SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ થઇ ન થઇ કે તરત જ શુભ પુરુષાર્થ કરીને તેનો નાશ કરવો જોઇએ. માયાને દૂર કરીને આલોચના - નિંદા - ગર્હાથી પાપનો નાશ કરવો જોઇએ અને ફરી તે પાપ (ભાવથી) ન કરવું જોઇએ.” (૧૭૩) “અકલુષિતમતિવાળો, સદા પ્રગટ પ્રભાવવાળો (= દંભ ન કરનાર), ક્યાંય આસક્તિ ન રાખનાર, અને જિતેંદ્રિય સાધુ સાવધ યોગનું આસેવન કરીને ગુરુની પાસે આલોચના કરે અને તેમાં ગૃહન અને નિહ્નવ ન કરે. ગૃહન એટલે કંઇક કહેવું અને બાકીનું છૂપાવવું. નિષ્નવ એટલે દોષનો સર્વથા અપલાપ કરવો = દોષને સર્વથા છૂપાવવો, કોઇ કહે તો પણ દોષનો સર્વથા સ્વીકાર જ ન કરવો.” (૧૭૪) (૨૧) = પાંચમો અધ્યાય તથા પાવ્યપરિત્યાઃ ॥૨૨૫૨૧૧૫ તા पारुष्यस्य तीव्रकोपकषायोदयविशेषात् परुषभावलक्षणस्य तथाविधभाषणादेः स्वपक्ष-परपक्षाभ्यामसंबन्धयोग्यताहेतोः परित्यागः कार्यः, अपारुष्यरूपविश्वासमूलत्वात् सर्वसिद्धीनाम्, यदुच्यते - सिद्धेर्विश्वासिता मूलं यद्यूथपतयो गजाः । सिंहो मृगाधिपत्येऽपि न मृगैरनुगम्यते || १७५ ।। ( ) કૃતિ ।।૨।। કઠોરતાનો ત્યાગ કરવો. તીવ્ર ક્રોધ કષાયના ઉદયથી તેવા પ્રકારના (કઠોર) વચનો બોલવા આદિ કઠોરતાનો અત્યંત ત્યાગ કરવો. કઠોરતા સ્વપક્ષ અને પરપક્ષની સાથેનો સંબંધ બગડી જવામાં તૂટી જવામાં કા૨ણ છે. • અકઠોરતા રૂપ વિશ્વાસ સર્વસિદ્ધિઓનું મૂળ છે, આથી કઠોરતાનો ત્યાગ કરવો જોઇએ. કહ્યું છે કે – “સિદ્ધિનું મૂળ વિશ્વાસ છે. કારણકે હાથીઓ યુથપતિ છે. (એથી હાથીની પાછળ હાથીઓ ચાલતા હોય છે.) સિંહ પશુઓનો અધિપતિ હોવા છતાં પશુ તેની પાછળ ચાલતા નથી.” (સારાંશઃ- હાથી કઠોર ન હોવાથી હાથીઓને વિશ્વાસ હોય છે કે આ અમને મારી નહીં નાખે. આથી હાથીઓ હાથીની પાછળ ચાલે છે. સિંહ કઠોર હોવાથી પશુઓને સિંહ ઉપર તેવો વિશ્વાસ રહેતો નથી, અને તેથી સિંહ પશુઓનો અધિપતિ હોવા છતાં પશુઓ સિંહની પાછળ ચાલતા નથી.) (૨૨) • અકઠોરતા વિશ્વાસનું કારણ છે. આમ છતાં કારણમાં કાર્યના ઉપચારથી અહીં અકઠોરતાને જ વિશ્વાસ કહેલ છે. ૨૫૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy