SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છો?” એટલે આચાર્ય પણ ઉપયોગથી જાણીને બોલ્યા કે- હે નરેશ્વર ! હું તને સારી રીતે ઓળખું છું. તું તારા પૂર્વભવની કથા સાંભળ-' હે નરેશ્વર ! પૂર્વે મહાગિરિ આચાર્યની સાથે વિચરતાં અમે ગચ્છ સહિત કૌશાંબીમાં આવ્યા હતા; અને વસતિના સંકોચથી અમે બંને જુદા જુદા સ્થાનમાં રહ્યા હતા; કારણ કે અમારો પરિવાર મોટો હતો. એવામાં ત્યાં ભયંકર દુષ્કાળ પડ્યો, છતાં લોકો અમારા પર ભક્તિવંત હોવાથી અમને અન્નપાન આદિ આપવામાં ઉલટા વિશેષ ઉત્સાહી થયા હતા. એકવાર સાધુઓ ભિક્ષાને માટે એક શેઠને ઘેર ગયા. ત્યાં તેમની પાછળ એક રંક આવ્યો. ત્યાં તે રંકના દેખતાં તે સાધુઓએ ગૃહસ્થના આગ્રહથી મોદક આદિની ભિક્ષા લીધી. પછી ભિક્ષા લઈને વસતિ તરફ જતાં તે સાધુઓની પાછળ પાછળ જઇને પેલો રંક બોલ્યો કે-“હે મહારાજ ! મને ભોજન આપો.” એટલે તે સાધુઓ બોલ્યા કે- તે વાત અમારા ગુરુ જાણે, અમે તો ગુરુને આધીન હોવાથી તેમની આજ્ઞા વિના કંઈ પણ આપી શકીએ નહિ.” પછી પેલો રંક સાધુઓની પાછળ પાછળ વસતિમાં આવ્યો, અને ત્યાં અમને જોઈને તેણે દીન થઇ અમારી પાસે ભોજન માગ્યું. તે વખતે સાધુઓએ કહ્યું કે- હે ભગવાન્ અત્યંત દીનમૂર્તિવાળા આ રેકે રસ્તામાં અમારી પાસે પણ ભોજન માગ્યું હતું.” પછી ઉપયોગ આપતાં મારા જાણવામાં આવ્યું કે-“આ રંક ભવાંતરમાં પ્રવચનના આધારરૂપ થશે.” એટલે તે ભિખારીને અમે મીઠાશપૂર્વક કહ્યું કે- હે ભદ્ર ! જો દીક્ષા લે, તો તને ભોજન મળે.” આ પ્રમાણે સાંભળી તે રંક વિચારવા લાગ્યો કે પ્રથમથી જ હું કષ્ટ તો ભોગવું જ છું, તે કરતાં આ વ્રતનું કષ્ટ સહન કરવું સારું છે કે જેમાં ઈષ્ટ ભોજનનો લાભ તો મળે. આમ ધારીને તે રકે તે જ વખતે પ્રવજ્યા અંગીકાર કરી. પછી અમે તેને યથારુચિ મોદક આદિ ઇષ્ટ ભોજન આપ્યું. તેણે તે સ્વાદિષ્ટ આહારનું કંઠપર્યત એવી રીતે ભોજન કર્યું કે જેથી શ્વાસવાયુના ગમનનો માર્ગ પણ સંકીર્ણ થઈ ગયો; અને અતિશય આહારથી શ્વાસ રોકાઇ જતાં તે જ દિવસની રાત્રિએ તે મરણ પામ્યો; કારણ કે પ્રાણીઓ શ્વાસથી જ જીવી શકે છે. તે રંક સાધુ મધ્યસ્થભાવે મરણ પામીને અવંતિપતિ કુણાલ રાજાનો તું પુત્ર થયો છે'. " . આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને રાજાએ સુહસ્તી ગુરુને વિનંતિ કરી કે-“હે ભગવાન ! આપના પ્રસાદથી હું આ પદવી પામ્યો છું. હે પ્રભો ! તે વખતે જો આપે મને દીક્ષા આપી ન હોત, તો જિનધર્મથી રહિત એવા મારી શી ગતિ થાત ? માટે આપ મારા પર પ્રસન્ન થઈને કંઇક આજ્ઞા કરો, કે હું શું કરું ? પૂર્વજન્મના ઉપકારી એવા આપના ઋણથી રહિત તો હું કોઇ રીતે થઇ શકે તેમ નથી. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તમે જ મારા ગુરુ છો, માટે કર્તવ્યની શિખામણ આપીને ધર્મપુત્ર ૪૧૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy