________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૯૬ વિના જ સ્વાભાવિક રીતે અર્થવિશેષની પ્રતીતિ થાય છે. આથી અમે એવું માનીએ છીએ કે વૃક્ષ વિગેરે શબ્દો અને રસ વિગેરે પ્રત્યયો સામાન્ય શબ્દ નથી. હવે જો આ સામાન્ય શબ્દ નથી તો પ્રકૃતિ પ્રકૃતિના અર્થમાં વર્તે છે અને પ્રત્યય પ્રત્યયના અર્થમાં વર્તે છે તેમ માનવાનું રહે. જો પ્રકૃતિ જ સર્વઅર્થને કહે અર્થાત્ પ્રત્યયાર્થરૂપે ઇષ્ટ એવા એકત્વ, ધિત્વ વિગેરે સંખ્યારૂપ અર્થને પણ તે જ કહે તો વૃક્ષ કહેવાતા સામાન્યથી એકસાથે એકત્વ, કિત્વ અને બહુત્વ આ સર્વસંખ્યા પ્રતીત થવી જોઇએ.(A) એવી રીતે પ્રત્યય જો પ્રકૃત્યર્થ રૂપે ઇષ્ટ એવા પણ અર્થને કહે તો સિ વિગેરે પ્રત્ય એકસાથે બધા જ નામોની (= પ્રકૃતિના) અર્થોને જણાવવા જોઈએ. પરંતુ આવી પ્રતીતિ થતી નથી. જેની પ્રતીતિન થતી હોય તે વાતને સ્વીકારી ન શકાય. આમ પ્રકૃતિ પોતાના સંકેતિત અર્થવાળી અને પ્રત્યય પોતાના સંકેતિત અર્થવાળો થવાથી અર્થવતી પ્રકૃતિને નામસંજ્ઞા થઈ શકશે.
શંકા- ઉપરોક્ત વાત તો બરાબર છે. પરંતુ હવે બીજી વાત એ કે ર વિગેરે અવ્યયો તે તે અર્થનાવાચક નહીં પણ દ્યોતક છે. માટે તેમને અભિધેયાર્થ (વાચ્યાર્થ) ન હોવા છતાં ઘોત્યાર્થ હોવાથીઘોટાર્થને લઈને પણ ભલે તેમને નામસંજ્ઞા સિદ્ધ થાઓ. પરંતુ જેમને દ્યોત્યાર્થ પણ નથી તેમને નામસંજ્ઞાન થવી જોઈએ. જેમકે – ઉતિ, નિતિ; નમ્બતે, પ્રસ્તવતે આ સ્થળે જે અર્થ ઉન્નતિ (લંગડાતો ચાલે છે) નો છે, તે જ અર્થ નિતિ નો છે અને જે અર્થ નિસ્વતે (લટકે છે) નો છે, તે જ અર્થ પ્રહ્નસ્વતે નો છે. આમ સ્પષ્ટ છે કે અહીં નિ અને ઉપસર્ગરૂપ અવ્યયો અનર્થક
છે. હવે અનર્થક હોવાથી તેમને નામસંજ્ઞા નહીં થાય. નામસંજ્ઞાન થવાથી તેમને વિભક્તિના પ્રત્યય લાગીન શકતા તેઓ પદ નહીં બની શકે અને પદ ન બની શકેવાથી પદસંજ્ઞાને લઈને થતા કાર્યો તેમને નહીં થઇ શકે. અર્થાત્ મારૂં પ્રયુત નિયમ મુજબ તેમનો પ્રયોગ જ નહીં થઈ શકે.
સમાધાન - તમે નિ અને ઝને નામસંજ્ઞાન થઈ શકવાથી યાદિ વિભક્તિની અનુત્પત્તિ થતા તેઓ પદ નહીં બની શકે એની વાત કરો છો. પણ માનો કે તેમને નામસંજ્ઞા થાત તો પણ તેમને સાદિ વિભક્તિની ઉત્પત્તિ શી રીતે થાત? કેમકે સ્વાદિ વિભકિતની ઉત્પત્તિ ફક્ત નામસંજ્ઞાને અવલંબીને નથી, પરંતુ એકત્વાદિ સંખ્યાને પણ અવલંબીને છે. અવ્યયોને લિંગ-સંખ્યાનો અન્વય ન હોવાથી સંખ્યારૂપ કારણ ખૂટતા આમ પણ નિ અને ૪ ઉપસર્ગ રૂપ અવ્યયને વિભક્તિની ઉત્પત્તિ નહોતી થઇ શકવાની અને તેઓ પદ નહોતા બની શકવાના. (A) જો કે પ્રકૃતિ સર્વ અર્થની વાચક મનાવા છતાં સિ વિગેરે પ્રત્યયોને ઘાતકરૂપે સ્વીકાર્યા હોવાથી એકસાથે બધી
સંખ્યા પ્રતીત થવાનો પ્રસંગ ન આવે. કેમકે ઘાતક શબ્દ વાચક શબ્દમાં સુષુપ્તપણે પહેલાં તે તે અર્થને પ્રકાશમાં લાવવાનું કામ કરે છે, જે પ્રતીતિનો વિષય બને છે. બાકીનો અર્થ સુષુમ પડ્યો રહેવાથી તેની પ્રતીતિનો સવાલ જ રહેતો નથી. એવી જ રીતે પ્રત્યય જો સર્વઅર્થનો વાચક બને તો ત્યાં પણ આ રીતે સમજવું. છતાં ‘બચાવ8ાનેાર્યમ્
ન્યાય મુજબ પ્રકૃતિ અને પ્રત્યયના અલગ અલગ અર્થ સિદ્ધ થશે. (B) પાણિનિ વ્યાકરણમાં તિદ્ઘતિડ: ૮..૨૮' સૂત્ર છે. જેનાથી અત્યાઘા પદથી પરમાં રહેલ ત્યાઘા પદ
અનુદાત્ત થાય છે. હવે જો નિ અને ઝને પદસંજ્ઞા ન થાય તો તેમનાથી પરમાં રહેલા ઉન્નતિ અને તતે ક્રિયાપદ અત્યાઘન્ત પદથી પરમાં ન ગણાતા તે અનુદાત્ત થવા રૂપ કાર્યન થઇ શકે. આ વૈદિક પ્રક્રિયાને લગતું કાર્ય છે.