SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ મેરુ પર્વત બતાવું. સુંદરીના વિરહને સહન નહિ કરનારા તેણે તે વાત ન સ્વીકારી. આથી મુનિએ કહ્યું: એક મુહૂર્તમાં તો આપણે પાછા આવી જઇશું. સુંદરીનંદે હા કહી. આથી મુનિ તેને હિમવાન પર્વત ઉપર લઈ ગયા. ત્યાં એક વાનરી વિક્ર્વીને મુનિએ તેને પૂછ્યું આ વાનરી અને સુંદરી એ બેમાં કોણ સુંદર છે? તેણે કહ્યું: સુંદરી સુંદર છે. પછી વિદ્યાધરી વિમુર્તીને પૂછ્યું કે આ વિદ્યાધરી અને સુંદરી એ બેમાં કોણ સુંદર છે? તે બોલ્યોઃ બંને સમાન છે. પછી દેવી વિક્ર્વીને પૂછ્યું: દેવી અને સુંદરી એ બેમાં કોણ સુંદર છે ? તેણે કહ્યું: દેવી સુંદર છે. દેવીમાં રાગવાળા થયેલા તેણે મુનિને પૂછ્યું: આ દેવી કેવી રીતે મળે ? મુનિ બોલ્યાઃ ધર્મથી મળે. આથી તેણે દીક્ષા લીધી. (દવી મેળવવા દીક્ષા લીધી હોવા છતાં દીક્ષા લીધા પછી) સાધુપણા પ્રત્યે અનુરાગવાળો થયેલો તે મોક્ષમાર્ગની આરાધનામાં તત્પર બન્યો. (ઉપદેશપદ) આર્યસુહસ્તિદીક્ષિત ભિખારીનું દૃષ્ટાંત (અ. ૬ સૂ. ૬૦) એકવાર સંપ્રતિ રાજા ફરતા ફરતા ઉજ્જયિનીપુરીમાં ગયા. એ વખતે જીવંતસ્વામીની પ્રતિમાની રથયાત્રાનો મહોત્સવ હોવાથી આર્ય મહાગિરિ આચાર્ય અને આર્ય સુહસ્તી આચાર્ય પણ ત્યાં પધાર્યા હતા. જીવંત સ્વામીનો રથ ઉત્સવ સાથે જિનમંદિરની બહાર નીકળ્યો એટલે તે બંને આચાર્ય ભગવંતો અને સકલશ્રીસંઘ રથની પાછળ ચાલ્યો. તે રથ નગરમાં ફરવા લાગ્યો. અનુક્રમે તે રથ રાજમંદિરના દ્વાર પાસે આવ્યો ત્યારે ગવાક્ષ પર બેઠેલા રાજાએ દૂરથી આર્યસુહસ્તીને જોયા, અને જોતાં જ તે વિચારવા લાગ્યો કે આ મુનિને મેં ક્યાંક જોયા હોય એમ મને ભાસે છે, પરંતુ તેનું સ્મરણ કેમ થતું નથી ? આ પ્રમાણે વિચાર કરતાં રાજા મૂછિત થઈ નીચે પડ્યો, એટલે “અહો ! આ શું થયું ?” એમ બોલતા પરિજનો ત્યાં દોડી આવ્યા. પછી પંખાથી પવન નાંખતાં અને ચંદનથી ચર્ચતાં રાજા જાતિસ્મરણ પામીને ઉઠયો. જાતિસ્મરણથી આર્યસુહસ્તીને પોતાના પૂર્વ જન્મના ગુરુ જાણીને તે જ વખતે અન્ય કાર્યને છોડી રાજા તેમને વંદન કરવા ગયો. ત્યાં પંચાંગથી ભૂપીઠના સ્પર્શપૂર્વક આર્યસુહસ્તીને વંદન કરીને રાજાએ પૂછયું કે-“હે ભગવાન્ ! જિનધર્મના આરાધનનું ફળ કેવા પ્રકારનું હોય ?' એટલે સુહસ્તી ભગવાન્ બોલ્યા કે-“હે રાજન્ ! મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ એ જિન ધર્મના આરાધનનું ફળ છે.” રાજાએ પુનઃ પૂછયું કે-“સામાયિકનું શું ફળ?' એટલે આર્યસુહસ્તી બોલ્યા કે-“હે રાજન્ ! અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્યાદિકની પ્રાપ્તિ થાય તે છે, વ્યક્તિ સામાયિકથી મોક્ષ પણ મળે છે.” આ ઉત્તર સાંભળી રાજા તરત જ બોધ પામ્યો, અને વિશ્વાસસૂચક એવી નખની આચ્છોટનિકા (આસ્ફાલન) વારંવાર કરીને “આપ કહો છો તે યથાર્થ છે, એમાં કંઈ સંદેહ નથી.” એમ કહેવા લાગ્યો. પછી રાજાએ આર્યસહસ્તીને ફરી નમસ્કાર કરીને પૂછયું કે- “હે ભગવાન્ ! તમે મને ઓળખો ૪૦૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy