SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છડૂઠો અધ્યાય इत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानम् ॥५०॥४१७॥ इति । પતતુ પ્રાવતુ I/૧૦મી. ફરી પણ પ્રસ્તુત વિષયના ઉપસંહારને કહે છે - આ પ્રમાણે સર્વત્ર યોગ્ય અનુષ્ઠાન જ શ્રેષ્ઠ છે. આનો અર્થ પૂર્વની જેમ (આ અધ્યાયના ૨૬ મા સૂત્રની ટીકામાં જણાવ્યા પ્રમાણે) છે. (૫૦) कथमेतदित्याह प्रायोऽतिचारासंभवात् ॥५१॥४१८॥ इति । यो हि स्वोचितं कर्म कर्तुमारभते न तस्य तत्रातिचारः संभवति, प्रायोग्रहणेन चेदमाह- तथाविधानाभोगदोषात् निकाचितक्लिष्टकर्मोदयाद्वा कदाचित् कस्यचित् तथाविधसन्मार्गयायिनः पथिकस्येव कण्टक-ज्वर-दिग्मोहसमानोऽतीचारः स्यादपीति।।५१।। યોગ્ય અનુષ્ઠાન જ શ્રેષ્ઠ શાથી છે તે કહે છે - પ્રાયઃ અતિચારોનો સંભવ ન હોવાથી યોગ્ય અનુષ્ઠાન જ શ્રેષ્ઠ છે. જે પોતાને યોગ્ય અનુષ્ઠાન કરવાનો પ્રારંભ કરે છે તેને પ્રાયઃ અતિચાર ન લાગે. પ્રાયઃ શબ્દના ઉલ્લેખથી ગ્રંથકાર આ પ્રમાણે જણાવે છેઃ- જેવી રીતે તેવા પ્રકારના સારા માર્ગે જનારા કોઈ મુસાફરને ક્યારેક કાંટો, તાવ અને દિશામોહના કારણે જવામાં વિલંબ થાય તેવી રીતે તેવા તેવા પ્રકારના અનાભોગ દોષથી કે નિકાચિત ક્લિષ્ટકર્મના ઉદયથી કોઇક સાધકને કાંટો, તાવ અને દિશામોહની સમાન (નાનો -મોટો) અતિચાર લાગે પણ. (પ ૧) एतदपि कथमित्याह यथाशक्ति प्रवृत्तेः ॥५२॥४१९॥ इति । यथाशक्ति यथासामर्थ्य सर्वकार्येषु प्रवृत्तेः ।।५२।। અતિચાર ન લાગવાનું પણ શું કારણ છે તે કહે છે :૦ મુસાફરને કાંટો લાગે તો આગળ વધવામાં વિલંબ થાય, તાવ આવેતો વધારે વિલંબ થાય, અને દિશામોહ થવાથી બીજા જ રસ્તે ચાલ્યો જાય તો ઘણો વધારે વિલંબ થાય. તેવી રીતે ધર્મમાં નાનો અતિચાર ( = દોષ) લાગે તો ફરી ધર્મની પ્રાપ્તિમાં થોડો વિલંબ થાય. મોટો અતિચાર લાગે તો વધારે વિલંબ થાય, અતિશય મોટો અતિચાર લાગે તો અતિશય ઘણો વિલંબ થાય. આ વિષે વિશેષ વર્ણન ઉપદેશપદ વગેરે ગ્રંથોમાં છે. ૩૧૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy