________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. ગુરુ અને ગચ્છ વગેરેની સહાયની અપેક્ષા રાખીને જે દીક્ષાને પાળે તે સાપેક્ષ સાધુ છે. ગુરુ અને ગચ્છ વગેરેની સહાયની અપેક્ષા રાખ્યા વિના જે દીક્ષાને પાળે તે નિરપેક્ષ સાધુ છે. સાપેક્ષ સાધુનો ગચ્છવાસરૂપ ધર્મ સાપેક્ષ સાધુધર્મ છે. નિરપેક્ષસાધુનો જિનકલ્પ વગેરે સ્વરૂપ ધર્મ નિરપેક્ષ સાધુધર્મ છે. (૧)
તત્ર સાપેક્ષતિઘર્ષ તારોર૭ા તિ | तत्र तयोः सापेक्ष-निरपेक्षयतिधर्मयोर्मध्यात् सापेक्षयतिधर्मोऽयम् ।।२।।
સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારના સાધુધર્મમાંથી સાપેક્ષ સાધુધર્મ આ (= હવે કહેવામાં આવે છે તે) છે. (૨)
યથા
ગુર્જનૈવાસિતા રૂાર૭રા તા गुरोः प्रव्राजकाचार्यस्य अन्तेवासिता शिष्यभावः यावज्जीवमनुष्ठेया, तच्छिष्यभावस्य महाफलत्वात्, पठ्यते च -
नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य। धण्णा आवकहाए गुरु कुलवासं न मुंचंति ।।१५९।। (वृहत्कल्पभाष्ये ५७१३) સાપેક્ષ સાધુધર્મ આ પ્રમાણે છે :
ગુરુ પ્રત્યે શિષ્યભાવ રાખવો, અર્થાત દીક્ષા આપનાર ગુરુ (= આચાર્ય) પ્રત્યે જીવનપર્યત શિષ્યભાવ રાખવો. ગુરુ પ્રત્યે શિષ્યભાવ મહાલવાળો છે. કહ્યું છે કે - “ગુરુકુલમાં રહેલ સાધુ દરરોજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાન આદિનું ભાજન બને છે = શ્રુતજ્ઞાન આદિ પામે છે. સ્વદર્શન - પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર બને છે, વારંવાર સારણાદિ થવાથી ચારિત્રમાં અતિશય સ્થિર બને છે. આથી જાવજીવ ગુરુકુલવાસનો ત્યાગ નહિ કરનાર સાધુઓ ધન્ય છે = ધર્મ રૂપ ધનને મેળવે છે.” (૩)
તથા- તમન્ત - વહુમાન કાર૭રાતિ |
तस्मिन् गुरौ भक्तिः समुचितान्नपानादिनिवेदन - पादप्रक्षालनादिरूपा बहुमानश्च
૨૪૪