________________
૧૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - આ સૂત્ર યસ્ય તુચસ્થાનાટ્યપ્રયત્ન: સ્વ:' આવું બનાવવું જોઈએ. જેથી સૂત્રનો અર્થ 'જેને તુલ્ય સ્થાન અને આસ્વપ્રયત્નવાળો વર્ણ હોય તેની અપેક્ષાએ તે વર્ણ સ્વ' સંજ્ઞક થાય છે. (A)” આવો પ્રાપ્ત થઈ શકે. જો સૂત્રમાં પદ ન મૂકવામાં આવે તો આ સૂત્રનો અર્થ ‘અમુક વર્ણને તુલ્ય સ્થાન અને આસ્યપ્રયત્નવાળો વર્ણ
સ્વ' સંજ્ઞક થાય છે.” આટલો જ થવાથી જે વર્ણ જેની અપેક્ષાએ તુલ્ય સ્થાન અને આસ્વપ્રયત્નવાળો હોય તેને જ તે સ્વસંજ્ઞક થાય છે' આવો અર્થ પ્રાપ્ત ન થતા અમુક વર્ણને તુલ્યસ્થાનાસ્યપ્રયત્નવાળો વર્ણ બીજા કો'ક વર્ણને પણ સ્વસંશક થવાની આપત્તિ આવશે.
સમાધાન -આવી આપત્તિ નહીં આવે. કેમકે તુ શબ્દસંબંધી શબ્દ છે. બીજું કોઈ નિમિત્ત (શબ્દાંતર) ન બતાવ્યું હોય તો પણ સંબંધી શબ્દ પોતાની સાથે મેળવાળા બીજા સંબંધીનો જ બોધ કરાવે છે. જેમકે માતાની સાથે સારું વર્તન કરવું જોઈએ અને પિતાની સેવા કરવી જોઈએ? આવું કહેવામાં આવતા અહીં પોતાની માતા” કે પોતાના પિતા' આવો કોઈ ઉલ્લેખ કર્યો નથી, છતાં માતા અને પિતા શબ્દ દ્વારા સંબંધને લઈને સ્વાભાવિક રીતે જે જેની માતા હોય અને જે જેના પિતા હોય” અર્થાતુ પોતાના માતા-પિતા આ અર્થ જણાઇ આવે છે. આમ પણ સાંભળનાર વ્યક્તિને દુનિયાભરના માતા-પિતા સાથે શું લેવાદેવા? એને તો પોતાનાજમાતા-પિતાઇષ્ટ હોય. તેવી રીતે પ્રસ્તુતમાં પણ સૂત્રમાં યહ્ય પદ રૂપ નિમિત્ત (શબ્દાન્તર) વિના સહજ રીતે જેને જે તુલ્યસ્થાન અને આસ્યપ્રયત્નવાળો હોય તે તેના પ્રત્યે ‘સ્વ' સંજ્ઞક થાય” આ અર્થ જણાઈ આવે છે. બીજા વ્યવહારૂ દષ્ટાંતથી સમજવું હોય તો તુલ્ય વ્યક્તિને કન્યા આપવી જોઈએ’ આમ કહેવામાં આવતા બ્રાહ્મણ બીજા શૂદ્રને તુલ્ય એવા શૂદ્રવ્યક્તિને પોતાની કન્યા આપતો નથી પણ જન્મ, શીલ, ગુણ, કર્મ અને સ્વભાવ આદિથી પોતાને તુલ્ય એવા બ્રાહ્મણ વ્યક્તિને જ કન્યાદાન કરે છે. તેમ પ્રસ્તુત સૂત્રમાં પણ પદ ન મૂકવામાં આવે તો પણ અમુક વર્ણને સ્થાન અને આસ્યપ્રયત્નને લઈને તુલ્ય બનેલો વર્ણ બીજા કો'ક વર્ણને સ્વસંશક નથી થતો, પરંતુ તેને જેની સાથે તુલ્યતા હોય તે વર્ણને જ સ્વસંશક થાય છે.
વળી અમુક વર્ણને તુલ્ય સ્થાનાસ્યપ્રયત્નવાળા વર્ણ જો બીજા વર્ગને પણ સ્વસંજ્ઞક થતા હોય તો આસૂત્રથી સ્વસંજ્ઞા કરવી જ નકામી કરે. કેમકે બધા બધાને સ્વસંશક થઈ જવાથી સ્વસંજ્ઞાનો વ્યવચ્છેદ્ય કોઈ નહીં બચે. કહેવાનો ભાવ એ છે કે બધા જ વર્ણ બધાને જો સ્વસંજ્ઞક થાય એમ હોય તો બધા અક્ષરો માટે વર્ણ સંજ્ઞા છે જ. તેથી બીજી “સ્વ” સંજ્ઞા આપીને નવું શું મેળવ્યું? અમુક ચોક્કસ વર્ગો જો એકબીજાને સ્વ થતા હોય તો આગળ સૂત્રોમાં તેમને લગતું કાર્ય બતાવી સ્વસંજ્ઞાને સાર્થક બતાવી શકાય.
શંકા - ૬ અને ઉષ્માક્ષર (, ૬, જૂ અને ૨) સ્વસંજ્ઞાના વ્યવચ્છેદ્ય રૂપે પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેમને સ્વસંજ્ઞાની વ્યાવૃત્તિ (અટકાયત) કરવા બાકીના વર્ગો માટે સ્વસંજ્ઞા સફળ છે. અને ઉષ્માક્ષરને કોઇ સ્વ નથી. (A) વવોર્નિચક્કા 'ન્યાયાનુસારે સૂત્રમાં આગળ લખ્યું હોવાથી પાછળ તેની અપેક્ષાએ તે વર્ણ “સ્વ”
સંજ્ઞક થાય છે.” આવો અર્થ કરી શકાય છે.