________________
१.१.१७
૧૧૫ લોહના ગોળાની જેમ તે તે સ્થાનનું અવપીડન (સ્પર્શ કરે છે. અહીં ધમA)” , , ૬, ૬આવા પ્રકારના છે, જે લૌકિક પ્રયોગોમાં નથી વપરાતા. એવી રીતે અંતસ્થા વર્ણને ઉત્પન્ન કરનાર વાયુ કાષ્ટગોલકની જેમ તે તે સ્થાનને સ્પર્શે છે. તથા ઉષ્માક્ષર અને સ્વરાત્મક વર્ણને પેદા કરનાર વાયુ ઉનના દડાની જેમ તે તે સ્થાનને સ્પર્શ છે.' આ રીતે સ્પષ્ટતાદિ' વર્ણના ધર્મ કે કરણધર્મ રૂપે સંભવે છે, તો કેમ તેમને પ્રયત્ન રૂપે દર્શાવવામાં આવ્યા છે? પ્રયત્ન તો આત્માનો વીર્ય (શકિત) ફોરવવા રૂપ સરંભ છે.
સમાધાન - તમારી વાત સાચી છે. પણ કરણમાં કે વર્ણમાં ‘પૂતાદિ ધર્મો પ્રયત્નના કારણે ઉત્પન્ન થતા હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરી તેમને પ્રયત્ન' રૂપે બતાવ્યા છે. નિયમ છે કે “દ્ધિ યદુવં તત્ તfપવેશ પ્રતિપદ્યતે' (જે વસ્તુ જેના કારણે ઉત્પન્ન થતી હોય તે વસ્તુ કારણના વ્યપદેશને પામે છે.) જેમ કે અન્ન વે પ્રાળr: B)'; અહીં અન્ન કારણ છે, પ્રાણ તેનું કાર્ય છે. છતાં કાર્યમાં કારણનો ઉપચાર કર્યો હોવાથી પ્રાણને અત્રે કહ્યું છે. પ્રસ્તુતમાં સ્પષ્ટતાદિ શબ્દો પ્રયત્ન અર્થમાં જ રૂઢ છે. અર્થાત્ મુખમાં વર્તતા જીભના અગ્રભાગ વિગેરે કારણોનો કંઠ વિગેરે સ્થાનોની સાથે વર્ષોનો ઉત્પાદક એવો સ્પર્શ, આછો સ્પર્શ, દૂર વર્તવું અને નજીક વર્તવા રૂપ અત્યંતર કાર્યોને કરાવનાર પ્રયત્ન વિશેષો સ્પષ્ટતા વિગેરે શબ્દોથી વાચ્ય બને છે. યદ્યપિ અહીં શંકા થાય કે “પ્રયત્ન વીર્ય પરિણામરૂપ હોવાથી આત્માનો ગુણધર્મ એવો તે આત્મામાં રહેવો જોઇએ, તે આસ્ય (મુખ) માં શી રીતે વર્તી શકે?” ત્યાં સમજવું કે “આત્મવૃત્તિ આ પ્રયત્નો આસ્યમાં વર્તતા તે તે સ્થાનોને વિશે શબ્દોત્પાદક એવાવાયુસંયોગના જનક છે. તેથી તે સ્વરૂપે અર્થાત્ નાસ્થવૃત્તિસ્થાનેy વાયુસંયોગનનnત્વસંવત્યેન આ પ્રયત્નો આચમાં રહી જશે.” (ટૂંકમાં આટલી વાત પરથી શબ્દોત્પત્તિની પ્રક્રિયા આવા પ્રકારની જણાય છે કે “આત્માના પ્રયત્નથી પ્રેરાયેલો વાયુ તે તે સ્થાનોની સાથે સ્પર્શે (સંયોગ પામે) છે તથા સહકારી કારણ એવા જીભના મૂળ વિગેરે કારણો પણ કંઠાદિ સ્થાનોના સંપર્કમાં ઈષ સંપર્કમાં કે નજીક, દૂર રહે છે. જેથી શબ્દોની ઉત્પત્તિ થાય છે.')
(5) હવે છુટક છુટક આટલી વાત પરથી ખૂ. વૃત્તિમાં તુ વત્તા સદશી...' આ આખો સૂત્રાર્થ કહેવામાં આવે છે. જે વર્ગોના સ્થાન અને આસ્વપ્રયત્ન બીજા વર્ગોને સમાન હોય તે વર્ણો તે બીજા વર્ગોને સ્વસંજ્ઞક થાય છે.”
(A) કોઈપણ વર્ગનાં આદ્ય ચાર વ્યંજન પૈકીનો કોઇપણ વ્યંજન પૂર્વમાં હોય અને વર્ગનો પાંચમો વ્યંજન પરમાં
હોય ત્યારે તે બન્નેની વચ્ચે પૂર્વવ્યંજનને સદશયમ' નામનો વર્ણ બોલાય છે, જે પ્રાતિશાખ્ય' માં પ્રસિદ્ધ છે. (B) અન્ય ગ્રંથોમાં “અન્ને વૈ' સ્થળે કારણમાં કાર્યનો (એટલે કે અત્રમાં પ્રાણનો) ઉપચાર કરી અન્નને પ્રાણ”
કહેવાતો હોય છે. પરંતુ અહીં પંકિત અનુસાર કાર્યમાં કારણનો ઉપચાર કરી પ્રાણને અત્રે કહ્યું છે.