (c) વચનાતિશય જ્ઞાનાતિશય વિના ન સંભવે. કેમકે પરમાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી વચનાતિશય સંભવે છે. તેથી વચનાતિશય દ્વારા સ્વાભાવિક જ્ઞાનાતિશયનો આક્ષેપ થાય છે અને (d) જ્ઞાનાતિશય અપાયાપગમાતિશય વિના ન સંભવે. કેમકે રાગ-દ્વેષ રૂપ અપાયનો અપગમ થયા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ જ્ઞાનાતિશય દ્વારા અપાયાપગમાતિશયનો આક્ષેપ થાય છે. આમ ચારે અતિશયો અહીં જણાઇ આવે છે.
=