________________
૨૩૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન જાણવી પડે છે. જેમકે કેટલાક સંસ્કૃતભાષાને વ્યાકરણના આધારે શીખતા લોકોને અવ્યયને લાગેલી યાદિ વિભક્તિના લોપક અવ્યયસ્થ રૂ.૨.૭' સૂત્રથીજખબર પડે છે કે અવ્યયને લિંગ-સંખ્યાનો અન્વય થતો નથી. આમ અન્યોન્યાશ્રય દોષ ઊભો જ રહે છે. કેમકે અવ્યય સંજ્ઞા થાય તો ‘મવ્યયર્ચ રૂ.ર.૭' સૂત્રથી વિભક્તિનો લોપ થવાથી લિંગસંખ્યારહિતત્વ થાય અને લિંગ-સંખ્યારહિતત્વ થાય તો નિક-સક્યમવ્યયમ્' આવા પ્રસ્તુત સૂત્રથી અવ્યયસંજ્ઞા થઈ શકે.
શંકા - એક કામ કરીએ. આ સૂત્રને 'અકૂપાળવિપત્તિોડવ્યવ' આવું બનાવીએ.
સમાધાન - ધિ, મધુ વિગેરે પ્રથમ એકવચનાન્ત પ્રયોગમાં પણ વિભક્તિનું શ્રવણ નથી થતું. તેથી તે શબ્દોમાં અવ્યયસંજ્ઞા અતિવ્યાત થવાનો પ્રસંગ આવશે.
શંકા - પિ પુ વિગેરે શબ્દોના ખિ, મધુનિ વિગેરે પ્રયોગોમાં વિભક્તિનું શ્રવણ થાય છે. તેથી તે શ્રયમાણવિભક્તિ શબ્દો હોવાથી તેમનામાં અતિવ્યાપ્તિ નહીં આવે.
સમાધાન - છતાં અન્યોન્યાશ્રયદોષ તો આવશે જ. કેમકે વિભક્તિ અશ્રયમાણ થાય તો અવ્યયસંજ્ઞા થાય અને અવ્યયસંજ્ઞા થાય તો વિભક્તિનો લોપ થઇ તે અશ્રુમમાણ થાય. અન્યોન્યાશ્રય દોષવાળી સંજ્ઞા ન ચાલી શકે.
શંકા - તમારી વાત બરાબર નથી, કેમકે વડીલોના વ્યવહારથી જ શબ્દ અને અર્થના સંબંધનો બોધ થતો હોવાથી જેમ શબ્દના એકત્વાદિ અર્થવૃદ્ધવ્યવહારથી જણાય છે, તેમ અવયનાલિંગ-સંખ્યાનું રહિતત્વ પણ તે રીતે જ જણાઇ જશે. વાત એવી છે કે અહીંઅન્યોન્યાશ્રય દોષ દેનાર વ્યક્તિને પહેલાં તો એ પૂછવું કે “જે વ્યાકરણશાસ્ત્રાભિન્ન છે તેમને અમુક સૂત્રથી વિભક્તિનો લોપ થાય છે તે ખબર હોવાથી તેઓ વિભક્તિ રહિત શબ્દનો પ્રયોગ કરે તે બરાબર છે. પરંતુ જે વ્યાકરણાભિજ્ઞનથી તે લોકો પણ વિભક્તિરહિત શબ્દોનો પ્રયોગ કરે છે તે શી રીતે સંભવે?”
સમાધાન - વ્યાકરણ અનભિન્ન લોકોને તો સંખ્યાનું અજ્ઞાન હોવાથી તેઓ સંખ્યાની વાચક વિભક્તિનો પ્રયોગ કરતા નથી.
શંકા - એવું નથી. તેમને એકત્વાદિસંખ્યાનું જ્ઞાન હોય છે તે તેમના વ્યવહાર ઉપરથી સિદ્ધ થાય છે. જેમકે એક બળદ ખરીદવો હોય તો તેઓ એક ચોક્કસ કિંમતથી તેને ખરીદે છે. બે બળદ ખરીદવા હોય તો બમણી કિંમત ચૂકવે છે અને ત્રણ બળદ માટે ત્રેવડી કિંમત ચૂકવે છે. જે તેમને સંખ્યાનું જ્ઞાન ન હોય તો તેઓ બે બળદ માટે બેવડી અને ત્રણ બળદ માટે ત્રેવડી કિંમત શી રીતે ચૂકવે? આમ તેમને સંખ્યાનું જ્ઞાન હોવા છતાં તેઓ અવ્યય શબ્દોને વિભક્તિનો અન્વય કરતા નથી. તેથી માનવું જ પડે કે અવ્યય રૂપી અર્થનું લિંગ-સંખ્યાનો અન્વય ન થાય એવું સ્વરૂપ જ છે કે જેથી તેમને વિભક્તિ લાગી શકે નહીં. અવ્યયોનું લિંગ-સંખ્યાનો અન્વયન થાય એવું સ્વરૂપ એટલા