________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
||૧૭ી .
સર્વત્ર મમત્વનો ત્યાગ કરવો. નિત્યવાસમાં ઉપયોગી બાજોઠ અને પાટિયું વગેરેમાં અને અન્ય પણ વસ્તુમાં મમત્વ ન કરવો. (૫૭)
તથી
निदानपरिहारः ॥५८॥ ३२७ ॥ इति । नितरां दीयते लूयते सम्यग्दर्शनप्रपञ्चबहलमूलजालो ज्ञानादिविषयविशुद्धविनयविधिसमुद्धरस्कन्धबन्धो विहितावदातदानादिभेदशाखोपशाखाखचितो निरतिशयसुरनरभवप्रभवसुखसंपत्तिप्रसूनाकीर्णो-ऽनभ्यर्णीकृतनिखिलव्यसनव्यालकुलशिवालयशर्मफलोल्बणो धर्मकल्पतरनेन सुरर्द्धयाद्याशंसनपरिणामपरशुनेति निदानं तस्य परिहारः, अत्यन्तदारूणपरिणामत्वात् तस्य, यथोक्तम् - यः पालयित्वा चरणं विशुद्धं करोति भोगादिनिदानमज्ञः । ર વર્જીવિત્યા છત્તવાન વક્ષ સ ન મર્મયતે વરી: II9૮૮( ) નિ II૧૮
નિદાનનો ત્યાગ કરવો. જેનાથી ધર્મ રૂપ કલ્પવૃક્ષ અતિશય કપાઈ જાય તે નિદાન. દૈવી ઋદ્ધિ આદિની આશંસાના પરિણામરૂપ કુહાડીથી ઘર્મ રૂપ કલ્પવૃક્ષ કપાઈ જાય છે, માટે દૈવીઋદ્ધિ આદિની આશંસાના પરિણામ રૂપ કુહાડી નિદાન છે. આ ધર્મ રૂપ કલ્પવૃક્ષ સમ્યગ્દર્શનના વિસ્તાર રૂપ ઘણા મૂળિયાના સમૂહવાળું છે, જ્ઞાનાદિ સંબંધી વિશુદ્ધ વિનયના વિધાન રૂપ મજબૂત સ્કંધના નિર્માણવાનું છે, ઉપદેશેલા શુદ્ધ દાનાદિના ભેદરૂપ શાખા - ઉપશાખાઓથી યુક્ત છે, દેવ - મનુષ્ય ભવમાં થનાર અત્યંત બહુ સુખ અને સંપત્તિ રૂપ પુષ્પોથી વ્યાપ્ત છે, દૂર કરાયો છે સર્વ દુઃખરૂપ હિંસક પશુઓનો સમૂહ જેમાં એવા મોક્ષના સુખ રૂપ ફળથી શ્રેષ્ઠ
સાધુએ નિદાનનો ત્યાગ કરવો. કારણ કે તેનું પરિણામ અત્યંત ભયંકર છે. કડ્યું છે કે - “જે અજ્ઞાની જીવ ચારિત્રનું વિશુદ્ધ પાલન કરીને ભોગ વગેરેનું નિદાન કરે છે, ખરેખર! તે (બિચારો) ફલોને આપવામાં કુશળ એવા નંદનવનને વધારીને (= વિકસાવીને) ભસ્મ કરી નાખે છે.” (પ)
तर्हि किं कर्त्तव्यमित्याह
૨૭૫