________________
१.१.३०
૨૩૧
માટે છે, કેમકે તેઓ વિભત્યર્થપ્રધાન અને ક્રિયાપ્રધાન હોય છે(A), જેમકે ઉર્ધ્વમ્ અને નીચેક્ અવ્યયો ક્રમશઃ ‘ઉપલા સ્થાને’ અને ‘નીચલા સ્થાને’ એમ સમમી વિભક્ત્યર્થને જણાવતા હોવાથી તેઓ વિભક્ત્યર્થપ્રધાન છે તથા હિ અને પૃથ અવ્યયો ક્રિયાવિશેષણ બની ક્રમશઃ ‘વવું’ અને ‘વેગળા હોવું’ એમ ક્રિયા અર્થને જણાવતા હોવાથી તેઓ ક્રિયાપ્રધાન છે.
અવ્યયની જેમ કેટલાક તદ્ધિતાન્ત શબ્દો પણ વિભત્યર્થ પ્રધાન અને ક્રિયાપ્રધાન હોય છે. જેમકે યત્ર અને તંત્ર શબ્દો ‘જે ઠેકાણે’ અને ‘તે ઠેકાણે’ આમ સપ્તમી વિભત્યર્થને જણાવતા હોવાથી વિભક્ત્યર્થપ્રધાન છે તથા વિના અને નાના શબ્દોનો પર (= પાણિનિ વ્યાકરણ)ના વિ-નમ્યામ્ .૨.૨૭' વચન (= સૂત્ર) મુજબ ‘સાથે નહીં (= પૃથભાવ)’ અર્થ થતો હોવાથી ક્રિયાવિશેષણ બનતા તેઓ ક્રિયાપ્રધાન છે.
એવી રીતે શબ્દની તેવા પ્રકારની સ્વાભાવિક શક્તિ હોવાથી ‘ટસ્તુન્ત્ય૦ ૬.રૂ.ર૦' અને સિ: ૬.રૂ.૨૬' સૂત્રથી એક જ તુવિ અર્થમાં ક્રમશઃ અન્ અને સિ પ્રત્યય થવા છતાં પણ નિષ્પન્ન થયેલા પેન્નુમૂત્નમ્ અને પીત્તુમૂળત: શબ્દો પૈકી એક શબ્દ લિંગ-સંખ્યાનો અન્વયી અને બીજો અનન્વયી આમ ભિન્નધર્મવાળા બને છે. તેમાં પેત્તુભૂતમ્ સ્થળે ‘પીલુ વૃક્ષના મૂળની સમાન દિશામાં રહેલ કોક દ્રવ્ય’ આવો બોધ થતો હોવાથી તે પ્રયોગથી ‘દ્રવ્ય’ પ્રધાનપણે જણાય છે તથા પૌત્તુભૂતતઃ સ્થળે સિ પ્રત્યયથી વાચ્ય પીલુવૃક્ષના મૂળની સમાનદિશામાં રહેલું દ્રવ્ય ગૌણપણે અને તસિ પ્રત્યયની પીજીમૂત્તેન પ્રકૃતિથી વાચ્ય તૃતીયાર્થ ‘સાહિત્ય’ પ્રધાનપણે જણાય છે. તેથી ત્યાં ‘પીલુમૂળ અને તેને સમાન દિશામાં રહેલી વસ્તુનું સાહિત્ય' આવો અર્થ જણાવાથી સાધન (વિભત્યર્થ) પ્રધાનપણે જણાય છે(B).
આમ અવ્યય શબ્દો વિભક્ત્યર્થપ્રધાન અને ક્રિયાપ્રધાન હોવાથી તેમનામાં લિંગ-સંખ્યાનો અન્વય સ્વાભાવિક રીતે સંભવતો નથી. આ આખી વાત ઉપરથી અવ્યયોને લિંગ–સંખ્યારહિતત્વ સ્વાભાવિક રૂપે સિદ્ધ થાય છે. લિંગસંખ્યાના અભાવના કારણે અવ્યયોને વિભક્તિની ઉત્પત્તિ નહીં થાય. તેથી આ સૂત્ર‘અયમાવિત્તિશોડવ્યયમ્' આવું બનાવીએ તો પણ અન્યોન્યાશ્રય દોષ નહીં આવી શકે. કેમકે અવ્યયોને વિભક્તિનો અભાવ અવ્યયસંજ્ઞાને આભારી નથી, પરંતુ તેમના સ્વાભાવિક લિંગ-સંખ્યારહિતત્વને આભારી છે.
સમાધાન ઃ – તમારી વાતને ત્યારે બરાબર કહી શકાય, જ્યારે બધા જ અવ્યયો વિભક્ત્યર્થપ્રધાન અને ક્રિયાપ્રધાન આમ બે પ્રકારના જ હોય. પરંતુ એવું નથી. કેટલાક અવ્યય ક્રિયાપ્રધાન હોય છે, કેટલાક અવ્યય સાધનપ્રધાન (વિભવ્યર્થપ્રધાન) હોય છે અને ત્રીજા કેટલાક અવ્યયો ક્રિયાપ્રધાન કે સાધનપ્રધાન નહીં, પણ દ્રવ્યપ્રધાન હોય છે. જેમકે સ્વઃ પય, અહીં સ્વર્ગનો વાચક સ્વર્ અવ્યય વિભક્ત્યર્થપ્રધાન કે ક્રિયાપ્રધાન નથી. પરંતુ તે સ્વર્ગનો વાચક હોવાથી
(A) વિભત્યર્થ અને ક્રિયા સાથે લિંગ અને સંખ્યાનો અન્વય થઇ શકે નહીં.
(B) કેટલાક પીત્તુભૂત્તતઃ પ્રયોગને ‘પીલુમૂળની સમાન દિશામાં' આવા અર્થવાળો માને છે. તેથી તેમના મતે આ પ્રયોગ અધિકરણશક્તિપ્રધાન બને છે. પરંતુ આવો અર્થ અક્ષરની મર્યાદા મુજબ પ્રાપ્ત થઇ શકતો નથી.