________________
१.१.२६
સૂત્રાર્થ :
સૂત્રસમાસ :
૧૬૫
સાક્ષાત્ કે પરંપરાએ જેઓ આખ્યાત (ક્રિયાપદ)ના વિશેષણ હોય તેવા પ્રયુજ્યમાન (પ્રયોગ કરાતા) કે અપ્રયુજ્યમાન (પ્રયોગ ન કરાતા) તે વિશેષણોની સાથેનું પ્રયુજ્યમાન કે અપ્રયુજ્યમાન એવું આખ્યાત વાક્યસંજ્ઞક થાય છે. ટૂંકમાં વિશેષણ સહિતના આખ્યાતને વાક્ય સંજ્ઞા થાય છે. સદ્દ વિશેષળેન વર્તતે = વિશેષળમ્ (સહા. વહુ.)| आख्यायते स्म = आख्यातम् । મુચ્યતે સ્ત્ર = वाक्यम् ।
વિવરણ :- (1) ‘વિશિષ્યતેઽચંતો વ્યવધિર્ત વિશેષ્ય મેન કૃતિ વિશેષળમ્' વિશેષણ વિશેષ્યનો બીજાથી વ્યવચ્છેદ કરે, અર્થાત્ વિશેષ્યને વિશેષિત કરવા દ્વારા તેને બીજાથી જુદો પાડે. જેમકે છતિ ક્રિયાપદથી ‘જાય છે’ આટલો અર્થ જ જણાય. પણ કોના સંબંધી ગમનક્રિયા તે જણાતું નથી. અર્થાત્ કોઇની પણ ગમનક્રિયાની સંભાવના ઊભી રહે છે. હવે ચૈત્રો ગતિ આમ શતિ ને ચૈત્ર વિશેષણ જોડવામાં આવે એટલે ‘ચૈત્ર જાય છે’ આવો અર્થ જણાશે. વિવક્ષિત ગમનક્રિયા મૈત્રાદિ કોઇની પણ સાથે અન્વય પામે એવી હતી. ચૈત્રઃ વિશેષણ તેનું વ્યાવર્તન કરીને માત્ર ‘ચૈત્ર સંબંધી ગમનક્રિયા' આમ તેને બીજી ગમન ડિયાથી જુદી પાડે છે, માટે તેને વિશેષણ કહેવાય.
(2) સાધ્ય એવા અર્થના અભિધાયક રૂપે જેનું આખ્યાન (કથન) કરાયું હોય તે આજ્ઞાત કહેવાય છે. આશય એ છે કે ક્રિયા બે પ્રકારની હોય છે; સિદ્ધા અને સાધ્યા. તેમાં જેનો પૂર્વાપરીભાવ અલગ પાડી ગ્રહણ નથી કરાયો અને તેથી સંપૂર્ણપણે પૂર્ણતાને પામેલ તથા લિંગ-સંખ્યા અન્વયિત્વ રૂપ દ્રવ્યસ્વભાવને પામેલ ક્રિયાને સિદ્ધા ક્રિયા કહેવાય. આવી ક્રિયા ઇન્, અર્, તિ(ત્તિ) આદિ પ્રત્યયો દ્વારા વૃત્તિને આશ્રયી જણાય છે. જેમકે પાઃ સ્થળે સામાન્યથી વિક્લિતિને અનુકૂળ ક્રિયા જણાશે, પરંતુ તેના અવયવરૂપ વાસણને ચૂલા ઉપર ચઢાવવું, ચૂલો ચેતવવા ફૂંક મારવી, વાસણમાં ચોખા મૂકવા, લાકડા હલાવતા રહેવું, છેલ્લે વાસણને ચૂલા ઉપરથી નીચે ઉતારવું વિગેરે પૂર્વાપરીભૂત વિવિધ અવસ્થાઓ અલગથી નથી જણાતી. આખી વિક્લિતિને અનુકૂળ ક્રિયા પૂર્ણતાને પામી હોય અર્થાત્ વસ્તુ તૈયાર થઇ ગઇ હોય તેમ જણાય છે. સાથે પા:, પામ્ આમ લિંગનો અન્વય તથા પા:, પાળો, પાજા: આમ સંખ્યાનો અન્વય થતો હોવાથી ક્રિયા દ્રવ્યસ્વભાવને પામેલી જણાય છે. માટે આવી ક્રિયાને સિદ્ધસ્વરૂપા કહેવાય છે. જ્યારે પૂર્વાપરીભૂત અવયવવાળી સાધનના વ્યાપારને પરતંત્ર ક્રિયાને સાધ્યા ક્રિયા કહેવાય. જેમકે પતિ સ્થળે વિક્લિતિને અનુકૂળ ક્રિયા આરંભથી લઇને અંત સુધી એક જ હોવા છતાં તેમાં ક્રમશઃ વાસણને ચૂલા ઉપર ચઢાવવાથી લઇને નીચે ઉતારવા સુધીની તમામ અવસ્થાઓ પૂર્વાપરીભૂત (આગળ-પાછળ થનારા) અવયવરૂપે જણાશે અને ‘ક્રિયા’ ચૈત્ર કર્તા, ચોખા સ્વરૂપ કર્મ, લાકડા રૂપ કરણ વિગેરે સાધન (કારક) ને પરતંત્ર રૂપે જણાશે. માટે આવી ક્રિયાને સાધ્યા ક્રિયા કહેવાય. તાત્પર્ય એ છે કે પતિ પદથી અવયવરૂપ ક્રિયાને લઇને વિક્લિતિ ક્રિયા સધાતી હોય તેવી પ્રતીતિ થાય છે, માટે તેને સાધ્યા કહેવાય છે. પાક્ષીત્, પતિ વિગેરે સ્થળોમાં પણ ભૂત