________________
૧૦૧
१.१.१३ કરવાના કારણે દરેક વર્ગના માદ્ય અને દ્વિતીય નું ગ્રહણ થવા રૂપ અર્થવિસ્તાર થઇ શક્યો છે. અહીં જો એકવચન કરત તો કો'કને સંદેહ થાત કે અહીં દરેક વર્ગના માઘ-દિતી નું નહીં, પરંતુ વર્ગના મા-દિતી એવા -ઉં નું જ ગ્રહણ કરવાનું છે.
શંકા - આગલા સૂત્રમાં દરેક (પાંચેય) વર્ગની વાત હતી અને આ સૂત્રમાં પણ દરેક વર્ગની વાત જ પ્રસ્તુત છે, તેથી જ વિગેરે વર્ગવિશેષનું (એકાદ વર્ગનું) ગ્રહણ કેવી રીતે થઈ શકે ? કેવળ વર્ગનું ગ્રહણ કરાવવા સૂત્રમાં કાંઇ પ્રથમ શબ્દ તો મૂક્યો નથી. વળી, ‘શિલ્યાદ્યસ્ય દ્વિતીયો વા .રૂ.૧૬' સૂત્રમાં ખાદ્ય અને દ્વિતીય ને એકવચન કર્યું છે, છતાં ત્યાં જાતિનું ગ્રહણ કરવાથી સર્વ વર્ગોના આદ્ય અને દ્વિતીયનું ગ્રહણ સિદ્ધ થયું છે, તે રીતે અહીં પણ થઇ શકશે. માટે સૂત્રમાં બહુવચન વ્યર્થ છે.
સમાધાન - તમારી વાત સાચી છે, છતાં સૂત્રકારે સૂત્રમાં બહુવચન કર્યું છે, તેની પાછળ આ રહસ્ય છે. લોકમાં જાતિવાદિઓ અને વ્યક્તિવાદિઓ એમ બે પક્ષ છે. ત્યાં જાતિવાદિઓ એવું કહે છે કે “શબ્દ દ્વારા જાતિનું જ પ્રતિપાદન થાય, વ્યકિતનું નહીં. કારણ કે વ્યકિત તો અનંત હોય અને શબ્દનું અનંતવ્યકિત સાથે વાચ્ય-વાચક સંબંધનું જ્ઞાન થવું એ અસંભવિત છે. અસંભવિત એટલા માટે છે કે વ્યકિતઓનું સંખ્યાથી જ્ઞાન થવું, એ કોઈને માટે શક્ય નથીને સંખ્યાજ્ઞાનના અભાવમાં તે તે વ્યકિત સાથે તે તે શબ્દનું વાચ્ય-વાચક સંબંધનું જ્ઞાન થવું શક્ય નથી. જ્યારે દરેક વસ્તુમાં એકાકારતાનું દર્શન થવાથી જાતિના અસ્તિત્ત્વનું જ્ઞાન શક્ય છે. માટે શબ્દથી જાતિનું જ પ્રતિપાદન થાય.”
વ્યકિતવાદીઓ એવું કહે છે કે – “શબ્દ વ્યક્તિનું જ પ્રતિપાદન કરે, જાતિનું નહીં. કારણ કે જ્ઞાનમાં પ્રધાનપણે વ્યકિત જ પ્રતીત થાય છે. વળી ક્રિયાદિનો અન્વય (અનુસંધાન) વ્યકિતમાં જ સંભવે, જાતિમાં નહીં. (જેમકે- છતિ. અહીંગમનક્રિયાનો અન્વય ગોવ્યક્તિમાં જ સંભવે, ગોત્વજાતિયુક્ત સર્વ ગાયમાં નહીં.)
આમ બન્ને પક્ષની વિસ્તારથી ચર્ચા છે. વ્યાકરણશાસ્ત્ર કોઇ એક પક્ષનો સ્વીકાર ન કરતા ઉભયપક્ષને (A) સ્વીકાર્યા છે. કારણ કે વ્યાકરણશાસ્ત્રની સકલ વ્યવસ્થાઓ કોઈ એક પક્ષનો આશ્રય કરવાથી સિદ્ધ થતી નથી. તેથી બન્ને પક્ષનો આશ્રય કરવો જરૂરી છે.
હવે ‘નાત્યાધ્યાયાં નવોડસંધ્યો વહુવત્ ર.ર.ફર' વિગેરે સૂત્રોમાં સૂત્રકારે જાતિપક્ષનો આશ્રય કર્યો છે, એ જોઇને કો'ક એવું અનુમાન કરે કે 'વ્યાકરણકારો જાતિપક્ષને જ સ્વીકારે છે, વ્યક્તિપક્ષને નહીં.' તેનો ભ્રમ ભાંગીને વ્યકિતપક્ષનો પણ અમે સ્વીકાર કરીએ છીએ એવું જ્ઞાપન કરવા જણાવવા) માટે સૂત્રકારે (A) નાતિ-ણ્યિાં જ શાસ્ત્ર પ્રવર્તત