SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠો અધ્યાય - । अथ षष्ठोऽध्यायः । व्याख्यातः पञ्चमोऽध्यायः, अधुना षष्ठो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विदुः। साध्यसिद्ध्यङ्गमित्यस्माद् यतिधर्मो द्विधा मतः ॥१॥ आशयस्य चित्तवृतिलक्षणस्य आदिशब्दात् श्रुतसम्पत्तेः शरीरसंहननस्य परोपकारकरणशक्तेश्च उचितं योग्यं ज्यायः अतिप्रशस्यमनुष्टानं जिनधर्मसेवालक्षणं सूरयः समयज्ञाः विदुः जानन्ति, कीदृशमित्याह- साध्यसिद्ध्यङ्गम्, साध्यस्य सकलक्लेशक्षयलक्षणस्य सिद्ध्यङ्गं निष्पत्तिकारणम् इति अस्मात् कारणाद् यतिधर्मो द्विधा मतः सापेक्षयतिधर्मतया निरपेक्षयतिधर्मतया चेति ।।१।। પાંચમા અધ્યાયનું વ્યાખ્યાન કર્યું. હવે છઠ્ઠા અધ્યાયનું વ્યાખ્યાન કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ છે : ચિત્તવૃત્તિરૂપ આશય, ધૃતરૂપ સંપત્તિ, શરીરબળ અને પરોપકાર કરવાની શક્તિને યોગ્ય (= અનુરૂપ) અનુષ્ઠાન અતિશ્રેષ્ઠ છે, અને એ જ સકલ ક્લેશક્ષય રૂપ સાધ્યની સિદ્ધિનું કારણ છે એમ શાસ્ત્રજ્ઞ સૂરિઓ જાણે છે. માટે જ શાસ્ત્રજ્ઞાતા સૂરિઓને (સાધ્ય એક હોવા છતાં) યતિધર્મ સાપેક્ષ યતિધર્મ અને નિરપેક્ષ યતિધર્મ એમ બે પ્રકારનો ઈષ્ટ છે. અનુષ્ઠાન એટલે જિનધર્મની આરાધના. (૧) साध्यसिद्ध्यङ्गत्वमेव भावयति- - समग्रा यत्र सामग्री तदक्षेपेण सिद्ध्यति। दवीयसाऽपि कालेन वैकल्ये तु न जातुचित् ॥२॥ समग्रा परिपूर्णा यत्र कार्ये सामग्री समग्रसंयोगलक्षणा भवति तत कार्यम अक्षेपेण अविलम्बेन सिद्ध्यति निष्पद्यते, अन्यथा सामग्रीसमग्रताऽयोगात्, अत्रैव व्यतिरेकमाहदवीयसाऽपि अतिचिररूपतया दूरतरवर्तिनाऽपि कालेन वैकल्ये तु सामग्रिकाया विकलतायां पुनर्न जातुचित् न कदाचिदपीति ।।२।। યોગ્ય અનુષ્ઠાન જ સાધ્યની સિદ્ધિનું કારણ છે એ જ વિષયને વિચારે છેઃ જે કાર્યમાં સમગ્ર સાધનોના સંયોગરૂપ સામગ્રી સંપૂર્ણ હોય તે કાર્ય જલદી સિદ્ધ થાય છે. અન્યથા (કાર્ય જલદી સિદ્ધ ન થાય તો) સામગ્રીની પરિપૂર્ણતા ઘટી - - ૨૯૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy