________________
૧૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આવા પરાર્થના અભિધાન (કથન)ને વૃત્તિ કહેવાય. શબ્દોના અનેક અર્થ થતા હોવાથી વૃત્તિ શબ્દ પરાર્થ અભિધાન’ રૂપ અર્થનો વાચક બનવામાં કોઈ વાંધો નથી.
હવે બ. ન્યાસ પ્રમાણે વિચારીએ તો ‘શબ્દ પોતાના અર્થથી અતિરિક્ત એવા અર્થનું કથન કરે તેને વૃત્તિ કહેવાય.’ પુરુષ આદિ સમાસસ્થળે ગૌણ (ઉપસર્જન) પદ પ્રધાનપદના અર્થને વિષે સંક્રમે છે. જેમકે રાજ્ઞ: પુરુષ: = રાનપુરુષ: આ ઉત્તરપદપ્રધાન તપુરુષ સમાસમાં ગૌણ રાનનું પદ પ્રધાન એવા પુરુષ: પદના અર્થમાં સંક્રમશે અર્થાત્ તે પુરુમ' અર્થનો વાચક બનશે. એવી જ રીતે બહુવ્રીહિ સમાસમાં ગૌણ એવા પૂર્વોત્તર પદ અન્યપદાર્થના વાચક બનશે. દ્વન્દ્રસમાસતો ઉભયપદપ્રધાન સમાસ છે. તેથી ત્યાં બન્ને પદોને વિશે પરસ્પર અર્થસંક્રમ થશે. જેમકેન્નક્ષનોધો દ્વન્દ્રસમાસ સ્થળે પ્લસ શબ્દ ‘ન્યગ્રોધ' અર્થનો વાચક બનશે અને ચોઘ શબ્દ ‘પ્લક્ષ અર્થનો વાચક બનશે. તદ્ધિત તથા નામધાતુ વૃત્તિસ્થળે પ્રકૃતિ અને પ્રત્યય બન્ને મળીને પ્રત્યયાર્થીના વાચક બનશે. અર્થાત્ પ્રકૃતિ પ્રત્યયાર્થને વિશે સંક્રમશે. આમ સર્વત્ર ગૌણ શબ્દ પોતાનો અર્થ છોડી પર એવા પ્રધાન શબ્દના અર્થનો વાચક બનતો હોવાથી અહીં પરાર્થ અભિધાન ૫ વૃત્તિ જાણવી. અહીં પ્રશ્નો થશે કે “શનપુરુષ સમાસ સ્થળે જો ગૌણ રાનનું શબ્દ પુરુ” અર્થનો વાચક બનશે તોરાનપુરુષ સમાસથી રાજાનો પુરુષ” અર્થ શી રીતે જણાશે? કેમકે બન્ને શબ્દો પુરુષ' અર્થના વાચક બને છે.” વળી “પુરુષ શબ્દથી પુરુષ' અર્થ જણાઇ જ જાય છે તો શા માટે રાગ શબ્દ દ્વારા પુરુષ” અર્થનું પ્રતિપાદન થાય એવો આગ્રહ રાખવો પડે?” આ રીતના પ્રશ્નો અન્ય વૃત્તિ સ્થળે પણ થશે. પરંતુ તેમના જવાબ ઘણો વિસ્તાર માંગી લે તેવા હોવાથી જિજ્ઞાસુઓએ જવાબ માટે ‘પા. સૂ. ૨.૧.૧ મહાભાષ્ય-પ્રદીપોદ્યોત', “વાક્યપદીય વૃત્તિસમુદેશ' અને ન્યાયસમુચ્ચય તરંગ-ર૯’ વિગેરે ગ્રંથો અવલોકવા). આ સિવાયવૃત્તિ અંગે વિશેષ જાણવા ૧/૪ના અમારા વિવરણમાં પરિશિષ્ટ-૩માં વૃત્તિ, નહસ્વાર્થવૃત્તિ અને મહત્ત્વાર્થવૃત્તિ આ પારિભાષિક શબ્દો જોવા.
(3) પરાર્થાભિધાન સ્વરૂપ વૃત્તિનો અંત સંભવતો નથી, કેમકે તે અભિધાન (કથન) ક્રિયારૂપ છે. તેથી બૃહદ્રવૃત્તિકારે વૃત્તિનો અર્થ તવાનું પસંમુલાય એવો કર્યો છે. વૃત્તિ જ્યાં વર્તે છે તે પદસમુદાય (અર્થાત્ સમાસ, તદ્ધિત કે નામધાતુ) વૃત્તિમાન છે, તેને યલક્ષણાથી વૃત્તિ કહી શકાય છે, માટે સૂત્રમાં વૃત્તિ શબ્દનું ઉપાદાન છે. તે વૃત્તિ (વૃત્તિમાન) ના છેડે જે શબ્દ વર્તે છે તેને આ સૂત્રથી પદસંજ્ઞા થતી નથી. (A) લઘુન્યાસમાં બતાવેલા અર્થ પ્રમાણે આ પ્રશ્નો નહીં ઉદ્ભવે. કેમકે તેમાં ગૌણ શબ્દ પોતાના અર્થથી અતિરિક્ત
પ્રધાન શબ્દના અર્થનું કથન કરે તેને વૃત્તિ નથી કહી, પરંતુ સમાસાદિના અવયવો પોતાના અર્થને છોડી સમુદાયાર્થ નું કથન કરે તેને વૃત્તિ કહી છે. તેથી તેના મુજબ રાનપુરૂ: સ્થળે રાનમ્ શબ્દ 'પુરુષ' અર્થનું પ્રતિપાદન કરશે તેવું નહીં થાય, પણ રાઝન અને પુરુષ બન્ને અવયવ શબ્દો પોતાનો અર્થ છોડી‘રાજાનો પુરુષ' આ નવા સમુદાયાર્થીને જણાવશે.