________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
માવપ્રતિવશ્વ: ||૪||
ગુરુ પ્રત્યે ભક્તિ - બહુમાન રાખવા. ગુરુને પ્રાયોગ્ય હોય તેવા અન્ન-પાન આદિની વિનંતિ કરવી, ગુરુના ચરણોનું પ્રક્ષાલન કરવું ઈત્યાદિ ગુરુભક્તિ છે. ગુરુ પ્રત્યે અંતરથી અનુરાગ કરવો એ ગુરુબહુમાન છે. (૪)
તથા
સવારણમ્ પાર૭૪|| તિ . सदा सर्वकालम् अह्नि रात्रौ चेत्यर्थः आज्ञायाः गुरूपदिष्टस्वरूपायाः करणम् ।।५।।
સદા આજ્ઞાનું પાલન કરવું. સદા એટલે સર્વ કાળે, અર્થાત્ દિવસે અને રાતે. આજ્ઞા એટલે ગુરુનો ઉપદેશ. (૫)
તથા–
વિધિના પ્રવૃત્તિઃ દાર૭૫ રૂતિ विधिना शास्त्रोक्तेन प्रवृत्तिः प्रत्युपेक्षणा - प्रमार्जना - भिक्षाचर्यादिषु साधुसमाचारेषु વ્યાપાર|| Tદા.
વિધિથી પ્રવૃત્તિ કરવી. પડિલેહણ, પ્રમાર્જન, ભિક્ષાચર્યા આદિ સાધુના આચારોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવૃત્તિ કરવી. ()
तथा- आत्मानुग्रहचिन्तनम् ॥७॥२७६॥ इति । क्वचिदप्यर्थे गुर्वाज्ञायां आत्मानुग्रहस्य उपकारस्य चिन्तनं विमर्शनम्, यथा
धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । હવનમાયનિવૃતી વનસરસવન્દ્રન૫: 19૬૦|| (પ્રામ0 ૭૦) તા.
ઉપકારનું ચિંતન કરવું. કોઈ પણ કાર્ય માટે ગુરુની આજ્ઞા થતાં “ગુરુએ મારા આત્મા ઉપર ઉપકાર કર્યો” એમ ઉપકારની વિચારણા કરવી. જેમ કે – “સૂર્યના ધોમધખતા તાપના ઉકળાટને દૂર કરનાર બાવના ચંદનનો રસ તો હજી સુલભ છે. પણ શાસ્ત્રવિરુદ્ધ આચરણ રૂપ તાપને દૂર કરનાર ગુરુવદન રૂપ મલયપર્વતમાંથી નીકળેલા વચનરૂપ ચંદનરસનો શીતલ સ્પર્શ તો કો'ક મહાભાગ્યશાળીને થાય છે.” (૭)
તથા
વ્રતપરિણામરક્ષા ટાર૭ના રૂતિ !
૨૪૫