________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
તથા
धर्मश्चिन्तामणिः श्रेष्ठो धर्मः कल्याणमुत्तमम्। हित एकान्ततो धर्मो धर्म एवामृतं परम् ॥५॥ इति ।
एतन्निगदसिद्धमेव, परं यत् पुनः पुनधर्मशब्दोपादानंतद्धर्मस्यात्यन्तादरणीयताख्यापनार्थमिति ।।५।।
ધર્મ શ્રેષ્ઠ ચિંતામણિ છે, ધર્મ ઉત્તમ કલ્યાણ ( = કલ્યાણનું કારણ) છે, ધર્મ એકાંતે હિતકારી છે, ધર્મ જ શ્રેષ્ઠ અમૃત છે. શ્લોકમાં વારંવાર ધર્મશબ્દનો ઉલ્લેખ ધર્મની અત્યંત આદરણીયતા જણાવવા માટે છે. (૫)
તથા
चतुर्दशमहारत्नसद्भोगावैष्वनुत्तमम्।
चक्रवर्तिपदं प्रोक्तं धर्महलाविजृम्भितम् ॥६॥ इति । चतुर्दशानां महारत्नानां सेनापति-गृहपति-पुरोहित-गज-तुरग-वर्द्धकि-स्त्री-चक्रच्छत्र-चर्म-मणि-काकिणी-खड्ग-दण्डलक्षणानां सद्भोगात् परानपेक्षितया सुन्दराद् भोगात् नृषु नरेषु मध्ये अनुत्तमं सर्वप्रधानम्, किं तदित्याह- चक्रवर्तिपदं चक्रधरपदवी प्रोक्तं प्रतिपादितं सिद्धान्ते धर्महेलाविजृम्भितं धर्मलीलाविलसितमिति ।।६।।
ચૌદ મહારત્નોના સુંદર ભોગના કારણે મનુષ્યોમાં સર્વ શ્રેષ્ઠ એવું ચક્રવર્તિ પદ ધર્મલીલાનો વિલાસ છે, અર્થાત્ ધર્મથી આવું ચક્રવર્તિપદ પણ પ્રાપ્ત થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે.
ચૌદ મહારત્નો આ પ્રમાણે છે:- સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, ગજ, અશ્વ, વર્ધક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખગ અને દંડ.
પ્રશ્ન: ચૌદ મહારત્નોના ભોગને સુંદર કેમ કયો? ઉત્તર: બીજાની અપેક્ષા વિના ભોગ કરી શકાતો હોવાથી સુંદર કહ્યો છે. (૬) इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ धर्मफलविधिः सप्तमोऽध्यायः समाप्तः ।।
આ પ્રમાણે ધર્મબિંદુની શ્રીમુનિચંદ્રસૂરિ વિરચિત વૃત્તિમાં “ધર્મફલ વિધિ’ નામનો સાતમો અધ્યાય પૂર્ણ થયો.
--
|
--
૩૫૭