SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય एतदेव भावयतिस्वस्वभावनियतो यसौ विनिवृत्तेच्छाप्रपञ्चः ॥५६॥५३७॥ इति । स्वस्वभावनियतः स्वकीयस्वरूपमात्रप्रतिष्ठितः, हिः यस्माद्, असौ भगवान् सिद्धो विनिवृत्तेच्छाप्रपञ्चः अत्यन्तनिवृत्तसर्वार्थगोचरस्पृहाप्रबन्धः ।।५६।। આ જ વિષયને વિચારે છે : સિદ્ધની સર્વવિષયોની ઈચ્છા પરંપરા અત્યંત નિવૃત્ત થઈ ગઈ હોવાથી સિદ્ધ ભગવાન માત્ર પોતાના સ્વરૂપમાં જ રહેલા હોય છે. (પ) आकाशेनापि सह तस्य संबन्धं निराकुर्वन्नाहअतोऽकामत्वात् तत्स्वभावत्वान्न लोकान्तक्षेत्राप्तिराप्तिः ॥५७॥५३८॥ अतो विनिवृत्तेच्छाप्रपञ्चत्वात् यद् अकामत्वं निरभिलाषत्वं तस्मात् यत् तत्स्वभावत्वम् अर्थान्तरनिरपेक्षत्वं तस्मात् न लोकान्तक्षेत्राप्तिः सिद्धिक्षेत्रावस्थानरूपा आप्तिः अर्थान्तरेण સદ સંવન્ધઃ ||૧૭ના સિદ્ધનો આકાશની સાથે પણ સંબંધનો નિષેધ કરતા ગ્રંથકાર કહે છે : સિદ્ધની સર્વવિષયોની ઇચ્છા પરંપરા અત્યંત નિવૃત્ત થઈ ગઈ હોવાથી સિદ્ધ ઇચ્છારહિત છે. સિદ્ધ ઇચ્છારહિત હોવાથી પોતાના સિવાય બીજા કોઈ પણ પદાર્થની અપેક્ષાથી રહિત છે. બીજા પદાર્થની અપેક્ષાથી રહિત હોવાથી તેમનું સિદ્ધક્ષેત્રમાં અવસ્થાન (= રહેવું) બીજા પદાર્થની (= આકાશની) સાથે સંબંધવાળું નથી. (૫૭) एतदपि भावयतिऔत्सुक्यवृद्धिर्हि लक्षणमस्याः, हानिश्च समयान्तरे ॥५८॥५३९॥ इति। औत्सुक्यस्य वृद्धिः प्रकर्षः, हिः यस्मात्, लक्षणं स्वरूपमस्याः अर्थान्तरप्राप्तेः, हानिश्च औत्सुक्यस्यैव भ्रंशः समयान्तरे प्राप्तिसमयादग्रेतनसमयलक्षणे ।।५८।। આ જ વિષયને વિચારે છેઃ કારણકે ઉત્સુકતાની વૃદ્ધિ અને બીજા સમયે ઉત્સુકતાની હાનિ એ બીજા પદાર્થની સાથે સંબંધનું સ્વરૂપ છે, અર્થાત્ બીજા પદાર્થની સાથે સંબંધ એટલે ઉત્સુક્તાની વૃદ્ધિ અને બીજા સમયે ઉત્સુકતાની હાનિ. બીજા સમયે એટલે બીજા ૩૮૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy