SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સાતમો અધ્યાય મોક્ષનું કારણ શુભ પરિણામ શાથી છે તે કહે છે : સંપૂર્ણ ક્રિયાના યોગમાં પણ, એટલે કે પરિપૂર્ણ ચારિત્રને યોગ્ય બાહ્ય અનુષ્ઠાનોનો સમૂહ હોવા છતાં પણ, શુભ પરિણામના અભાવમાં મોક્ષ થતો નથી. એથી મોક્ષનું કારણ પણ શુભ પરિણામ જ છે. સંપૂર્ણ ક્રિયાના યોગમાં પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ- શુભ પરિણામના અભાવમાં જો સંપૂર્ણ ક્રિયાના યોગમાં પણ મોક્ષ થતો નથી તો સંપૂર્ણ ક્રિયાના અભાવમાં મોક્ષ કેવી રીતે થાય? (૩૫) एतदपि कुत इत्याहसर्वजीवानामेवानन्तशो ग्रैवेयकोपपातश्रवणात् ॥३६॥४७९॥ इति । सर्वजीवानामेव सर्वेषामपि व्यवहारार्हाणां प्राणिनाम् अनन्तशः अनन्तान् वारान् ग्रैवेयकेषु विमानविशेषेषूपपातस्य उत्पत्तेः श्रवणात् शास्त्रे समाकर्णनात् ।।३६।। શુભ પરિણામના અભાવમાં સંપૂર્ણ ક્રિયાના યોગમાં પણ મોક્ષ થતો નથી એ પણ શાથી છે તે કહે છે : કારણ કે વ્યવહારને યોગ્ય = વ્યવહાર રાશિમાં આવેલા) સઘળાય જીવોની અનંતવાર રૈવેયકોમાં ઉત્પત્તિ થઈ એમ શાસ્ત્રમાં સંભળાય છે. (૩૬) यदि नामैवं ततः किं सिद्धमित्याह समग्रकियाऽभावे तदप्राप्तेः ॥३७॥४८०॥ इति । समग्रक्रियाऽभावे परिपूर्णश्रामण्यानुष्ठानाभावे तदप्राप्तेः नवग्रैवेयकोपपाताप्राप्तेः, तथा चावाचिआणोहेणाणंता मुक्का गेवेज्जगेसु य सरीरा। તત્થSiggUID સાહજિરિયા, ૩વવાનો (Tગ્રા. 9૪/૪૮) ત્તિ રા / જો આ પ્રમાણે છે તો તેનાથી શું સિદ્ધ થયું તે કહે છે : પરિપૂર્ણ ચારિત્રને ઉચિત અનુષ્ઠાનના અભાવમાં નવ રૈવેયકની પ્રાપ્તિ થતી નથી. આ વિષે કહ્યું છે કે- “ઓઘ આજ્ઞાથી (=સમ્યગ્દર્શન વિના કેવળ આખના ઉપદેશથી) જીવોએ ભૂતકાળમાં રૈવેયક વિમાનોમાં અનંતા શરીરો મૂક્યાં છે. અસંપૂર્ણ સાધુક્રિયાથી રૈવેયકમાં ઉત્પત્તિ ન થાય.” (રૈવેયકોમાં અનંતા શરીરો મૂક્યા છે અને અસંપૂર્ણ સાધુક્રિયાથી રૈવેયકમાં ઉત્પત્તિ ન થાય, એથી સિદ્ધ થાય ૩૫૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy