________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - શબ્દાનુશાસન સ્થળે શબ્દ એ સામાન્ય શબ્દ છે. અર્થાત્ પ્રકરણાદિવશ તેને ચોક્કસ અર્થમાં નિશ્ચિત નથી કર્યો. તેથી પ્રસ્તુતમાં વીણાના શબ્દ કે કાગડા વિગેરે પક્ષીઓના શબ્દોનું પણ અનુશાસન કરવાનો પ્રસંગ આવશે.
સમાધાન - આ આપત્તિ નહીં આવે. કેમકે હાલ અહીં વ્યાકરણ વિષય પ્રસ્તુત હોવાથી સામર્થ્યથી શબ્દ પદનો વિશેષ અર્થ પ્રાપ્ત થતા લૌકિક અને આર્ષ (પૂર્વાચાર્ય પ્રયુક્ત) શબ્દોનું જ અનુશાસન કરવાનું રહેશે.
અથવા શ્લોકમાં જે પરમાત્માનમ્ પદ છે ત્યાં સમાસ ન સ્વીકારતા પરમ્ અને માત્માનમ્ આમ વ્યસ્ત (સમાસન પામેલા) પદો સ્વીકારવા. પ્રચ પદનો અર્થ ધ્યાત્વા કરવો. આત્મા પણ ધ્યેય હોવાથી તે પ્રસન્ન થતા તત્વ પ્રસન્ન (પ્રાસ) થાય છે. દોષ વિગેરે કલષતાથી રહિત પુરુષ પર સમજવો અને આત્મા ને ‘અપર' સમજવો. બન્નેને જાણવાથી મિથ્યાજ્ઞાનાદિની નિવૃત્તિ થાય છે. કહ્યું છે કે –
તે પર અને અપરનો બોધ થયે છતે હૃદયની ગ્રંથી ભેદાય છે, સર્વ સંશયો છેદાય છે અને કર્મો નાશ પામે છે.” (મુંડકોપનિષદ્ ૨.૨.૮)
બીજે પણ કહેવાયું છે કે – “બે બ્રહ્મ જાણવા પર અને અપર. અપર બ્રહ્મને વિશે નિષ્ણાત થયેલો વ્યક્તિ પરબ્રહ્મને પામે છે.”
હવે પ્રસ્તુતમાં પર અને માત્માન પદસ્થળે અયુકત કાર ગમ્યમાન હોવાથી ‘પરને અને આત્માને આમ સમુચ્ચય અર્થ જણાઇ આવે છે.
શંકા - ના પ્રયોગ વિના સમુચ્ચય અર્થ જણાઈ આવે એવો કોઈ દાખલો ખરો?
સમાધાન - છે. મહરહર્નયમનો નશ્વ પુરુષ પશુનું વૈવસ્વતો ન તૃત્તિ સુરીયા રૂવ કુર્મા ' (અર્થ જેમ દુર્મદીવ્યકિત સુરાપાનથી તૃમ થતો નથી તેમ દરરોજ ગાય, અશ્વ, પુરુષ અને પશુને ઉપાડી જતો યમરાજ તૃત થતો નથી.) આ શ્લોકમાં ક્યાંય નો પ્રયોગ નથી, છતાં અને એવો સમુચ્ચય અર્થ જણાઇ આવે છે.
હવે અહીં વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન આ અનુબંધચતુનું કથન બુદ્ધિમાન વ્યકિતની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થાય એ માટે કરવામાં આવે છે. કોઇપણ બુદ્ધિમાન વ્યક્તિ ગ્રંથનો વિષય કયો છે?, પોતે તેનો અધિકારી છે કે નહીં?, ગ્રંથ અને તેના અભિધેય વચ્ચે કયો સંબંધ છે? અને ગ્રંથના અધ્યયનથી પોતાને ઈષ્ટ પ્રયોજન (ફળ) સિદ્ધ થાય એમ છે કે નહીં? એ જોયા પછી જ ગ્રંથમાં પ્રવૃત્તિ કરતા હોય છે. માટે અનુબંધ ચતુટયનું કથન જરૂરી છે. અહીં મંગલ શ્લોકના તે તે પદથી જણાતા અનુબંધો આ પ્રમાણે સમજવા. શબ્દાનુશાસનમ્ પદથી ‘શબ્દ' વિષય તરીકે જણાય છે, શ્રેષ: પદ દ્વારા સમદ્ શબ્દનો બોધ એ અનંતર પ્રયોજન