________________
ધર્મબિંદુપ્રકરણ
હવે ગૃહસ્થધર્મમાં વિવાહના પ્રકારો કહે છે :
જે કુલ અને શીલ આદિથી સમાન હોય અને ભિન્નગોત્રવાળા હોય તેવાઓની સાથે વિવાહનો સંબંધ કરવો અને બહુ વિરોધવાળા લોકોની સાથે વિવાહનો સંબંધ ન કરવો.
પહેલો અધ્યાય
=
=
કુલ પિતા, દાદા વગેરે પૂર્વપુરુષોનો વંશ. શીલ મધ, માંસ, રાત્રિભોજન વગેરેનો ત્યાગરૂપ વ્યવહાર. ‘કુલ અને શીલ આદિથી સમાન' એ સ્થળે આદિ શબ્દથી વૈભવ, વેષ અને ભાષા વગેરેથી પણ સમાન હોય એમ સમજવું. ગોત્ર – તેવા કોઇ એક પુરુષથી શરૂ થયેલો વંશ. ઘણો લાંબો કાળ પસાર થઇ જવાથી જેમની સાથે ગોત્રનો સંબંધ તૂટી ગયો હોય તે ભિન્ન ગોત્રવાળા કહેવાય. બહુ વિરોધવાળા એટલે કોઇ કારણથી મહાન અનુચિત પ્રવૃત્તિ કરવાથી તેની જાતિના કે સ્થાનમાં રહેલા, અથવા તો તે દેશમાં રહેનારા ઘણા લોકોની સાથે વિરોધવાળા બન્યા હોય તેવા લોકો. કુલ અને શીલ સમાન ન હોય તો પરસ્પર અસમાનતાના કારણે નિર્દોષ સંબંધ ન થાય, અને એથી અસંતોષ આદિ થવાનો સંભવ રહે. વળી- વૈભવની અસમાનતા હોય તો કન્યા પોતાના પિતાના અધિક વૈભવની અપેક્ષાએ અલ્પ વૈભવવાળા પતિની અવગણના કરે. પતિ પણ પોતાના પિતાના વૈભવથી અહંકારી બનીને કન્યાનો પિતા વૈભવ રહિત હોવાના કારણે દુર્બલ પીઠબલવાળી કન્યાની અવજ્ઞા કરે. એક ગોત્રવાળા સાથે વિવાહનો સંબંધ કરવામાં આવે તો સ્વગોત્રમાં પ્રવર્તેલા નાના- મોટાના વ્યવહારનો લોપ થાય. તે આ પ્રમાણેઃ- વય અને વૈભવ આદિથી મોટો પણ કન્યાનો પિતા નાના પણ જમાઈના પિતાથી નાનો બને. એક ગોત્રવાળા લોકોના રૂઢ થયેલા નાના-મોટાના વ્યવહારનું ઉલ્લંઘન કરીને વિવાહના સંબંધથી થયેલ અન્ય (નાના - મોટાનો) વ્યવહાર ગુણને (= લાભને) પામતો નથી, બલ્કે વિવાહના સંબંધથી થયેલ વ્યવહાર પ્રવર્તતાં એકગોત્રવાળાઓમાં પૂર્વે પ્રવર્તેલ વિનયનો ભંગ થવાથી મહાન અનર્થજ થાય છે. તથા બહુ વિરોધવાળા લોકોની સાથે વિવાહનો સંબંધ બાંધવામાં આવે તો પોતે અપરાધ રહિત હોવા છતાં વિવાહના સંબંધના કારણે આવેલા મહાન વિરોધનું પાત્ર પોતાને બનવું પડે, અર્થાત્ પોતે નિર્દોષ હોવા છતાં વેવાઈના કારણે પોતાને પણ ઘણાની સાથે વિરોધવાળા બનવું પડે. આમ થવાથી આ લોક અને પરલોકનાં કાર્યોમાં ક્ષતિ આવે. કારણ કે ‘સંપત્તિઓ લોકોના અનુરાગથી ઉત્પન્ન થાય છે.’’
૨૧
=