________________
ધર્મબિંદુપ્રકરણ
કાંતિલાલ જુઠાલાલ, શ્રી રતિલાલ ધનજી સુમરીયા વગેરે મહાનુભાવોએ અથાગ પ્રયાસ કર્યો હતો. દરેક તપસ્વી ભાગ્યશાળીઓનું વિશિષ્ટ પ્રભાવનાથી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રભુભક્તિ માટે તપસ્વીઓએ કરેલા ફંડમાંથી સવાલાખ રૂપિયાનો સુવર્ણ હાર બનાવવામાં આવ્યો. તે હાર શ્રી હસમુખ જે. વોરાએ સુંદર ઉછામણી બોલીને ચતુર્વિધસંઘની સમક્ષ શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને ચઢાવ્યો હતો.
આમ સર્વોદય પાર્શ્વનગર જૈન સંઘના ભાગ્યશાળીઓ તથા નાહર એન્ડ શેઠ એન્ટરપ્રાઇઝના સહકારથી સુંદરતમ ચાતુર્માસ પૂર્ણ થયું. ઉપધાન તપ પણ પૂર્ણ થયા. સાધુ અને સરિતા વહેતા નિર્મળા એ ઉક્તિને ચરિતાર્થ કરવા પૂજ્યશ્રીના વિહારનો દિવસ નક્કી થતાં સકળ શ્રી સંઘમાં લગભગ આઠ આઠ મહિનાથી સુંદર આરાધના કરાવનારા પૂજ્યશ્રીનો વિયોગ કોઇનેય ઇષ્ટ નહોતો.
અમારા શ્રી સંઘમાં રહેલ જ્ઞાન ખાતાની ઉપજનો અમને સુંદર લાભ મળે એ હેતુએ પૂજ્યશ્રીને કોઇ ગ્રંથ પ્રકાશનનો લાભ આપવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પોતાના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂ. મ. જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે તે ધર્મબિંદુ ગ્રંથના પ્રકાશનનો લાભ લેવા જેવો છે એમ જણાવ્યું. પ. પૂ. આ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. સા. નું ઘાટકોપર નવરોજી લેન ચાતુર્માસ હોવાથી ત્યાંના આગેવાનોએ પણ કોઇ ગ્રંથ પ્રકાશનનો લાભ આપવા વિનંતિ કરી હતી. આમ છતાં બન્ને પૂજ્યોએ અમારી વિનંતિનો સ્વીકાર કરી અનુવાદ કરેલ ‘‘શ્રી ધર્મબિંદુ’’ જેવા મહાન ગ્રંથ રત્નના પ્રકાશનનો અમારા શ્રી સંઘને લાભ આપી શ્રુતભક્તિનો અનુપમ લાભ આપ્યો છે. આ ગ્રંથ શ્રાવક જીવનને અને સાધુજીવનને અજવાળનારો છે. જેના એક એક શબ્દને પૂજ્યશ્રીએ અનુવાદ શૈલીથી શણગાર્યો છે આ ગ્રંથનું પઠન પાઠન કરી/કરાવી આપણે સહુ મુક્તિ સુખના મહા ફિરસ્તા બનીએ એવી પરમ શુભેચ્છા.